સમગ્ર ઘટના જાણી તમે પણ AC શરુ કરતાં પહેલા કરશો વિચાર
લોકડાઉન દરમિયાન દેશભરના વિવિધ રાજ્યોમાં એવી એવી ઘટનાઓ બની છે જેને જાણીને આશ્ચર્યચકિત થઈ જવાય. આવી ઘટનાઓનો સિલસિલો હજુ પણ યથાવત છે. તાજેતરમાં જ મેરઠમાં એવી ઘટના બની છે જે પણ લોકમુખે ચર્ચાઈ રહી છે. આ ઘટના વિશે જાણ્યા બાદ તમે પણ ઘરમાં લાગેલું એસી શરુ કરતાં પહેલા બે વખત વિચારશો.

જાણવા મળ્યાનુસાર મેરઠ જિલ્લાના એક ગામમાંથી ચોંકવાનારી ઘટના સામે આવી છે. અહીં એક ઘરમાં લગાવેલા એસીમાંથી સાપના 40 બચ્ચા એક સાથે નીકળ્યા હતા. આ ઘટના વાયુવેગે સમગ્ર પંથકમાં ફેલાઈ ગઈ અને લોકોમાં અફરાતફરી અને ભય છવાઈ ગયો. આ ઘટના પાવલી ખુર્દમાં કંકરખેડા પોલીસ મથક ક્ષેત્રમાં બની હતી. અહીં રાત્રિના સમયે એસી ચાલુ કરવા પર એક સાથે ઢગલાબંધ સાપ નીકળ્યા હતા.
શ્રદ્ધાનંદ નામના ખેડૂતના ઘરમાંથી એક સાથે 40 સાપના બચ્ચાનું ઝુંડ નીકળ્યું હતું. ખેડૂત જ્યારે રાત્રે તેના રુમમાં સુવા ગયો તો તેણે રુમમાં એક સાપનું બચ્ચું જોયું. તેને લાગ્યું કે આ કોઈ જગ્યાએથી ઘુસી ગયું હશે. તેણે આ બચ્ચાને પકડી ઘરમાંથી બહાર ફેંકી દીધું. પરંતુ થોડીવાર પછી ફરીવાર રુમમાં સાપનું બચ્ચું જોવા મળ્યું. તેણે તેને પણ બહારા કાઢ્યા અને તે નિરાંતે સુઈ ગયો.

પરંતુ રાત્રે ઊંઘમાં તેને પોતાના પલંગ પર સાપ હોવાનું જણાયું તો તે જાગી ગયો અને જાગીને જે દ્રશ્ય જોયું તેનાથી તેના હોશ ઊડી ગયા. તેણે પોતાના પલંગ પર સાપના 3 બચ્ચા ફરતા જોયા. તે વિચારી જ રહ્યો હતો કે રુમમાં સાપ આવે છે ક્યાંથી તેવામાં તેની નજર એસીના પાઈપમાં પડી જેમાંથી સાપના બચ્ચા નીકળી રહ્યા હતા. ત્યારબાદ ખેડૂત અને તેના પરીવારન અન્ય સભ્યએ એસીનું કવર ઉતાર્યું તો તેમાં 40 જેટલા સાપના બચ્ચા જોવા મળ્યા.

એસીમાં સાપે ઈંડા મુક્યા હતા જેમાંથી બચ્ચા નીકળ્યા હતા. આ વાત જોતજોતામાં ગામમાં ફેલાઈ ગઈ અને શ્રદ્ધાનંદના ઘર પર લોકો એકત્ર થવા લાગ્યા. લોકોની મદદથી શ્રદ્ધાનંદએ બચ્ચાઓને એસીમાંથી એક બેગમાં ભર્યા અને નજીકના વન વિસ્તારમાં મુકી દીધા. આ અંગે સ્થાનીય પશુ ડોક્ટરે જણાવ્યુ હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી એસી બંધ હોવાથી સાપ તેમાં ઈંડા મુકી ગયો હોય શકે છે. પરંતુ જ્યારે એસી શરુ થયું તો સાપના બચ્ચા તેમાંથી નીકળવા લાગ્યા.
source : dailyhunt
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત