શું તમે જાણો છો આ વ્યક્તિને, કે જેઓ જાણે છે સુશાંતની આત્મહત્યા પાછળનુ કારણ

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનું કારણ આ વ્યક્તિ જાણે છે

image source

બોલીવૂડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદની પોલીસ તપાસ ખૂબજ ઝડપથી આગળ વધારાઈ રહી છે. અને દીવસે ને દીવસે આ કેસમાં નવી નવી બાબતો જાણવા મળી રહી છે. તાજેતરમાં તેણીની પૂર્વ ગર્લફ્રેન્ડની સઘન પુછ પરછ કરવામાં આવી હતી. જો કે બોલીવૂડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા મોટા માથાઓએ પણ સુશાંત સિંહ રાજપૂતની માનસિક સ્થિતિ વિષે ઘણા રહસ્યો ખોલ્યા હતા.

જાણીતા દીગદર્શક શેખર કપૂરે સુશાંતના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર સુશાંતને શ્રદ્ધાંજલી આપતા લખ્યુ હતું, ‘સુશાંતની આત્મહત્યા ખૂબ જ પીડાદાયક છે, હું તે પીડા અનુભવી રહ્યો છું જેમાંથી તું પસાર થઈ રહ્યો હતો અને તે લોકો વિષે પણ જાણું છું જેમણે તને નબળો પાડી દીધો હતો અને એક સમયે તેમના કારણે તે મારા ખભા પર માથુ ઢાળીને આંસુ પણ વહાવ્યા હતા. કાશ છેલ્લા છ મહિના હું તારી સાથે રહ્યો હોત. કાશ તે મારો સંપર્ક કર્યો હોત. જે કંઈ તારી સાથે થયું તે તેમના કર્મો હતા તારા નહીં.’

image source

તેમણે એ પણ જણાવ્યું હતું કે સુશાંત સાથે જે કંઈ થયું તેની પાછળના ગુનેગારોને તે જાણે છે. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત અને શેખર કપૂર ફિલ્મ પાનીમાં એક સાથે કામ કરવાના હતા અને તે માટે સુશાંતે ખૂબ તૈયારીઓ પણ કરી રાખી હતી. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મની સત્તાવાર જાહેરાત પણ કરવામા આવી હતી. પણ કોઈક અજાણ્યા કારણોસર યશરાજ બેનરે આ ફિલ્મ નહીં કરવાનો નિર્ણય લીધો અને ફીલ્મ પાછી માળિયા પર ધકેલાઈ ગઈ હતી. જો કે શેખર કપૂરની પહેલી પસંદ આ ફિલ્મ માટે રિતિક રોશન હતા.

image source

પણ રિતિકના આશુતોષ ગોવારિકરના મેંજોદારોના કારણે રિતિક આ ફિલ્મ સાથે ન જોડાઈ શક્યો. શેખર કપૂર આ ઉપરાંત એક હોલીવૂડ સ્ટારને પણ આ ફિલ્મમાં કાસ્ટ કરવા માગતા હતા. અને છેવટે તેમણે પ્રતિભાશાળી સુશાંત સિંહરાજપૂત પર પોતાની પસંદગી ઉતારી હતી. તેમણે જણાવ્યું હતું કે સુશાંતે પાની ફિલ્મ માટે ખૂબ મહેનત કરી હતી. પણ જ્યારે યશરાજ બેનર દ્વારા આ ફિલ્મથી હાથ ખેંચી લેવામાં આવ્યા ત્યારે તે ભારે દુઃખી થયો હતો.

image source

સુશાંતની આત્મહત્યા પાછળ સગાવાદ તેમજ જૂથવાદને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. અને તેને લઈને લોકો કરણ જોહર, આલિયા ભટ્ટ, સોનમ કપૂર વિગેરેને સોશિયલ મિડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. અનને તેના કારણે આ સ્ટાર્સના સોશિયલ મિડિયા ફોલોઅર્સની સંખ્યામાં પણ ભારે ઘટાડો થયો છે. કંગના રનૌતે તે બાબતે એક વિડયો પણ શેર કરી હતી જેમાં તેણીએ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ માટે નેપોટીઝમને જવાબદાર ગણાવ્યું હતું.

સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં કરણ જોહર, એકતા કપૂર તેમજ સલમાન ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે જેને લઈ સલમાન ખાનના ફેન્સ ભારે ગુસ્સે ભરાયા છે જેમને શાંત પાડવા માટે સલમાને પોતાના સોશિયલ મિડયા અકાઉન્ટ પર તેમને અરજ કરવી પડી હતી કે તેમણે એટલે કે સલમાનના ફેન્સે સુશાંતના ફેન્સને સપોર્ટ કરવો જોઈએ નહીં કે તેમનો વિરોધ કરવો જોઈએ.

image source

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના સમાચાર બાદ કરણે સુશાંતના મૃત્યુ બદલ દુઃખ વ્યક્ત કરતી એક લાંબી પોસ્ટ પણ પોતાના સોશિય મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી. જેમાં તેણે અફસોસ વ્યક્ત કર્યો હતો કે તે સુશાંતના સંપર્કમાં નહોતો રહી શક્યો. ત્યાર બાદ કરણે કાન્સેલિંગ માટેના એક પ્રોગ્રામની પેરવી પણ શરૂ કરી છે.

નેપોટીઝમ એટલે કે પરિવારવાદ કે સગાવાદ કે જૂથવાદના આ વિવાદમાં બબિતા ફોગાટે પણ પોતાનો દ્રષ્ટિકેણ ખૂબ જ ઉગ્ર રીતે વ્યક્ત કરતા જણાવ્યું છે. કે બોલીવૂડના ત્રણ-ચાર પરિવારે તેને કબજામા લઈ લીધું છે. અને હવે બોલીવૂડને તેમાંથી બહાર કાઢવાની જરૂર છે. દેશના લોકોએ તે બાબતે એક થઈ જવાની જરૂર છે અને ભાઈ-ભત્રીજાવાદને ખતમ કરવામાં આવે. આમ કરીને તેણી સુશાંતને ન્યાય આપવાની અરજ કરી રહી છે.

 image source

સુશાંતની આત્મહત્યા બાદ સોશિયલ મિડિયા પર લોકો તે દરેક કલાકારો કે જેઓ નેપોટીઝમની પેદાઈશ છે તેને ટ્રોલ કરવાનું ચૂકતા નથી. અને સોનાક્ષી સિન્હા આ નકારાત્મકતાને સહન નથી કરી શકતી માટે તેણીએ ટ્વીટર પણ છોડી દીધું છે. તો વળી સોનમ કપૂરે પણ નકારાત્મક અને ઉગ્ર કમેન્ટ્સથી દૂર રહેવા માટે પોતાનું કોમેન્ટ સેક્શન પણ બંધ કરી દીધું છે.

image source

હાલ ટ્વીટર પર બોયકોટ બોલિવૂડ ટ્રેન્ડ કરી રહ્યું છે. તેમજ કરણ જોહર, આલિયા ભટ્ટને પણ ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. બોયકોટ કરણ જોહર્સ ફિલ્મ્સ, બોયકોટ સ્ટાર કિડ્સ વિગેરેનો પણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સુશાંત સિંહના પિતાની સ્થિતિ દીકરાના સમાચાર સાંભળીને કથળી ગઈ હતી પણ હવે જ્યારે તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે ત્યારે તેમણે સીબીઆઈ તપાસની માંગ કરી છે. અને તેમણે જણાવ્યું હતું કે તેમની દીકરા સાથે તેના મૃત્યુના બે કલાક પહેલા જ વાત થઈ હતી, ત્યારે તેણે આત્મહત્યા જેવી કોઈ વાત નહોતી કરી. તો બીજી બાજુ સુશાંત સિંહના મામાએ પણ તે આત્મહત્યા નહીં હોઈને હત્યા હોવાનો દાવો કર્યો હતો અને સુશાંત માટે ન્યાયની માંગ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત