ઋષિ કપૂરે ઈમ્તિયાઝ અલીના ભાઈના લગ્નમાં કર્યો હતો મસ્ત ડાન્સ, જોઇ લો તમે પણ આ Unseen Video

ઋષિ કપૂરે ઈમ્તિયાઝ એલીના ભાઈના લગ્નમાં કર્યો કઈક આવો ડાન્સ, જુઓ આ વીડિયો.

image source

ઋષિ કપૂરનું હાલ જ 30 એપ્રિલે નિધન થઈ ગયું છે પણ હજી એમના ચાહકો વચ્ચે આજે પણ એ જીવતા જ છે. એમનો મસ્તમોલા સ્વભાવ આજે પણ એમના ચાહકો યાદ કરે છે. એવામાં ઈમ્તિયાઝ અલીએ ઋષિ કપૂરનો એક વિડીયો શેર કર્યો છે જે આજ પહેલા કોઈએ નહિ જોયો હોય.

બોલીવુડના દિગગજ અભિનેતા ઋષિ કપૂર ભલે આપણી વચ્ચે નથી રહ્યા પણ એમના અવસાનના સમાચાર હજી એમના ચાહકો સ્વીકારી નથી શક્યાં. પોતાના એક્ટિંગ કરિયરની પહેલી પાળીમાં ઋષિ કપૂરે ઘણી હિટ ફિલ્મો આપી અને બીજી પાળીમાં પણ ઘણી ફિલ્મો કરી હતી.એટલે જ એમની એક્ટિંગના લાખો ચાહકો છે. ઋષિ કપૂરના ફેન અને એમની સાથે કામ કરનાર લોકો એમને આજે પણ યાદ કરે છે. એ જ યાદમાં આજે નિર્દેશક ઈમ્તિયાઝ અલીએ ઋષિ કપૂરનો આવો જ એક જૂનો વિડીયો શેર કર્યો છે. આ ન જોયેલો વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ પણ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Khawar Jamsheed (@khawarjamsheed) on

ઈમ્તિયાઝ અલીએ આ વીડિયો કેટલાક કલાકો પહેલા જ શેર કર્યો છે. આ થ્રોબેક વિડીયો ઈમ્તિયાઝના ભાઈના લગ્નનો છે. આ વીડિયો એક બીજા એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો હતો.જેને ઈમ્તિયાઝ અલી એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીમાં રિપોર્ટ કર્યું છે. આ વીડિયોને કેપ્સન આપતા ઈમ્તિયાઝ લખ્યું છે કે “કશ્મીરમાં આરકે નો વરઘોડામાં ડાન્સ”‘

આ વીડિયો પહેલા ઈમ્તિયાઝ ઋષિ કપૂરના અવસાન પૂર્વ એક લાગણીશીલ પોસ્ટ પણ શેર કરી ચુક્યા છે. એ પોસ્ટમાં ઈમ્તિયાઝે પોતાના ભાઈના લગ્નની વાત કરી હતી. એમને લખ્યું હતું કે “મેં ઋષિને મારા ભાઈના લગ્નમાં કાશ્મીર બોલાવ્યા હતા. કોઈ નહોતું આવ્યું. આ બસ એક પ્રકારની ફોર્મલિટી હોય છે. પણ ઋષિ આવ્યા હતા.. અને જ્યારે જાન આવી તો એમને અમને કહ્યું કે તમે આગળ જાઓ હું પછી આવું છું.

 

View this post on Instagram

 

A post shared by Imtiaz Ali (@imtiazaliofficial) on

પછી મને સમજાયું કે એમને એવું એટલા માટે કહ્યું હતું કે દરેક વ્યક્તિ વરરાજાને છોડીને એમને ના જોવા લાગી જાય. અને આજે એ આમ જતા રહ્યા. કંઈક બહુ જ કિંમતી આજે એક વીતેલો જમાનો બની ગયું. પણ આ સમય એમને આપણાથી દુર નહિ લઈ જાય.એમ પણ હું એમને ઘણા સમયથી નથી મળ્ય,હું એમ વિચારીશ કે એ હજી છે જ, હજી પણ હસી રહ્યા છે. અને હું આજે પણ એ થોડા સમયને યાદ કરી શકું છું જયારે એ હસતા હસતા અમારી સાથે હતા.”

image source

ઋષિ કપૂર નિર્દેશક ઈમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજકલમાં એક મહત્વના રોલમાં જોવા મળ્યા હતા.30 એપ્રિલે મુંબઈના એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં સવારે ઋષિ કપૂરનું અવસાન થયું.67 વર્ષના ઋષિ કપૂર કેન્સરથી પીડાતા હતા. બુધવારે રાત્રે ઋષિ કપૂરને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, એ પછી એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. એ સમયે એમની સાથે એમની પત્ની નીતુ કપૂરે, દીકરો રણબીર, ભાઈ રણધીર કપૂર સહિત પરિવારના અન્ય લોકો પણ હાજર હતા..એમની અંતિમ સંસ્કાર વિધિ ચંદનવાડી સ્મશાનમાં થઈ. પોતાના પિતાને અંતિમ વિદાય આપતા દીકરો રણબીર કપૂર ખૂબ જ ભાવુક જોવા મળ્યા. અને એ સમયે ઋષિના નિધન પર એમની પત્ની નીતુ કપૂર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ પોતાની ભાવનાઓને ન રોકી શક્યા અને રડી પડ્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત