સુશાંત કેસ: રિયા ચક્રવર્તીને મળ્યા શરતી જામીન, પણ મંજૂરી વિના નહીં કરી શકે આ કામ, ભાઈ શૌવિક રહેશે જેલમાં

ડ્રગ્સ કેસમાં સંડોવણીના કારણે છેલ્લા ઘણા દિવસોથી જેલમાં રહેલી બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને મોટી રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે રિયાને સશર્ત જામીન આપી દીધા છે. રિયાના ભાઈ શોવિક અને બાસિત પરિહારની જામની અરજી કોર્ટે ફગાવી દીધી છે. સુશાંતના સ્ટાફ મેનેજર સેમ્યુઅલ મિરાંડાને પણ જામીન મળી ગયા છે. એનસીબીએ કહ્યું છે કે કોર્ટે જેને પણ જામીન આપ્યા છે તેઓ તેની સામે અપીલ કરશે.

image source

રિયાના શરતી જામીન

રિયા ચક્રવર્તીને કોર્ટે 1 લાખના બોન્ડ પર જામીન આપ્યા છે. રિયાએ તેનો પાસપોર્ટ પણ જમા કરાવવાનો રહેશે. તે જ સમયે રિયાને મુંબઈથી બહાર જવા માટે મંજૂરી લેવી પડશે. જ્યારે પણ રિયાને પૂછપરછ માટે બોલાવવામાં આવે ત્યારે તેણે હાજર થવું પડશે. રિયાની 8 સપ્ટેમ્બરના રોજ એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રિયા પર સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગ્સની ખરીદી કરવાનો આરોપ છે.

રિયાને જામીન મળ્યા બાદ તેના વકીલ સતીષ માનશીંદેએ કહ્યું હતું કે, બોમ્બે હાઈકોર્ટના રિયાને જામીન આપવાના નિર્ણયથી તેઓ ખુશ છે. સત્ય અને ન્યાયનો વિજય થયો છે. રિયાની ધરપકડ અને તેની કસ્ટડી સંપૂર્ણપણે અયોગ્ય અને કાયદાની પહોંચની બહાર હતી.

image source

રિયાની ડ્રગ્સ ચેટનો ઘટસ્ફોટ થયો હતો ત્યારબાદ રિયા અને તેના ભાઈ શોવિકની અનેક ડ્રગ્સના પેડલ સાથેની ચેટ પણ સામે આવી હતી. સેમ્યુઅલ મિરાન્ડા સાથે રિયાની ડ્રગ્સની ચેટ પણ સામે આવી હતી. આ બધી વોટ્સએપ ચેટ બહાર આવ્યા પછી રિયા, સેમ્યુઅલ અને શૌવિકની એનસીબીએ ધરપકડ કરી હતી. રિયા અને શોવિક સામે ગંભીર પુરાવા મળ્યા બાદ એનસીબીએ બંનેની ધરપકડ કરી હતી. જે બાદ રિયાને મુંબઇની ભાયખલા જેલમાં બંધ કરવામાં આવી હતી.

એનસીબીની પૂછપરછમાં રિયાએ સારા-રકુલનું નામ લીધું હતું. રિયાએ ઘણા સેલેબ્સના ડ્રગ્સ કનેક્શન અને બોલિવૂડની ડ્રગ્સ પાર્ટી અંગે ખુલાસો કર્યો હતો. તેના આધારે એનસીબીએ સારા અને રકુલને પૂછપરછ માટે બોલાવી હતી. આ દરમિયાન બંનેએ ડ્રગ્સ લેવાની ના પાડી હતી.

image source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત