ગભરાશો નહિં પણ સાવચેત રહો: અમદાવાદમાં થયો કોરોના વિસ્ફોટ, હોસ્પિટલો ઉભરાઈ રહી છે દર્દીઓથી, નહિ રાખો સાવચેતી તો….

દિવાળી તો આવી ને જતી રહી પણ દિવાળીબાદ અમદાવાદ શહેરમાં તો જાણે કોરોના કેસનો રાફડો ફાટી નીકળ્યો છે. હાલ શહેરમાં દરરોજ 200થી વધુ કોરોના કેસો સામે આવી રહ્યા છે. અને આ પૈકી મોટા ભાગના કોરોના દર્દીઓની હાલત ગંભીર હોય તેવું માલુમ પડ્યું છે. એવામાં અમદાવાદમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે એક ખૂબ જ સ્ફોટક સમાચાર વહેતા થઇ રહ્યા છે.

image source

સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ અમદાવાદમાં 1800 જેટલા ગંભીર કોરોના વાયરસના દર્દીઓને હોસ્પિટલને બદલે તેમના ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે. આ દર્દીઓને ઘરે જ આઇસોલેટ કરી રેમેડિસિવિરના ઇન્જેક્શન અપાયા હોવાની માહિતી મળી રહી છે.

image source

અમદાવાદમાં જ્યાં એક બાજુ કોરોના વાયરસના વધતા જતા કેસના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા છે તો બીજી બાજુ સરકારની આ કામગીરી પર ઘણા બધા સવાલ પણ ઉઠી રહ્યા છે. એવા સમયમાં અમદાવાદ મ્યુન્સીપલ કોર્પોરેશન (AMC) દ્વારા પણ કોવિડ હોસ્પિટલોમાં ખાલી રહેલા બેડની સંખ્યાની માહિતી આપવામાં આવતી હતી. જો કે છેલ્લા બે દિવસથી આ માહિતી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી રહી નથી.

image source

વધતા જતા કોરોના વાયરસના કેસ બાબતે એવું પણ કહેવમાં આવી રહ્યું છે કે, હવે અમદાવાદ શહેરમાં આવેલી બધી જ કોવિડ હોસ્પિટલો ઉભરાઇ ગઇ છે. અને એની સામે કોરોનાના કેસ દિવસેને દિવસે સતત વધી રહ્યા છે. જેના કારણે હોસ્પિટલમાં બેડના અભાવે કોરોના પોઝિટિવ દર્દીઓને એમના ઘરે જ આઇસોલેટ કરી યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે.

image source

હવે જો ગુજરાતમાં હાલના કોરોના વાયરસના એક્ટિવ કેસની વાત કરીએ તો હાલમાં 1,92,982 કોરોના કેસ રાજ્યમાં છે. અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપનારાની સંખ્યા 176475 છે. જ્યારે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 3830 લોકો કોરોના મહામારીમાં મોતને શરણે થયા છે. હાલના આંકડાની વાત કરીએ તો અમદાવાદમા ગઇ કાલે 230 કોરોના પોઝિટિવ કેસ આવ્યા હતા.

image source

તમને જણાવી દઈએ કે દિવાળી બાદ વધતા જતા કોરોના કેસના કારણે અમદાવાદ શહેરમાં રાત્રે 9થી સવારના 6 સુધી કરફ્યુનું એલાન કરી દેવામાં આવ્યું છે. અને આજથી લઈને સોમવાર સવાર સુધી અમદાવાદ શહેરમાં સંપૂર્ણ કરફ્યુની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. દૂધ, અનાજ અને દવાની દુકાન સિવાય કોઈપણ દુકાન ખોલી શકાશે નહીં. અને તંત્ર પણ આ કરફ્યુનું કડક રીતે પાલન થાય એવા પ્રયત્ન કરી રહ્યું છે. વધતા જતા કોરોના કેસ પર કાબુ મેળવવા માટે લદાયેલા આ કરફ્યુ અસરકારક નીવડશે કે કેમ એ તો હવે જોવું જ રહ્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત