કોરોના સંક્રમિત દર્દીઓ અને પરિવારને ઘરે ઘરે જઈને જમવાનું આપે છે સોમનાથ ટ્રસ્ટ, જાણો અનોખી સેવા વિશે

કોરોના કહેર વચ્ચે સૌકોઈ પોતપોતાની રીતે કોરોના સામેનો જંગ લડી રહ્યા છે. તબીબો અને પેરા મેડિકલ સ્ટાફ દિવસ-રાત કોરોના દર્દીઓની સેવા સારવારમાં વ્યસ્ત છે. આ કપરા કાળમાં બધા પોતાનાથી થતું કરે છે. ત્યારે હવે વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરનું ટ્રસ્ટ પણ લોકોની વહારે આવ્યું છે. આમ તો આ મંદિર 11 એપ્રિલથી દર્શનાર્થીઓ માટે પ્રવેશબંધી છે. કોરોનાની મહામારીમાં સોમનાથ ટ્રસ્ટ આગળ આવીને લોકોને મદદ કરી રહ્યું છે.

જો આ મદદ વિશે વિગતે વાત કરીએ તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ તેમજ શહેરમાં હોમ ક્વોરન્ટીન દર્દીઓ તેમજ પરિવારજનો માટે વિના મૂલ્યે ભોજન-પ્રસાદી પહોંચાડવાનું સત્કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ કામના હવે ચારેકોર વખાણ કરવામાં આવી રહ્યા છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ પ્રવીણ લહેરી તેમજ જનરલ મેનેજરે આ સેવા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે વેરાવળ સોમનાથ ટ્રસ્ટના ટૂરિસ્ટ ફેસિલિટી સેન્ટર ખાતે ભોજન બનાવવાનું વિશાળ ભોજનાલય આવેલું છે, જ્યાં શુદ્ધ સ્વાદિષ્ટિ ભોજન તૈયાર કરવામાં આવે છે, જેને સોમનાથ ટ્રસ્ટનાં વાહનો મારફત દર્દીઓનાં ઘર સુધી પેકેટોમાં તૈયાર કરી ભોજન-પ્રસાદી રૂપે વિનામૂલ્યે પહોંચાડવામાં આવે છે.

કોણ કોણ આ સેવામાં છે એના વિશે જો વાત કરીએ તો સોમનાથ ખાતે આ સેવામાં ટ્રસ્ટના દિનેશભાઇ મારૂ, જિતુપુરી ગોસ્વામીબાપુ, ગટુસિંહ, ભીખુભાઇ મયૂરભાઇ સહિત 6થી વધુ સ્ટાફ રોકાયેલો રહે છે. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આ વિશે વાત કરતાં કહ્યું હતું કે વેરાવળ હોસ્પિટલ, વેરાવળ શહેર, ભાલકા, પાટણ હોમ ક્વોરન્ટીન ઘર, લીલાવંતી કેર સેન્ટર ખાતે સેવા પહોંચાડવામાં આવે છે.

મંદિર તરફથી લગ્ન સુવિધા પણ મળે છે, જે સરકારી ગાઇડલાઇન્સ મુજબ 50 લોકોને માન્યતા અપાય છે, જે માટે 50 પાસ લગ્ન કરવા ઇચ્છુકને મળે છે, જેમાં વર કન્યાનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ સાથે જ ભોજનમાં દર્દીઓને શું શું આપવામાં આવે એના વિશે જો વાત કરવામાં આવે તો ભોજનમાં સવારે 2 શાક, રોટલી, સલાડ, દાળ-ભાત, કઠોળ તેમજ સાંજના સમયે પરોઠા, શાક, કઢી તેમજ ખીચડી તૈયાર કરવામાં આવે છે. સવારના ભોજનમાં સોમનાથ પ્રસાદીના લાડુના પેકેટનું વિતરણ કરવામા આવે છે.

આ સિવાય પણ એક વાતમાં હાલમાં ભારે ચર્ચાઈ રહી છે કે કોરોના કહેર વચ્ચે વિપદાની આ ઘડીમાં બરોડા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ગ્રુપના સભ્યો વડોદરાની સયાજી, ગોત્રી અને સમરસ હોસ્ટેલ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓના બહારથી આવેલાં સગાં-વહાલાંને રાત્રિ ભોજનનો સેવાયજ્ઞ કરીને કોરોના સામે યુદ્ધ લડી રહ્યા છે.. તેમજ લોકોની ખુમારી કેવી છે એનું ઉદાહરણ આપતાં બરોડા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ગ્રુપના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મનીષ ભાઈ જણાવ્યું હતું કે બે દિવસ અગાઉ ગોધરાથી દર્દીનાં ચાર સગાં આવ્યાં હતા.

તેમણે અમારું રાત્રિ ફૂડ પેકેટ સ્વીકારવાની ધરાર ના પાડી દીધી. તેમને બે હાથ જોડી વિનંતી કર્યા બાદ ફૂડ પેકેટ તો લીધું, પરંતુ પાકીટમાંથી રૂ.500ની નોટ કાઢીને મને આપી. મફતનું કોઈનું ના ખવાય સાહેબ. ભોજન લીધા બાદ એ નાણાં તેમને બળજબરીથી પરત કર્યા અને કહ્યું, ગોધરામાં જઈ આપ આ નાણાં કોઈ જરૂરિયાતમંદને આપી દેજો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *