Smriti Iraniનું ગજબનું ટ્રાન્સફોર્મેશન, જે જોઈને લોકો મોઢામાં આંગળા નાખી ગયા, જોઇ લો તસવીરોમાં તમે પણ
ફેટ થી ફિટ થઈ સ્મૃતિ ઈરાની, લેટેસ્ટ ફોટામાં સ્મૃતિનું જબરદસ્ત બોડી ટ્રાન્સફોર્મેશન જોઈને ફેન્સ ચોંકી ગયા.
ટીવીની ફેવરિટ વહુથી લઈને કેન્દ્રીય મંત્રી સુધીનો ખૂબ જ સફળ સફર કરનારી સ્મૃતિ ઈરાની આજકાલ એક અલગ જ કારણે ચર્ચામાં છે. એમના લેટેસ્ટ ફોટામાં એમનું બોડી ટ્રાન્સફોર્મેશને બધાને ચોંકાવી દીધા છે અને લાંબા સમય પછી એમના ફિટ લુકને જોઈને ફેન્સ એમને કોમ્પ્લીમેન્ટ આપી રહ્યા છે.
વાત જાણે એમ છે કે સ્મૃતિ ઇરાણીનો એક ફોટો સામે આવ્યો છે જેમાં એ પહેલાં કરતા ખૂબ જ ફિટ અને સ્માર્ટ લાગી રહી છે. આ ફોટો ટીવી એકટર અને હોસ્ટ મનીષ પોલે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
મનીષ પોલ હાલમાં જ સ્મૃતિ ઈરાનીને મળવા એમના ઘરે ગયા હતા. આ મુલાકાત પછી મનીષે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા ફોટા શેર કર્યા છે જે પોસ્ટ થતા જ વાયરલ થઈ ગયા. આ ફોટામાં સ્મૃતિ ઇરાણીનો નવો લુક જોઈને યુઝર્સ ચોંકી ગયા છે.
આ ફોટામાં સ્મૃતિ પહેલા કરતા સ્લિમ લાગી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે લોકડાઉન દરમિયાન સ્મૃતિએ પોતાના ટ્રાન્સફોર્મેશન પર ફોક્સ કર્યું અને એની અસર ચોખ્ખી દેખાઈ રહી છે.
મનીષ પોલે ઇન્સ્ટાગ્રામ પર આ ફોટા શેર કરતા ખૂબ જ મજેદાર કેપ્સન આપ્યું છે. એમને લખ્યું કે એક કપ ઉકાળો પીવડાવવા માટે સ્મૃતિ મેડમનો ધન્યવાદ. શુ સમય આવી ગયો છે. ચાને બદલે ઉકાળો પીવા લાગ્યા છે, પણ મને આમંત્રણ આપવા માટે ધન્યવાદ. આ ફોટો ક્લિક કરવા માટે માસ્કને હટાવી દેવામાં આવ્યું હતું. બધાને પ્રેમ, સ્પ્રેડ લવ. મનીષના આ ફોટા પર ફેન્સ ખૂબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે ટીવીની વહુથી કેન્દ્રીય મંત્રી બન્યા પછી સ્મૃતિ ઈરાનીએ ઘણું વજન વધારી દીધું હતું. સ્મૃતિ ઘણીવાર ખુલ્લા મનથી પોતાના વધેલા વજનનો મજાક ઉડાવી ચુકી છે અને મજેદાર મીમ પણ શેર કરી ચુકી છે.
થોડા સમય પહેલા સ્મૃતિ ઈરાનીએ પોતાની એક્ટિંગ સમયનો ફોટો અને લેટેસ્ટ ફોટો શેર કરતા લખ્યું હતું કે શુંથી શુ થઈ ગયું જોતજોતામાં. એ સિવાય ગયા વર્ષે એમને એક ફની પોસ્ટ શેર કરી હતી જેમાં એમને લખ્યું હતું કે આજે મેં 5 વર્ષ જુના કપડાં પહેરવાની કોશિશ કરી અને તમને વિશ્વાસ નહિ થાય હું એમાં ફિટ પણ થઈ ગઈ. એ વાત અલગ છે કે એ મારું 5 વર્ષ જૂનું સ્કાર્ફ હતું.
પોતાના જ વધેલા વજનનો આ રીતે મજાક બનાવવો એમના ફેન્સને ખૂબ પસંદ આવે છે. પણ હવે લેટેસ્ટ ફોટામાં સ્મૃતિ ખૂબ જ ફિટ દેખાઈ રહી છે.
આમ તો સોશિયલ મીડિયા પર સ્મૃતિ ઇરાણીના થોડા મહિના પહેલાનો ફોટો જોઈએ તો ચોખ્ખી ખબર પડે છે કે સ્મૃતિજી એ લોકડાઉન દરમિયાન વેટલોસ પર ફોક્સ કરતી રહી છે અને એમનું લેટેસ્ટ ટ્રાન્સફોર્મેશન એમની એ જ કોશિસનું રિઝલ્ટ છે. તમે પણ જુઓ સ્મૃતિની ટ્રાન્સફોર્મેશન જર્નીના અમુક ફોટા.
એ તો બધા જાણે જ છે કે સ્મૃતિ ઈરાની ટીવી વર્લ્ડનો પોપ્યુલર ચહેરો રહી છે અને એમને ઘણા વર્ષો સુધી લોકોને એન્ટરટેઇન કર્યું છે. ટીવી શો ક્યોંકી સાસ ભી કભી બહુ થીમાં તુલસીનો રોલ પ્લે કરીને એ ઘર ઘરમાં પોપ્યુલર થઈ ગઈ હતી.
સ્મૃતિ ઘણીવાર પોતાના થ્રોબેક ફોટા પણ પોસ્ટ કરે છે જેમાં એ ઘણી જ સ્લિમ ટ્રિમ દેખાતી હતી. ફરી એકવાર એ એ જ સ્લિમ લુકમાં દેખાઈ રહી છે અને એમની આ ફેટ ટુ ફિટ જર્ની જોઈને દરેક વ્યક્તિ હેરાન છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!