પોપ સ્ટાર રિહાનાએ શેર કરી આવી તસવીર, ગળામાં ભગવાન ગણેશનું લોકેટ જોઇને ભડક્યા અનેક લોકો, કરો કોમેન્ટ અને જણાવો અમને શું આ યોગ્ય છે?

જાણીતી પોપ સિંગર રિહાનાએ સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કરી અને ભારે વિવાદ છંછેડ્યો છે. અગાઉ પણ તેના ગીતો અને ફેશન સેન્સના કારણે રિહાના ભારે ચર્ચા અને વિવાદમાં રહી ચુકી છે તેવામાં આ વખતે તેનો વિવાદ ભગવાનનું અપમાન કરવા સાથે જોડાઈ ગયો છે.

image source

થોડા સમય પહેલા તેણે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વિશે ટ્વીટ કર્યું હતું. જેના કારણે તે ચર્ચામાં રહી હતી. ત્યારે ફરી એકવાર રિહાનાની ચર્ચા ભારતમાં થઈ રહી છે. આ વખતે આ ચર્ચા સાથે તેના વિરુદ્ધ લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. આ વખતે રિહાના તેના એક ફોટોશૂટને કારણે ચર્ચામાં છે.

image source

રિહાનાએ તાજેતરમાં ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું જેની એક તસવીર તેણે ટ્વિટર પર શેર કરી હતી. તેની આ ટોપલેસ તસવીર શેર થયાની સાથે જે તેનો વિરોધ શરુ થયો અને લોકોનો રોષ તેના પર ઉતરવા લાગ્યો હતો. કારણ કે આ ટોપલેસ તસવીરમાં રીહાનાએ ભગવાન ગણેશનું લોકેટ પહેરેલું છે, જેના કારણે આ સમગ્ર વિવાદ સર્જાયો છે.

image source

રીહાનાએ એક બ્રાન્ડ માટે ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તે ટોપલેસ થઈ પોઝ આપી રહી છે. ફોટામાં તેણે ગળામાં ગણેશજીનું પેન્ડન્ટ પણ પહેર્યું છે, જેના કારણે તે લોકોના નિશાના પર આવી ગઈ છે. સોશિયલ મીડિયા પર તેની આકરી ટીકા થઈ રહી છે. રિહાના પર લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આક્ષેપો પણ કરવામાં આવ્યો છે અને તેને ટ્રોલીંગનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

લોકો સોશિયલ મીડિયા પર રીહાનાના આ ફોટો પર ટ્વીટ કરી તેના પર રોષ ઠાલવી રહ્યા છે. ઘણા લોકોએ તેની હિંદુ ધર્મના લોકોની લાગણીઓને દુભાવવા બદલ આંકરા શબ્દોમાં ટીકા પણ કરી છે. જ્યારે કેટલાક લોકોએ તેની આ હરકતને પબ્લિસિટી સ્ટંટ ગણાવી હતી. ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો રિહાનાના આ ફોટાઓને દૂર કરવાની માંગ પણ કરી રહ્યા છે. આ સાથે જ આવા વાંધાજનક ફોટોશૂટમાં ભગવાન ગણેશના પેન્ડન્ટને ગળાના હારમાં પહેરવા બદલ માફી માંગવાની પણ માંગ કરાઈ રહી છે.

જો કે આ વખતે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પણ મેદાનમાં ઉતર્યા છે. તેમણે ટ્વીટ કરી આ મામલે લખ્યું હતું કે ભારતમાં ધર્મ સહિષ્ણુ અને ધર્યવાન છે. જેનો ખોટી રીતે લાભ ટુકડે ટુકડે ગેંગના લોકો લઈ રહ્યા છે અને આપણા દેવી-દેવતાઓ સામે કટાક્ષ કરે છે. પરંતુ જ્યારે કોઈ અન્ય ધર્મનો સ્કેચ પણ બને છે તો દુનિયામાં હોબાળો મચી જાય છે. આ આપણી ધીરજની પરીક્ષા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!