ઝાલાવાડમાં આજેય બિમાર બાળકોને લોખંડના ગરમ ઓજારથી એવા ડામ અપાય છે કે, જોઈને કમકમાટી ઉપડી જશે

ગુજરાત અને ભારતમાં ધર્માંધ પ્રજા ખુબ વસેલી છે. ત્યારે અનેક પ્રકારના રિવાજો અને અંધશ્રધ્ધા હજુ પણ આપણા પ્રદેશમાં ધમધમી રહી છે. તેના અનેક ઉદાહરણો અવાર નવાર સામે આવતા રહે છે. ત્યારે એક તરફ ગુજરાતે મેડિકલ ક્ષેત્રે સફળતાના શિખરો સર કર્યા છે પરંતુ બીજી તરફ કલંકરૂપ એવી ધગધગતા લોખંડના ઓજારથી ડામ દઇને બીમારી ભગાડવાની અથવા માતાજીને રીઝવવાની પ્રથા હજુ ક્યાં બંધ થઈ છે. હજુ એમ જ પિશાચી અખતરાથી કરવામાં આવી રહી છે. આજેય ઝાલાવાડમાં દાઝ્યાં પર ડામ દેતા હોય એમ ખેંચની બિમારીમાં બાળકને મસ્તિષ્કમાં પાણી ભરાયું હોય તો લોખંડના ગરમ ઓજારથી ધગધગતા “ડામ” અપાય છે અને અવારનવાર આવા કેસો સામે આવતા રહે છે. આજે પણ ભૂવાઓ અને ઊંટવૈદો દ્વારા ફુલ જેવા બાળકોને ગરમ સોય કે ધગધગતા સળિયાથી અત્યંત ક્રૂર રીતે ડામ દઇને માસુમ બાળકોના શરીર પર કદી ન ભૂસી શકાય તેવા ડાઘ પાડી દેવાની ખોફનાક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

image source

મળતી વિગત પ્રમાણે આ પ્રવૃતિમાં માસૂમ બાળકને મેનેજાઇટીસ થયો હોય તો માથા ઉપર ડામ દેવામાં આવે છે. તો આ બધા પાછળ વાસ્તવિકતા કંઈક એવી છે કે, ડામ દેવાની પ્રથા કલમ 324 અને 337 મુજબ ગુન્હો બને છે છતાં બેરોકટોક ચાલે છે. નવાઇની વાત તો એ છે કે, ગ્રામ્ય પથંકમાં આ ડામને “ટાઢા” (ઠંડા) કહીને બોલાવવામાં આવે છે અને અવાર નવાર આવા કેસો સામે આવતા રહે છે.

image source

જો આપણે અમુક સમય પહેલાની વાત કરીએ તો એ સમયમાં ગાંધીધામના વાગડ પથંકમાં કોળી, મુસ્લિમ અને માધલારી ( રબારી-ભરવાડ ) સહિતના અન્ય પછાત સમાજમાં બાળકોને વિવિધ બિમારીઓમાં ડામ આપીને બિમારી ભગાડવાનું દૂષણ ખુબ હતુ. પણ હવે આ વિશે વાત કરતાં ડો.રાજેશ માહેશ્વરી, બાળ રોગ નિષ્ણાત (ગાંધીધામ) એવું કહે છે કે, અમે આ પ્રથા ડામવા ડામ વિરોધી અભિયાન ચલાવતા દશ વર્ષે હવે કચ્છ પ્રદેશમાં આ પ્રથા નાબુદ થઇ છે. પણ તાજેતરમાં વાગડ પથંકના 3 બાળકોને ઝાલાવાડ અને વઢિયાર પથંકમાં ડામ અપાયા હોવાની વિગતો સામે આવી હતી. પાટડી પથંકની હમણા જ મેં લીધેલી મુલાકાતમાં આવા ચોંકાવનાર‍ કિસ્સાઓ સામે આવ્યા હતા. તો અમે આ પાશવી પ્રથાને ડામવા કચ્છ તો શું ગુજરાતનાં ગમે તે ખૂણે જવા તૈયાર અને આતુર છીએ.

image source

આ સિવાય જો વાત કરવામાં આવે તો માલધારી સમાજના એક અધિકારીએ નામ ન આપવાની શરતે સમગ્ર ઘટના વિશે વાત કરી હતી કે, આજેય માસુમના શરીરે ગરમ ડામ અપાયા બાદ તબીયત લથડે તો ડોક્ટર પાસે લઈ જવો પડે છે. માસુમના શરીર પર આ ડાઘ જીવનભરનો કલંક બની જાય છે. રણકાંઠા વિસ્તારમાં ગાય કે ભેંસને પેટમાં આફરો કે ચૂંક સહિતની કોઇ બિમારી હોય તો પશુઓને પણ ડામ આપવાની પ્રથા છે તો પછી માણસની વાત તો દુર જ રહી. તેમજ એવું કહેવાય છે કે ધગધગતો લોખંડનો ગરમ સળિયો, ખીલીની પાછળનો ભાગ, લોહનો વાયર કે ગોળ લોખંડની વીંટી (રીંગ)ને ખુબ ગરમ કરીને રોગના આધારે બાળકના શરીરના વિવિધ ભાગો પર મૂકવામાં આવે છે. અને ભૂવાઓ અને ઊંટવૈદો દ્વારા બાંયધરી પણ આપવામાં આવે છે કે, આ ડામના ઘા પાકશે પછી અંદરની બિમારી મટશે ત્યાં સુધી ધીરજ રાખો. લોકો રાજી પણ થઈ જાય છે અને ડામ અપાવતા રહે છે

પણ જો કયો રોગ હોય તો ક્યાં ડામ આપવો એના વિશે વિસ્તારથી વાત કરીએ તો…

image source

કપાળ (ભાલ પ્રદેશ)માં – ખેંચ હોય કે મગજનો તાવ હોય ત્યારે માથાના કપાળ પર ડામ અપાય છે. એ જ રીતે ગળાના પાછળના ભાગે – કૂપોષણ કે ક્ષયરોગમાં બાળક દૂબળું પડી જાય ત્યારે ગરદનની પાછળના ભાગમાં રીંગ શેપમાં ડામ આપવામાં આવે છે. આ સાથે જ ન્યુમોનિયા કે ફેફસામાં કોઇ પણ ચેપ હોય ત્યારે છાતીના ભાગે ડામ અપાય છે. મેલેરિયા, ટાઇફોઇડ કે અન્ય રોગ જેમાં લિવર કે બરોળની સાઇઝ મોટી હોય ત્યારે છાતીના નીચેના ભાગમાં જમણી બાજુ લિવર પર ડામ અપાય છે. બાળકને કમળો થયો હોય ત્યારે એને પેટના ભાગે ડાબી બાજુ ડામ અપાય છે. અને સૌથી ખતરનાક વાત કરવામાં આવે તો બાળકના ગુપ્તાંગ પર એટલે કે વૃષણ પ્રદેશમાં સારણગાંઠ હોય ત્યારે ગુપ્તાંગ પર પણ ડામ આપવામાં આ લોકો ખચકાટ અનુભવતા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત