ગુજરાતીઓ માટે સારા સમાચાર, ટ્રાયલ વેક્સિનનું અમદાવાદ સોલા સિવિલમાં આગમન, આવો છે આખો પ્લાન

આમ તો કોરોના આવ્યો ત્યારથી જ લોકોમાં વેક્સિનને લઈને ચર્ચા જાગી રહી છે. ત્યારે હવે ગુજરાતમાં સૌપ્રથમ વખત કોરોના વેક્સિન ‘આત્મનિર્ભર’ ટ્રાયલ અને ટેસ્ટિંગ માટે આવી રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં જ્યાં ટ્રાયલ થવાની છે ત્યાંના માહોલ વિશે જો વાત કરવામાં આવે તો ભારત બાયોટેક દ્વારા તૈયાર કરાયેલી આ વેક્સિન સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી છે. હોસ્પિટલમાં એક વિશેષ રૂમમાં વેક્સિન રાખવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, વેક્સિનનું ટ્રાયલ પરમ દિવસથી શરૂ કરવામાં આવશે.

image source

વધારે વિગતે વાત કરીએ તો આઈસીએમઆરની ગાઈડલાઈનને આધિન નિયત તાપમાન હેઠળ વેક્સિનને રખાશે. 1 સપ્તાહ સુધી વેક્સિનને પ્રિઝર્વ રખાશે. નિયત પ્રક્રિયા પૂરી થયા બાદ વેક્સિનને ટ્રાયલ માટે અપનાવાશે. જો આંકડા સાથે વાત કરવામાં આવે તો ત્યાં 1000 જેટલા વોલન્ટિયરને કોરોનાની વેક્સિન આપવાનું આયોજન કરાયું છે. મોટી વાત એ છે કે, ભારત બાયોટેકની ‘આત્મનિર્ભર’ની ટ્રાયલ માટે એથિકલ અને સાયન્ટિફિક કમિટિની મંજૂરી મળી ગઇ છે.

image source

કઈ રીતે આ વેક્સિન સાચવામાં આવશે એ વિશે વાત કરીએ તો આ વેક્સિનની કોલ્ડ ચેઈન જળવાઈ રહે તે માટે સ્ટોરેજની અલગ વ્યવસ્થા કરાઈ છે. કોલ્ડ સ્ટોરેજમાં આ વેક્સિન 2થી 8 ડિગ્રીમાં સંગ્રહ કરાય એ રીતે ટેમ્પ્રેચર સેટ કરાશે. બે દિવસ કમિટિની મિટિંગ ચાલશે અને પછી વોલન્ટિયરને આ વેક્સિનનો ડોઝ ટ્રાયલ માટે અપાશે. સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સિનના ટેસ્ટિંગ માટે 1000 વોલન્ટિયરને સ્ટેન્ડબાય રખાયા છે. દરેક વોલન્ટિયરને વેક્સિન આપ્યા બાદ એક કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.

image source

ઉલ્લેખની છે કે બે તબક્કા પુરા થાય પછી ત્રીજા તબક્કાની વેક્સિન ટ્રાયલ માટે 1 હજાર વોલન્ટિયરને અગાઉથી નિર્ધારિત કરીને રાખી દેવામાં આવ્યા છે. એક શરત એવી છે કે, માત્ર સ્વસ્થ લોકો પર વેક્સિન ટ્રાયલ કરવામાં આવશે. એક કલાકના ઓબ્ઝર્વેશન બાદ તેમને જવા દેવામાં આવશે. ત્યારબાદ નિયમિત વેક્સિનની શું અસર થઇ તેનું મોનિટરિંગ સોલા સિવિલની ટીમ દ્વારા થશે. ઉલ્લેખનીય છે કે પહેલાં કો-વેક્સિનને લઇને સોલા સિવિલમાં બેઠક કરવામાં આવી હતી. જેમાં એથિકલ કમિટિ અને સાયન્ટિફિક કમિટિની રચના કરવામાં આવી છે. જે વેક્સિનનું સ્ટોરેજ અને રિસિવ કરવાની પ્રક્રિયા કરશે. તેમજ જે વોલેન્ટીયરને વેક્સિન આપવા સુધીની પ્રક્રિયા હાથ ધરશે. કો-વેક્સિન અંગેનું તમામ સુપરવિઝન આ કમિટિ દ્વારા કરવામાં આવશે, જેનું એપ્રૂવલ મળી ગયું છે

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

image source

ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ભયંકર વધારો થયો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1510 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 2,00,409એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 16 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3892એ પહોંચ્યો છે. જ્યારે 1286 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.05 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 84,625 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

જિલ્લા પ્રમાણે આજે આવ્યા આટલા કેસ

image source

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 323, સુરત કોર્પોરેશન 219, વડોદરા કોર્પોરેશન 141, રાજકોટ કોર્પોરેશન 83, સુરત 67, બનાસકાંઠા 47, પાટણ 46, રાજકોટ 45, મહેસાણા 43, વડોદરા 40, ગાંધીનગર કોર્પોરેશન 38, ગાંધીનગર 36, ખેડા 32, પંચમહાલ 26, અમદાવાદ 24, નર્મદા 24, અમરેલી 23, ભરૂચ 21, જામનગર 21, મહીસાગર 21, આણંદ 19, દાહોદ 19, જામનગર કોર્પોરેશન 18, સાબરકાંઠા 17, મોરબી 16, ભાવનગર કોર્પોરેશન 15, સુરેન્દ્રનગર 13, કચ્છ 12, જુનાગઢ કોર્પોરેશન 10, નવસારી 9, ગીર સોમનાથ 8, જુનાગઢ 8, દેવભૂમિ દ્વારકા 5, તાપી 4, અરવલ્લી 3, ભાવનગર 3, છોટા ઉદેપુર 3, વલસાડ 3, ડાંગ 2, પોરબંદર 2, બોટાદ 1 કેસ સામે આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત