આદિત્ય બિરલા ગૃપના ચેરમેન કુમાર મંગલમના એક પત્રએ વધારી વોડાફોન આઈડિયા સબ્સ્ક્રાઇબરની મુશ્કેલી

દેણામાં ડૂબેલી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા હવે બંધ થવાની રાહ પર છે. આદિત્ય બિરલા ગૃપના ચેરમેન કુમાર મંગલમ બીડલાના એક પત્રએ વોડા-આઈડિયાના સબ્સ્ક્રાઇબરની ઊંઘ ઉડાડી દીધી છે. અસલમાં કુમાર મંગલમ બીડલાએ કેન્દ્ર સરકારને પત્ર લખી કહ્યું છે કે તેઓ કંપનીને બચાવવા માટે પોતાની પ્રમોટર ભાગીદારી છોડવા તૈયાર છે. નોંધનીય છે કે વોડાફોન આઈડિયામાં તેમની ભાગીદારી 27 ટકા અને બ્રિટિશ ટેલિકોમ કંપની વોડાફોન PLC ની ભાગીદારી 44 ટકા છે. કંપનીની હાલની માર્કેટ કેપ 21,264 કરોડ રૂપિયા છે.

image source

વોડાફોન આઈડિયા પર લગભગ 1.8 લાખ રૂપિયા દેણું છે. વોડાફોન PLC પહેલા જ કંપનીમાં પોતાનું બધું રોકાણ બટ્ટ ખાતામાં નાખી ચુકી છે. કંપનીના બોર્ડે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 25000 કરોડ રૂપિયાની પૂંજી એકઠી કરવાની જાહેરાત કરી હતી પરંતુ કંપનીને તેમાં સફળતા નહોતી મળી.

10 ટકા વધુ તૂટ્યા શેર

image source

ગત મંગળવારે BSE પર વોડાફોન આઈડિયાના શેર 10 ટકા વધુ તૂટીને બંધ થયા હતા. કુમાર મંગલમ બીડલા દ્વારા કેન્દ્ર સરકારને લખવામાં આવેલ પત્રના સમાચારને કારણે કંપનીના શેર તૂટ્યા હતા. ગત મંગળવારે કંપનીના શેર 10.30 ટકા તૂટીને 7.40 રૂપિયા પર બંધ થયા હતા. આ સ્તરે કંપનીની માર્કેટ કેપ 21,264.19 કરોડ રૂપિયા થઈ ગઈ હતી.

ત્રણ વર્ષમાં વોડાફોન આઈડિયાના સ્ટોકમાં 78 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટ 2018 માં કંપનીના શેરનો ભાવ 33.30 પ્રતિ શેર હતો જે હવે ગગડીને 7.40 રૂપિયા પ્રતિ શેર થઈ ગયો છે.

કંપની પર છે 1.8 લાખ કરોડ રૂપિયાનું દેવું

image source

વોડાફોન આઈડિયાનું દેવું છેલ્લા 4 વર્ષમાં અનેક ગણું વધી ગયું છે. નાણાકીય વર્ષ 2016 ના અંતમાં તે 37000 કરોડ રૂપિયા હતું જે હવે વધીને 1.8 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. તેમાં સ્પેક્ટ્રમની દેવાદારી અને AGR નું બાકી પણ શામેલ છે. ગયા મહિને AGR કેલ્ક્યુલેશનમાં સુધારાને લઈને સુપ્રીમ કોર્ટે વોડાફોન આઈડિયાની અરજીને રદ્દ કરી નાખી હતી. વોડાફોન આઈડિયા અનુસાર તેના પર 21,500 કરોડ રૂપિયાનું AGR બાકી છે જેમાંથી તે 7800 કરોડ રૂપિયાની ચુકવણી કરી ચુકી છે. જ્યારે DoT ના અનુસાર કંપની પર લગભગ 53000 કરોડ રૂપિયાનું AGR બાકી છે.

જો વોડાફોન સરકારને તેની બાકી રકમ ચૂકવવામાં નિષફળ રહે તો આ ગેરંટીને લાગુ કરી દેવામાં આવી શકે અને તે તરત દેણામાં બદલી જશે અને ટૂંક સમયમાં જ એક નોન પરફોર્મિંગ એસેટ્સ એટલે કે NPA ના સ્વરૂપે વર્ગીકૃત કરી દેવામાં આવશે. PSU બેંકો પર અસર તેના એક્સપોઝર જેટલી મોટી નહિ થાય કારણ કે હાલના વર્ષોમાં લેંડર્સ પોતાની ગેરંટી માટે વોડફોનથી ઘણું વધુ કેશ માર્જિન માંગ્યા છે.

image source

એવું મનાય છે કે IDBI બેંક પાસે આપવામા આવેલી.ગેરંટી .અંતે 40 ટકા સુધીનું માર્જિન છે. પરંતુ તેમ છતાં આ એટલુ મોટું હશે કે અનેકના નફાને સાફ કરી નાખશે. દેણાની વસુલાત વોડાફોન આઈડિયાના બચેલા ઓપરેશનમાંથી કરવામાં આવશે.