સોનાને લઈને સરકારનો મોટો નિર્ણય, 1 જૂનથી નહીં વેચી શકાય આ ખાસ જ્વેલરી

હાલમાં સરકારે પોતાના એક નિર્ણયમાં કહ્યું હતું કે હવેથી એટલે કે 1 જૂનથી તેઓ હોલમાર્કિંગને લાગૂ કરવા જઈ રહ્યા છે. ગોસ્ડ હોલમાર્કિંગ કિમતી ધાતુની શુદ્ધતા પ્રમાણપત્ર છે અને સાથે વર્તમાન સમયે આ સ્વૈચ્છિક છે. નવા ગ્રાહક સંરક્ષણ અધિનિયમ 2019 લાગૂ થયા બાદ સોનાના દાગીના ખરીદતા ગ્રાહકોને છેતરવાનું હવે શક્ય નહીં બને.

image source

જો કોઈ જ્વેલર્સ હવે સોનાના દાગીના ખરીદનારા સાથે છેતરપીંડી કરે છે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરાશે. સરકારે જાહેર કરેલા નિયમ હેઠળ સોનું હવે હોલમાર્ક વિના વેચી શકાશે નહીં. સોનાના આભૂષણ અને કલાકૃતિને લઈને હોલમાર્ક હવે આવતા વર્ષે જૂન મહિનાથી લાગૂ થશે. નવા ગ્રાહકોને નિયમ અનુસાર હોલમાર્કિંગના નિયમનું પાલન અનિવાર્ય રહેશે.

હોલમાર્કિંગના નિયમોમાં આવ્યો છે આ ફેરફાર

image source

સરકારે જુલાઇ મહિનાથી સોનું ખરીદવા આ નિયમને વધારીને જાન્યુઆરી 2021 થી જૂન 2021 સુધી કરી દીધો છે. આવું કોરોના કારણે કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ઉપભોક્તા અને ખાદ્યમંત્રી રામવિલાસ પાસવાને ત્યારે કહ્યું હતું કે જ્વેલર્સે થોડો સમય માંગ્યો છે. સરકારે ગાઇલાઇન્સ જાહેર કરવામાં પરિવર્તન કર્યું છે. હોલમાર્કિંગના નિયમો આ બદલાવ આવ્યા છે. હવે જુલાઇ મહિનાથી સોનું ખરીદવા આ નિયમને વધારીને જાન્યુઆરી 2021 થી જૂન 2021 સુધી કરી દેવામાં આવ્યો છે. આવું કોરોના કારણે કરવામાં આવ્યું છે.

હોલમાર્કિંગનો આ મળે છે ફાયદો

સોનામાં હોલમાર્કિંગ કરવાથી સોનાની શુદ્ધતાનું પ્રમાણ મળે છે. હોલમાર્કિંગથી એ જાણી શકાય છે કે દાગીનામાં કેટલું સોનું છે અને અન્ય મેટલનું પ્રમાણ કેટલું છે. પ્રમાણિત જ્વેલર્સ પાસે જ બીઆઇએસનું ચિન્હ હોય છે જે નક્કી કરે છે કે દાગીના ભારતીય માનક બ્યૂરો ઓફ ઇન્ડિયાના સ્ટાન્ડર્ડ પર યોગ્ય ઠરે છે કે કેમ?

image source

ગ્રાહકોએ સોનું ખરીદતા આ વાતનું ધ્યાન રાખવું

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે ગ્રાહક જ્યારે પણ સોનું ખરીદવા જાય તો હોલમાર્ક જોઇને સોનું ખરીદે. હોલમાર્ક નથી તો આ એક રીતની સરકારી ગેરંટી નથી. આ ગેરંટી દેશની એકમાત્ર એજન્સી બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે BIS નક્કી કરે છે. હોલમાર્કને જોઇને ખરીદવાનો ફાયદો એ છે કે નજીકના ભવિષ્યમાં જો તમે તેને વેચો છો તો તમને તેના ઓછા ભાવ નહીં મળે.

image source

ઉલ્લેખનીય છે કે નવા નિયમ અનુસાર હોલમાર્ક અનિવાર્ય કર્યા પછી નવા ગ્રાહકો ગ્રાહક સુરક્ષા એક્ટ 2019ના લાગુ થવા પછી જો ગ્રાહક જોડે કોઇ છેતરપીંડી થાય તો જ્વેલર્સ પર જેલ અને દંડ બંને થવાની શક્યતા રહે છે. નવા ગ્રાહક સુરક્ષા નિયમ 2019 મુજબ જો આરોપ સાચા પડે છે તો જ્વેલર્સને એક લાખ રૂપિયા સુધીનો દંડ અને એક વર્ષની સજા પણ થઇ શકે છે. સાથે જ તેને દંડ પેટે સોનાની કિંમતના 5 ટકા સુધી ચૂકવવાની વ્યવસ્થા પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!