Sanitizer Side Effects: સેનેટાઇઝરનો વધુ પડતો ઉપયોગ તમને પાડી દે છે બીમાર, જાણો આ 8 સાઇડ ઇફેક્ટ વિશે

કોરોના વાયરસ (Corona virus) સાથે લડાઈમાં સેનેટાઈઝરને એક હથિયારની જેમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ શું આપ જાણો છો જીવલેણ વાયરસનો ખતરો ઓછો કરનાર સેનેટાઈઝરના પણ કેટલાક સાઈડ ઈફેક્ટ (Sanitizer Side Effects) હોય છે. એનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી ના ફક્ત આપણી સ્કીન, ઉપરાંત શરીરના કેટલાક અંગો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. એટલા માટે ડોક્ટર્સ દ્વારા સેનેટાઈઝરને બદલે સાબુનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે આવો આપને જણાવીએ કે, સેનેટાઈઝર કેવી રીતે આપણા શરીર માટે નુકસાનકારક હોઈ શકે છે.

ડર્માટાઈટીસ કે પછી એગ્ઝેમાં:

image source

સીડીસીના જણાવ્યા મુજબ, સાબુથી ૨૦ સેકન્ડ સુધી હાથ ધોઈને આપ કોરોના વાયરસના ઇન્ફેકશનથી બચી શકો છો. ઈમરજન્સીમાં આપ આલ્કોહોલ યુક્ત સેનેટાઈઝરનો ઉપયોગ કરી શકો છો. પરંતુ એનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી ડર્માટાઈટીસ કે પછી એગ્ઝેમા એટલે કે, ત્વચામાં ખંજવાળ થવાની સમસ્યા વધી શકે છે. ડર્માટાઈટીસ કે પછી એગ્ઝેમાના કારણે સ્કીનમાં રેડનેસ, શુષ્કપણું અને ક્રેક થવાની મુશ્કેલીઓ વધતી જાય છે.

ફર્ટીલીટી:

image source

યુનીવર્સીટી ઓફ કેલિફોર્નિયાના ડોક્ટર ક્રિસ નોરીસ કહે છે કે, કેટલાક સેનેટાઈઝર આલ્કોહોલ યુક્ત હોય છે એમાં રહેલ એથિલ આલ્કોહોલ સેનેટાઈઝર એંટીસેપ્ટિક તરીકે કાર્ય કરે છે. જયારે કેટલાક નોન આલ્કોહોલ સેનેટાઈઝર પણ હોય છે. નોન અલ્કોહોલિક સેનેટાઈઝરમાં ટ્રાઈક્લોસન કે પછી ટ્રાઈક્લોકાર્બન જેવા એંટી બાયોટિક કમ્પાઉન્ડનો ઉપયોગ પણ થાય છે. ઘણા અભ્યાસના આ વાત સાબિત થઈ ગઈ છે કે, ટ્રાઈક્લોસનની ફર્ટીલીટી પર ખુબજ ખરાબ અસર પાસે છે.

હોર્મોન પર ખરાબ અસર:

FDAના જણાવ્યા મુજબ, નોન અલ્કોહોલિક સેનેટાઈઝરમાં રહેલ ટ્રાઈક્લોસન હોર્મોન સાથે સંબંધિત સમસ્યાઓ માટે પણ જવાબદાર થઈ શકે છે. શરીરમાં હોર્મોનના સંતુલન બગડવાથી કોઇપણ ગંભીર સમસ્યાને ટ્રિગર કરી શકે છે.

મેથાનોલથી નુકસાન:

image source

કેટલાક સેનેટાઈઝરમાં મેથનોલ નામનું ઝેરીલું કેમિકલ પણ મળી આવે છે જે મતલી, ઉલટી, ચક્કર, અનિદ્રા, ધૂંધળી દ્રષ્ટિ કે પછી આંધળાપણા જેવા કેટલાક ખતરનાક દુષ્પ્રભાવોનો ખતરો વધી શકે છે. એટલું જ નહી, આ આપની તંત્રિકા તંત્રને ખુબ જ નુકસાન પહોચે છે. એનાથી કોઈનો જીવ પણ જઈ શકે છે.

ઈમ્યુન સિસ્ટમ પર ખરાબ અસર:

image source

ટ્રાઈક્લોસન વ્યક્તિને બીમારીઓથી બચાવનાર ઈમ્યુન સિસ્ટમના ફંક્શન માટે પણ સારું હોતું છે નહી. નબળી ઈમ્યુન સિસ્ટમના કારણે બીમારીઓનો શિકાર થવાની સંભાવનાઓ ઘણી વધી જાય છે.

શરીરના વિકાસમાં વિઘ્ન:

હેંડ સેનેટાઈઝરને વધારે સુગંધીદાર બનાવવા માટે એમાં પ્થાલેટસ અને પૈરાબેંસ જેવા ઝેરીલા કેમિકલ્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પ્થાલેટસ એંડોક્રીન ડીસરપ્ટર્સ થાય છે એ વ્યક્તિના વિકાસ અને રીપ્રોડકશન પ્રક્રિયાને બાધિત કરે છે. જયારે પૈરાબેંસ આપણા હોર્મોન, ફર્ટીલીટી અને રીપ્રોડકટીવ ડેવલપમેન્ટ માટે નુકસાનકારક હોય છે.

એલ્કોહોલ પોઈઝનીંગ:

image source

સેનેટાઈઝરને વધારે અસરદાર બનાવવા માટે એમાં એલ્કોહોલનું પ્રમાણ વધારવામાં આવે છે. પરંતુ આખી દુનિયામાં એવા કેટલાક મામલાઓ સામે આવી ગયા છે જ્યાં સેનેટાઈઝરના કારણે ટીનેજર્સ એલ્કોહોલ પોઈઝનીંગના શિકાર થયા છે. એલ્કોહોલ પોઈઝનીંગ થયા પછી એમને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા.

સ્કીન સાથે સંબંધિત સમસ્યાઓ:

image source

હેંડ સેનેટાઈઝર એક એંટીસેપ્ટિક પ્રોડક્ટ છે. સ્કીનને કીટાણુઓથી બચાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. એથિલ કે પછી આઈસોપ્રોપિલ એલ્કોહોલ જેવા તત્વોની મદદથી તેને તૈયાર કરવામાં આવે છે. કદાચ આપને જાણ નહી હોઈ કે, સેનેટાઈઝરનો સતત ઉપયોગ કરવાથી સ્કીનમાં બળતરા, ડ્રાઈનેસની સમસ્યા વધી શકે છે. જો આપની ત્વચા અત્યંત સંવેદનશીલ છે તો તેને લઈને આપને ઘણી સાવધાની રાખવાની જરૂરીયાત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત