જો તમે પેટ્રોલની વધતી કિંમતથી પરેશાન હોય તો Heroની આ માઈલેજવાળી બાઈક તમારા માટે જ છે

આ સમયે આખા દેશમાં પેટ્રોલની કિંમત 90 રૂપિયાથી વધુ છે. આવી સ્થિતિમાં જો તમે ખર્ચા ઓછા કરવા માટે કોઈ બાઇક શોધી રહ્યા છો જે વધુ માઇલેજ આપે. તો તમારા માટે હીરો HF Deluxe બાઇક તમારા માટે સારો વિકલ્પ હોઈ શકે છે. આ બાઇકની પ્રારંભિક કિંમત 50,200 રૂપિયા છે અને આ બાઇક 83 kmpl નું માઇલેજ આપે છે. ચાલો જાણીએ આ બાઇક વિશે.

image source

હીરો HF Deluxe એન્જિન – હીરો મોટોક્રોર્પે આ બાઇકમાં 97.2 સીસીનું એર કૂલ્ડ, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ઓએચસી એન્જિન આપ્યું છે. જે 8.2bhp નો પાવર અને 8.05Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ સાથે આ બાઇકમાં તમને 4 સ્પીડ ગિયરબોક્સ પણ મળશે. તે જ સમયે હીરો મોટોકોર્પનો દાવો છે કે, આ બાઇક 83kmpl નું માઇલેજ આપે છે.

image source

Hero HF Deluxeના ફીચર્સ – Hero HF Deluxeના ફ્રન્ટમાં ટેલિસ્કોપિક હાઇડ્રોલિક શોક અબ્સોર્બર આપવામાં આવ્યો છે. તે જ સમયે તે પાછળના ભાગમાં સ્વિંગ આર્મ સાથે 2-સ્ટેજ એડજસ્ટેબલ રીઅર સસ્પેન્શન મળે છે. હીરો એચએફ ડીલક્સમાં 130 મીમીની ફ્રન્ટ ડ્રમ બ્રેક આપવામાં આવે છે. આની સાથે તેના પાછળના ભાગમાં 130 મીમી રીઅર ડ્રમ બ્રેક આપવામાં આવે છે. સુરક્ષા માટે ગ્રાહકોને તેમાં સીબીએસ સુવિધા મળેછે.

Hero HF Deluxe વેરિએન્ટ્સ અને કિંમત

image source

કિક સ્ટાર્ટ ડ્રમ બ્રેક એલોય વ્હીલ – FI: 51,200
કિક સ્ટાર્ટ ડ્રમ બ્રેક સ્પોક વ્હીલ – FI: 50,200
સેલ્ફ સ્ટાર્ટ ડ્રમ બ્રેક એલોય વ્હીલ – FI- i3s: 59,900
સેલ્ફ સ્ટાર્ટ ડ્રમ બ્રેક એલોય વ્હીલ -FI- ALL BLACK: 60,025

image source

તમને જણાવી દઈએ કે ભારતીય બજારમાં હિરો બાઈકની એક અલગ જ ઓળખ છે. મોટા ભાગના લોકોની પહેલી પસંદ હિરો બાઈક છે, જો ગયા વર્ષના આંકડા પર નજર નાખવામાં આવે તો Hero MotoCorpએ જુલાઈ 2020માં સૌથી વધુ બાઈકનું વેચાણ કર્યું હતું. તમને જણાવી દઈએ કે હિરો કંપનીએ જુલાઈ-2020માં હિરો સ્પ્લેન્ડરનું સૌથી વધુ વેચાણ કર્યું હતું. નોંધનિય છે કે ભારતીય માર્કેટમાં જુલાઈમાં કુલ 2,13,413 હિરો સ્પ્લેન્ડર બાઈકનું વેચાણ નોંધાયું હતું.

image source

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે હીરો કંપનીએ તેના સૌથી લોકપ્રિય કમ્પ્યુટર બાઈક હિરો સ્પ્લેન્ડરને નવા BS6 એન્ટીન સાથે માર્કેટમાં લોન્ચ કર્યું હતું. તમને જણાવી દઈએ કે કંપનીએ ગયા નાણાંકીય વર્ષ (2019-20)માં સ્પ્લેન્ડર બાઈકના 26 લાખથી વધુ યુનિટ્સનું વેચાણ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!