આજથી દેશ થયો ‘અનલોક’ પણ આ નિયમોનું પાલન કરવું છે ફરજિયાત, તોડશો તો થશે સજા

કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતુ અટકે તે માટે દેશમાં 25 માર્ચથી તબક્કાવાર કડક લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો. પરંતુ આજથી કેન્દ્ર સરકારે દેશને અનલોક કર્યું છે. એટલે કે આજથી દેશમાં કંટેઈન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં બધું જ રાબેતા મુજબ શરુ થશે. સરકારે દેશમાં બધું જ તબક્કાવાર ખોલવાની શરુઆત કરી છે.

image source

આજથી દેશભરમાં બધી જ દુકાનો સાંજે 7 કલાક સુધી ખુલ્લી રહી શકશે જ્યારે રાત્રિ કર્ફ્યુનો સમય રાત્રે 9થી સવારે 5નો હશે. આ સિવાય 8 જૂનથી દેશના ધાર્મિક સ્થળ, હોટલ, રેસ્ટોરન્ટ સહિતની જગ્યાઓ પણ ખુલ્લી મુકવામાં આવશે. ત્યારપછીના તબક્કામાં જીમ, સ્વિમિંગ પૂલ, થિયેટર જેવા સ્થળ ખુલશે. પરંતુ કેન્દ્રીય મંત્રાલયે આ છૂટછાટ વચ્ચે પણ કેટલાક નિયમોનું પાલન કરવા માટે કડક વલણ રાખ્યું છે. સરકારે કહ્યું છે કે સામાન્ય લોકોનું જીવન રાબેતા મુજબ ચાલે અને અર્થવ્યવસ્થામાં પણ પ્રાણ ફુંકાય તે માટે આ નિર્ણય લેવાયો છે પરંતુ કોરોના સંક્રમણને ફેલાતું રોકવા માટે લોકોએ કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી જ છે. કયા છે આ નિયમો જાણી લો સૌથી પહેલા.

1. માસ્ક

image source

જાહેર સ્થળોએ, ઓફિસમાં કામ કરતી વખતે અને મુસાફરી દરમિયાન ફેસ કવર કરવું એટલે કે કે માસ્ક પહેરવું જરૂરી છે.

2. સોશિયલ ડિસ્ટન્સિંગ

image source

લોકોએ એકબીજા વચ્ચે 6 ફૂટનું અંતર જાળવવું જરૂરી છે. આ સિવાય કોઈ પણ દુકાન કે જગ્યાએ એક સાથે 5 ગ્રાહકો એકત્ર થઈ શકશે નહીં.

3. લોકોએ એકઠાં થવું નહીં

image source

જાહેર કાર્યક્રમો, મેળાવડા પર પ્રતિબંધ યથાવત છે તેથી લોકોએ મોટી સંખ્યામાં ક્યાંય એકત્ર થવું નહીં. લગ્નમાં 50 અને અંતિમ ક્રિયામાં 20 લોકોથી વધુ જોડાઈ શકશે નહીં.

4. જાહેરમાં થુંકવા પર દંડ

image source

કોઈપણ વ્યક્તિ જાહેર જગ્યાએ થુંકશે તો દંડ તેમજ સજા ફટકારવામાં આવશે.

5. કૈફી દ્રવ્યોનું સેવન

image source

દારુ, પાન, મસાલા, ગુટકા અને તમાકુ જેવા પદાર્થોનું જાહેરમાં સેવન કરવું પ્રતિબંધિત રહેશે.

6. વર્ક ફ્રોમ હોમ

image source

શક્ય હોય તે તમામ જગ્યાએ કર્મચારીઓ પાસેથી વર્ક ફ્રોમ હોમ કરાવવું. લોકોને ઓફિસમાં પણ વધારે સંખ્યામાં ન બોલાવવા.

7. રોટેશન સિસ્ટમ

image source

કાર્યાલય, દુકાનો જેવી જગ્યાઓએ કામ કરતાં લોકોને રોટેશન સિસ્ટમથી કામ કરવા બોલાવવા.

8. સ્ક્રીનિંગ અને હાઈજિન

image source

દરેક જગ્યાએ લોકોનું સ્ક્રીનિંગ થાય અને સ્વચ્છતા જળવાય તે વાતનું ધ્યાન રાખવું.

9. સેનિટાઈઝેશન

image source

જ્યાં વધારે લોકો એકત્ર થતા હોય ત્યાં નિયમિત રીતે સેનિટાઈઝેશન કરાવવું. શિફ્ટ બદલે અને અન્ય લોકો આવે તે પહેલા સેનિટાઈઝેશન કરાવવું.

10. સામાજિક અંતર

image source

કાર્યસ્થળ કે જાહેર જગ્યાઓએ લોકોએ એકબીજાથી સામાજિક અંતર જાળવવું ફરજિયાત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત