શાહરુખ જેમાં તૈયાર થાય છે એ વેનિટીવેનની કિંમત જાણીને ઉડી જશે હોંશ, આ ફેમસ ડિઝાઇનરે કરી છે તૈયાર, જાણો અંદર શું છે ફેસિલિટી

બોલિવૂડમાં બાદશાહ નામથી પ્રખ્યાત શાહરુખ ખાન તાજેતરમાં તેની વેનિટી વૈનના કારણે ચર્ચામાં છે. શાહરુખ ખાન પાસે જે વેનિટી છે તે કોઈ રાજમહેલથી કમ નથી. શાહરુખ પાસે આમ તો લગ્જરી કારનો ખજાનો છે. તેની પાસે રોલ્સ રોય, ફેટમ, બુગાટી, ઓડી એ6 અને ક્રેટા જેવી એસયુવી ગાડીઓની ભરમાર છે પરંતુ આ તમામમાં તેની વેનિટી વૈન ખાસ છે. આ વેનિટીની અવારનવાર ચર્ચા થાય છે. તો ચાલો આજે જાણી જ લઈએ કે શા માટે શાહરુખની વેનિટી વેનની આટલી ચર્ચા થાય છે.

image source

એક રિપોર્ટ અનુસાર શાહરુખ ખાનની વેનિટી વેન સામાન્ય વેનિટી વેન કરતાં મોટી છે. આ સાથે જ આ વેનિટી વેનને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે તે પાર્ક થયા પછી જગ્યા અનુસાર તેની સાઈઝ વધારી શકે છે. જેનાથી શાહરુખ ખાનને વેનિટી વેનની અંદર વધારે સ્પેસ મળી શકે. જો વેનિટીના ઈંટિરિયરની વાત કરીએ તો તેમાં નીચેનો ભાગ કાંચથી બનેલો છે અને બેકલિટ પણ છે. સાથે જ વેનને આઈપેડથી ઓપરેટ કરી શકાય છે.

image source

શાહરુખ ખાનની આ વેન વોલ્વો બીઆર 9 મોડલ છે. જેને પ્રખ્યાત વૈન ડિઝાઈનર દિલીપ છાબરીયાએ ખાસ શાહરુખ ખાન માટે જ ડિઝાઈન કરી છે. તમને જણાવી દઈએ કે દિલીપે શાહરુખ ઉપરાંત બોલિવૂડ અને સાઉથના અનેક સ્ટાર્સની વેનિટી વેન પણ ડિઝાઈન કરી છે. તેમણે શાહરુખની વેનિટી વેનના લુકને શાનદાર બનાવવામાં પણ કોઈ કસર છોડી નથી.

image source

દિલીપે શાહરુખ ખાનની દરેક જરૂરીયાતને સમજી અને આ વેનિટી વેન ડિઝાઈન કરી છે. શાહરુખ આ વેનિટીમાં હોય તો તેને જરૂરી તમામ ફેસેલિટી મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ વેનિટી વેનમાં પેંટ્રી સેક્શન, એક વોર્ડરોબ સેકશન, એક ખાસ મેકઅપ ચેર અને એક અલગ ટોયલેટ ક્યૂબિકલ આપવામાં આવ્યું છે.

image source

આ વેનિટીમાં એક ઈનબિલ્ટ શાવર, મોટી ફ્લેટ સ્ક્રીન સાથે ટીવી પણ આપવામાં આવ્યું છે. ટુંકમાં શાહરુખ ખાનની આ વેનિટી વેન કોઈ મહેલ કરતા કમ નથી. જ્યારે તે તેમાં હોય છે ત્યારે તેને કોઈ વસ્તુની ખામી રહેતી નથી. શાહરુખ ખાનની વેનિટી વેનની કીંમતની વાત કરીએ તો તેની કીંમત 4 કરોડ રૂપિયા છે. આ વેનિટી વેનની સાઈઝનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સ્વરા ભાસ્કરે તેને 1બીએચકેનો ફ્લેટ કહ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!