વાલી-વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર, જાણો ઓનલાઇન શિક્ષણ અને ફીની બાબતને લઇને આખરે શું લેવાયો નિર્ણય

હાલમાં ખાનગી સ્કૂલો દ્વારા કરવામાં આવેલા વિરોધને પગલે ગુજરાત હાઈકોર્ટે સ્કુલ માફીના પરિપત્રને લઈને ચુકાદો આપ્યો છે. જો કે કોર્ટે આપેલા ચુકાદામાં ફી માફી સિવાયના અન્ય મુદ્દાઓ યથાવત રાખ્યા છે. જો કે નિર્ણયના પગે સરકારે જાહેર કરવામાં આવેલો પરિપત્ર રદ કર્યો છે. આ સિવાય આ નિર્ણયને લઈને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે હાઇકોર્ટના આખરી ચુકાદાનો આવશ્યક અભ્યાસ કરીને પછી તેનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે.

શિક્ષણ મંત્રીએ કહ્યું કોર્ટના આદેશનું પાલન થશે

image source

હાઇકોર્ટના નિર્ણયને પગલે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આજ રોજ નામદાર હાઈકોર્ટ દ્વારા સરકાર, વાલી મંડળ અને સંચાલક મંડળને સાંભળીને વચગાળાનો આદેશ આપ્યો છે. આ આદેશમાં સરકારે જણાવ્યું છે કે શાળાઓ પોતાનો ઓનલાઈન અભ્યાસ ચાલે છે એમ ચાલુ રાખે. આ દરમિયાન હાઈકોર્ટે સરકારની ઓનલાઈન ભણાવવાની કામગીરીને પણ બિરદાવી છે અને વિસ્તૃત ચુકાદો બાકી રાખ્યો છે. આ અંગે જણાવતા હાઈકોર્ટ દ્વારા જણાવાયું છે કે શાળામાં ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેવું જોઈએ. આ ઉપરાંત એમણે જણાવ્યું હતું કે હાઈકોર્ટનો આ મુદ્દે વિસ્તૃત ચુકાદો આવે ત્યારબાદ આ ચુકાદાનો અભ્યાસ કરીને સરકાર દ્વારા હાઈકોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે.

ફી માફી સિવાયના અન્ય મુદાઓ યથાવત

image source

રાજ્યમાં ચાલી રહેલા ઓનલાઈન શિક્ષણ અને ખાનગી સ્કુલની ફી માફીના મુદ્દે સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પ્રમાણે ગુજરાત હાઈકોર્ટે સ્કુલ માફી અંગે આગાઉ જાહેર કરેલા પરિપત્રને આખરે રદ કર્યો છે. જો કે હાઇકોર્ટે પોતાના નવા નિર્ણયમાં પણ ફી માફી સિવાયના અન્ય મુદાઓ યથાવત રાખ્યા છે. જો કે કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે કોર્ટ થોડા દિવસમાં વિગતવાર હુકમ પણ જાહેર કરશે.

સમાધાન વ્યવહારિક રીતે થાય એ જરૂરી : હાઈકોર્ટ

image source

હાઇકોર્ટે વધુમાં જણાવ્યું છે કે સમાધાન વ્યવહારિક રીતે થાય એ જરૂરી છે. શાળા સંચાલકો પણ અમારી સામે છે એમનો કેસ લઈને, અમે નિર્દેશ આપીશું. જો કે ફી મામલે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલો પરિપત્ર હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો છે. પરિપત્રના અન્ય મુદ્દા કોર્ટે માન્ય રાખ્યા છે. તેમજ આ અંગે નિર્ણયમાં વચગાળાનો નિર્દેશ આપીને વિગતવાર હુકમ માટે કોર્ટે થોડોક સમય માંગ્યો છે. ત્યાર બાદ વિગતવાર હુકમ કોર્ટ દ્વારા જારી કરવામાં આવશે.

સંચાલકો કોઈ પણ જાતના નેગોસીએશન માટે તૈયાર ન થયા

image source

પક્ષકાર પક્ષના વકીલ રહિલ જૈન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકાર વાસ્તવિક શાળા શરુ ન થાય ત્યાં સુધી ફી વસુલવામાં ન આવે એવો ઠરાવ બહાર પાડી શકે નહિ. આ ઠરાવ કાયદાની વિરુદ્ધ હોવાથી શાળા સંચાલકો દ્વારા નામદાર કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જો કે આ સુનવણીમાં હાઈકોર્ટ દ્વારા શાળાના સંચાલકોને શિક્ષણ કાર્ય ચાલુ રાખવા જણાવવામાં આવ્યું છે, તેમજ વિશ્વાસ અપાવ્યો છે કે સંતુલન બનાવવા મુદ્દે હુકમમાં નોધ લેવાશે. કારણ કે વાલીઓની સમસ્યા અને શાળાઓના ખર્ચ વચ્ચે પણ સંતુલન જરૂરી છે. હાઈકોર્ટ દ્વારા આ મુદ્દે સંચાલકો સાથે પણ સંવાદ કરવામાં આવ્યો હતો પણ સંચાલકો કોઈ પણ જાતના નેગોસીએશન માટે તૈયાર થયા ન હતા.

ફી ભરવામાં સક્ષમ હોય એ વાલીઓ આગળ આવે

image source

આ નિર્ણયના સંદર્ભે શાળા સંચાલક મંડળના પ્રમુખ અજય પટેલે જણાવ્યું હતું કે, કોઈ પણ વાલીને તકલીફ હોય તો તે રૂબરૂ આવીને મળી શકે છે. ફી ઘટાડા અથવા ફી માફી સુધીના નિર્ણય પણ અમે જરુરીયાત જણાશે તો લઈશું. પણ જે વાલીઓ સક્ષમ છે એ ફી ભરવા બાબતે સામે આવે એ જરૂરી છે. જેથી કરીને શિક્ષકો અને શાળામાં રહેલા નોન શૈક્ષણિક સ્ટાફનો પગાર કરી શકાય. એ લોકોને પણ આજીવિકા મળે. જો કે વધારે માહિતી હાઈકોર્ટના નિયમો આવ્યા બાદ આપી શકાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત