શું તમે જાણો છો સોનુ સૂદને PM નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી એમ બન્નેમાંથી એકને પસંદ કરવાના હોય તો તે કોને કરે?

તાજેતરમાં પ્રવાસી શ્રમિકોને વતન પહોંચાડવા માટે ખૂબ ચર્ચામાં રહેલા અભિનેતા સોનૂ સૂદે કહ્યું છે કે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રશંસક છે.

image source

એક મુલાકાત દરમિયાન તેમને પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે જો તેમને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાંથી એકને પસંદ કરવાના હોય તો તે કોને પસંદ કરશે. આ પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું હતું કે તે બંનેને પસંદ કરે છે પરંતુ વડાપ્રધાન મોદીના મોટા ફેન છે.

રાહુલ અને પીએમ મોદી પર વાત કરતાં આગળ સોનૂ સૂદે કહ્યું હતું કે, “ તે બંને મને પસંદ છે. જો તમે મને મુક્તમને કહેવાનું કહો છો તો મારો જવાબ છે કે હું મોદીનો મોટો ફેન છું. જે રીતે તેઓ સામાન્ય માણસ સાથે જોડાયેલા છે તે મારા માટે પ્રેરણાદાયક છે. તે એક એવા નેતા છે જે દેશમાં કેટલાક ક્રાંતિકારી નિર્ણયો લઈને આગળ વધી રહ્યા છે “.

image source

સોનૂએ વધુમાં ઉમેર્યું હતું કે કોઈપણ રાજકીય પક્ષમાં કોઈ મિત્ર નથી. પરંતુ લોકડાઉન દરમિયાન તેમણે જે કામ કર્યું તેની પ્રશંસા અનેક પાર્ટીઓના નેતાઓએ કરી હતી. તેમાં સૌથી પહેલા કોંગ્રેસના પ્રિયંકા ગાંધી હતા. તેમણે સૌથી પહેલા મારા વખાણ કર્યા હતા.

image source

આ અંગે તેમના શબ્દો હતા કે, “ પાર્ટીઓમાં ક્યારેક ક્યારેક મંત્રી કે નેતા મળી જતા હતા પરંતુ તેમની સાથે કોઈ મિત્રતા ન હતી. પરંતુ લોકડાઉનમાં શ્રમિકોને વતન પરત મોકલવાન કામ પર દરેકે મારા પ્રયત્નોને વખાણ્યા. જો કે પ્રિયંકા ગાંધી પહેલા નેતા હતા તેમણે મારા કામની નોંધ લીધી અને વખાણ્યું. આ સિવાય એનસીપી નેતા દેશમુખે કહ્યું કે હું સારું કામ કરું છું. મને ખબર નથી કે સિસ્ટમ કેમ કામ કરે છે પરંતુ મને ખબર છે કે નેતા પણ જાણે છે કે મારા ઈરાદા સારા છે. “

image source

સોનૂ સૂદે લોકડાઉન દરમિયાન શ્રમિકોને મદદ કરવા માટે જે કામ કર્યું તેના કારણે મીડિયામાં તેની ખૂબ ચર્ચાઓ હતી. તેવામાં તેના કામની પાછળ ભાજપ છે તેવી વાત મહારાષ્ટ્રની સત્તાધારી પાર્ટી શિવસેનાએ કરી હતી. શિવસેના સાંસદ સંજય રાઉતે પાર્ટીના મુખપત્ર સામનામાં સૂદ પર કટાક્ષ કર્યો હતો કે તે ભાજપના એજન્ટ છે અને અભિનેતાને મહાત્મા સૂદ બનાવવાની તૈયારી ચાલી રહી છે. તે ટુંક સમયમાં વડાપ્રધાન મોદીને મળશે અને મુંબઈના સેલિબ્રિટી મેનેજર બની જશે. આ એક સાંઠગાંઠ છે જેમાં સોનૂ સૂદને હીરો બનાવી રજૂ કરવામાં આવી રહ્યો છે જેથી મહારાષ્ટ્ર સરકાર નબળી દેખાય.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત