વેક્સિન લીધા પછી શું ખાવુ અને શું પીવું એ વાતને લઈ તૈયાર થયો આખો રિપોર્ટ, જાણી લો નહીંતર ભેરવાઈ જશો

દેશમા રસીકરણની પ્રક્રિયા ચાલુ છે. એક પછી એક ઉમરના લોકોને હવે રસી અપાઈ રહી છે. આ વચ્ચે ગુરુવારથી 1 જાન્યુઆરી 1977 સુધી દેશમાં જન્મેલા બધાને કોવિડ -19 રસી આપવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. બુધવાર સુધીમાં કુલ 6.4 કરોડ લોકોએ રસીનો ડોઝ લઈ લીધો હોવાનું જાણવાં મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ આ રસી લેનારા તે લોકો હતા કે જે આરોગ્ય કાર્યકર છે અથવા જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે. આ સિવાય એવા લોકો જેમની ઉંમર 45 વર્ષથી 60 વર્ષની વચ્ચે છે અને તેઓ કોઈ રોગથી પીડિત હોય તો તેમને રસી આપી દેવામાં આવી છે. હવે ગુરુવારથી 45 વર્ષથી ઉપરની ઉમરના દરેક નાગરિક માટે હવે રસીકરણ માટેનો માર્ગ ખુલ્લો કરી દેવામાં આવ્યો છે.

image source

આ સાથે હવે ઘણા લોકોને રસી પછી ખોરાકમાં શું લેવાનું ટાળવું જોઈએ તે અંગે વધુ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ઉદાહરણ તરીકે જેઓ ધૂમ્રપાન કરે છે અથવા દારૂ પીવે છે અથવા તો નોન-વેજ ફૂડ ખાવાના શોખીન છે તેમને થોડા દિવસો સુધી કઈ કઈ બાબતોની વિશેષ કાળજી લેવી પડશે. રસીકરણની પ્રક્રિયા ચાલુ થયા બાદ વૈજ્ઞાનિકોનો કે તબીબોની કોઈ સલાહ વગર ઘણાં દાવાઓ થઈ રહ્યાં છે. જેથી હવે આ અંગે સરકાર દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.

હાલમાં ન્યુ ઈન્ડિયન એક્સપ્રેસનાં એક રિપોર્ટમાં આ બાબતે માહિતી અપાઈ હતી. આ રિપોર્ટમાં રસીને લઈને લોકોના મનમાં ઉદ્ભવતા આ પ્રશ્નોના જવાબો શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવા દાવાઓ અને અફવાઓ વચ્ચે કેટલાક લોકોના મનમાં ગેરસમજો પણ જોવા મળી છે. જેમ કે 60 વર્ષના ખેડૂત રાજેન્દ્ર જેણે તમિલનાડુના ચેંગલપટ્ટુના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસીનો પહેલો ડોઝ લીધો છે. તેણે કહ્યું કે તેમને બીજા ડોઝના એક અઠવાડિયા પહેલાં જ કેન્દ્રમાં દારૂ ન પીવાની સલાહ આપવામાં આવી હતી. તેમની સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું છે કે ‘મને કહેવામાં આવ્યું હતું કે જો હું દારૂ લઈશ તો રસી પોતાનું કામ નહીં કરે’

image source

આવો જ એક કિસ્સો ચેન્નાઇમાં પણ સામે આવ્યો છે. અહી કલ્યાણના એક પત્રકારે દાવો કર્યો છે કે નર્સે તેમને કહ્યું કે રસી લીધા પછી 48 કલાક સુધી તેણે દારૂ પીવાનું અને ધૂમ્રપાન કરવાનું ટાળવું જોઈએ. આ સાથે માંસ ખાવાનું પણ થોડો સમય બંધ કરવું જોઈએ. આ સિવાય એક મોટી ખાનગી હોસ્પિટલમાં તેના મિત્રને સલાહ આપવામાં આવી હતી કે તેણે એક અઠવાડિયા સુધી દારૂ પીવો કે નોન-વેજ ખાવાનું ટાળવું જોઈએ.

આ બધી વાતો વચ્ચે લોકો મુંજવણમાં છે. આખરે સવાલ એ છે કે શું આ દાવા તથ્યો અને કોઈપણ સંશોધન પર આધારિત છે ખરા? મળતી માહિતી મુજબ સરકાર દ્વારા આવી કોઈ સલાહ આપવામાં આવી નથી. સૌથી મોટી વાત એ છે કે સરકાર દ્વારા અત્યાર સુધી ખાવા પીવા પર કોઈ પ્રતિબંધની સલાહ આપવામાં જ આવી નથી. તમિલનાડુના આરોગ્ય સચિવ જે. રાધાકૃષ્ણનના જણાવ્યા અનુસાર, “ત્યાં આ બાબતે એવો કોઈ પ્રમાણભૂત અભ્યાસ વૈજ્ઞાનિકો દ્વારા થયો નથી કે જે સૂચવે છે કે નોન-વેજ ફૂડ ખાવાથી રસી બિનઅસરકારક બની જાય છે.”

image source

તેમણે વધારે વાત કરતાં જણાવ્યું હતું કે લોકોને રસી લીધા પછી માંસલ ખાવાનું છોડવાની કોઈ જરૂર નથી. ‘ આ સાથે જ કોઈ વૈજ્ઞાનિક અભ્યાસ એવો થયો નથી કે જેમાં કહેવામાં આવ્યું હોય કે દારૂ પીવાના અથવા ધૂમ્રપાન કરવાના કારણે રસીકરણ પર કોઈ અસર પડે છે. આ બાબતે ડોક્ટરો દ્વારા મળતી માહિતી મુજબ રસીકરણ બાદ તેની ખુશીમાં ઉછળીને લોકોએ દારૂ પીવે તેવું ન કરવું જોઈએ. આનું કારણ એ છે કે રસીકરણ પછી લોકોમાં સામાન્ય રીતે સામાન્ય ફલૂ અથવા તાવ, શરદી, માથાનો દુખાવો અને ઉલટી જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. આવી સ્થિતિમાં દારૂ પીવાથી સ્વાસ્થ્ય ખરાબ થવાની શક્યતા છે.

વરિષ્ઠ રોગચાળાના નિષ્ણાત અને કોવિડ -19 સામેના રાજ્યના વિશેષ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. પી. કુગનાન્થમના જણાવ્યા અનુસાર “આલ્કોહોલ શરીરની રોગપ્રતિકારક શક્તિને હાનીકારક અસર કરે છે અને વધારે આલ્કોહોલ પીવાથી રસી પણ કામ કરી શકશે નહીં. ‘ તેમણે સૂચન કર્યું છે કે ‘જો કોઈ વ્યક્તિ રસી લેવાનાં એક અઠવાડિયા પહેલાં દારૂ પીતા અને ધૂમ્રપાન ન કરે તો તે તેમનાં સ્વાસ્થય માટે વધુ સારું રહેશે.’ આમ આ બાબતોની સાવચેતી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

image source

ધૂમ્રપાન સાથે પણ આવી જ હાનીકારક અસર થવાની સંભાવનાઓ છે. ધૂમ્રપાન પણ રસીની અસરમાં ઘટાડો કરી શકે છે. જો કે આ બાબતે કોઈ નિષ્ણાંત કે વૈજ્ઞાનિકો દ્વારા અપાયેલી કોઇ માહિતી ઉપલબ્ધ નથી. એમ પણ કહેવામાં આવ્યું છે કે કોવિડ -19નો ચેપ ધૂમ્રપાન કરનારાઓ માટે વધુ હાનિકારક સાબિત થઈ શકે છે. આ બાબતે ડો.કુગનાન્થામના મત મુજબ રસી લેતા પહેલા અને પછી પણ થોડી સાવચેતી રાખવી જ જોઇએ.

તેઓ કહે છે, ‘જે લોકો સ્ટીરોઇડ્સ અને બ્લડ થીનર સાથે સંકળાયેલા હોય છે તેઓએ વધુ આડઅસર ન થાય તે માટે રસીકરણના બે દિવસ પહેલા અને પછી આ પ્રકારની દવાઓ લેવાનું ટાળવું જોઈએ. જો કોઈને રસી પહેલાં વધુ આઘાત થયો હોય તો તેણે ડોક્ટરોને આ વિશે માહિતી પહેલાથી જ આપવી જોઈએ અને વધુ કાળજી લેવી જોઈએ.

તેમણે આ બાબતે વધારે વાત કરતા કહ્યું છે કે રસી લીધા પછી સૌથી અગત્યની બાબત એ છે કે માસ્ક પહેરીને રાખવું જોઈએ. પહેલાની જેમ સામાજિક અંતરને અનુસરવું જોઈએ. આ સાથે જ્યાં ત્યાં સપાટીઓને સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ અને હાથની સ્વચ્છતાની કાળજી લેતી રહેવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *