અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં લાગી ભયંકર આગ, કોવિડ દર્દીઓના કરુણ મોત, જાણો પરિરવાજનોં શું કહ્યું…

અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં લાગી ભયંકર આગ – કોવિડ દર્દીઓના કરુણ મોત – દર્દીઓના સગા સંબંધીઓનો ગંભીર આરોપ

2020નું વર્ષ પોતાની સાથે આફતોના પહાડ લઈને આવ્યું છે. એક પછી એક આફતો સર્જાયા જ કરે છે. કોરોના વાયરસની મહામારી ચાલી જ રહી છે ત્યાં, ભારતના કેટલાક રાજ્યોમાં ભયંકર પૂર પણ આવ્યા છે, તો વળી ગઈકાલે રાત્રે જ અમદાવાદમાં કોવિડ પેશન્ટ્સ માટે ફાળવવામા આવેલી હોસ્પિટલમા ભયંકર આગ લાગી હતી. જેમાં કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુ થયા છે.

image source

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ પેશન્ટ્સ માટે ફાળવામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ગઈ કાલે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. અને આ દુર્ઘટનામાં ભારે ભયંકર માહોલ સર્જાયો હતો. તમને એ જાણીને ખૂબ જ દુઃખ થશે કે આ આગમાં હોસ્પિટલના આઈસીયુમાં દાખલ 8 કોરોના દર્દીઓના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 35 દર્દીઓને તાત્કાલીક બીજી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે.

image source

આઈસીયુમાં દાખલ 5 પુરુષ અને 3 મહિલાઓ બળીને ભડથુ થઈ ગયા છે. તે ઉપરાંત અહીં હાજર એક પેરામેડિકલ સ્ટાફ પણ કેટલાક અંશે બળી ગયો છે અને તેને તાત્કાલિક વી.એસ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે.

image source

મૃતકોના પરિવારજનોએ હોસ્પિટલ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનો આરોપ છે કે આટલી ગંભીર ઘટના હોસ્પિટલમા ઘટી ગઈ તેમ છતાં તેમને કોઈ જ માહિતી આપવામા નહોતી આવી. જ્યારે તેમણે મિડિયા પર આ આગના સમાચાર સાંભળ્યા ત્યારે તેમને ખબર પડી કે હોસ્પિટલમા આવી ગોઝારી ઘટના ઘટી ગઈ છે. અને તેમને હજુ સુધી સંપૂર્ણ માહિતી નહીં આપીને માહિતી છુપાવવામાં આવી હોવાનો આરોપ પણ મુક્યો છે.

image source

જેવી જ આ ઘટનાની જાણ હોસ્પિટલમાં દાખલ 41 દર્દીઓના પરિવારજનોને થઈ કે તરત જ તેઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. તેમ છતાં હોસ્પિટલના મેનેજમેન્ટે તેમને કોઈ માહિતી આપવી જરૂરી નહોતી સમજી અને આ કારણે પણ પરિવારજનો ખુબ જ પરેશાન અને ગુસ્સે છે.

પરિવારજનોએ એવી પણ ફરિયાદ કરી છે કે હોસ્પિટલમાંથી રૂપિયા ઉઘરાવતા ફોન આવ્યા છે પણ તેમના આગ બાબતે પ્રિયજનોની સ્થિતિની માહિતી આપતા કોઈ જ ફોન નથી આવતા. કેટલાક પરિવારજનોનું તો એવું પણ કહેવું છે કે થોડા દિવસ પહેલાં જ તેમની પાસેથી 5 લાખનું બીલ વસુલવામાં આવ્યું છે. માત્ર આ બિલ માટે જ હોસ્પિટલમાંથી ફોન આવતા હોય છે, પણ જ્યારે દર્દી વિષે પુછવામા આવે ત્યારે હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી કોઈ જ જાણકારી મળતી નથી.

image source

આટલી ગંભીર ઘટના ઘટી ગઈ તેમ છતાં હોસ્પિટલ મેનેજમેન્ટને દર્દીઓના પરિવારજનોને જાણ કરવાની પણ જરૂર ન લાગી. પરિવારજનો જ્યારે સવારે ઉઠીને ટીવીમાં સમાચાર જુએ છે ત્યારે તેમને હોસ્પિટલમાં ભયંકર આગ લાગી હોવાના સમાચાર મળે છે કે તેમના સ્વજનો તો બીચારા આગમાં ભડથુ થઈ ગયા છે.

તો વળી કેટલાક દર્દીઓના પરિવારજનોનું એવું કહેવું છે હોસ્પિટલ મેનેજમેન્ટ મૂળ હકિકત છૂપાવી રહી છે, તેમનું કહેવું છે કે દર્દીઓનું આગથી નહીં પણ ઓક્સિજનના અભાવે મૃત્યુ થયું છે. કેટલાક લોકોનું તો એવું પણ કહેવું છે કે હોસ્પિટલના સ્ટાફને કશું જ ન થયું અને માત્ર દર્દીઓને જ થયું છે. આ તો હોસ્પિટલની મોટી બેદરકારી તરફ જ ઇશારો કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત