કિમ અકસ્માત: મૃતકોના પરિવારજનોને પીએમ અને સીએમ દ્વારા કરાઈ સહાયની જાહેરાત

સુરતના કિમ નજીક બનેલી અકસ્માતની ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી છે. આ અંગે સીએમથી લઈને પીએમ સુધીના નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. આ ગોજારા અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. જેના સમાચાર મળતા પીએમ મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટ કરીનેને લખ્યું છે કે, મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઈજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય તે માટે ભગવાનને પ્રાર્થના.

image source

આ સાથે પીએમ મોદી (PMO)એ મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તોને સહાયની પણ જાહેરાત કરી છે. આ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના પરિજનોને 2 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ ઘટનામાં ઘાયલ થયેલાઓને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.

સીએમ રૂપાણીએ પણ દુ:ખ વ્યક્ત કર્યુ

તો બીજી તરફ આ ગમખ્વાર અકસ્માત અંગ રાજ્યના સીએમ રૂપાણીએ પણ દુ:ખ વ્યક્ત કર્યુ છે અને સાથે સાથે રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને બે-બે લાખ સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમજીવીના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

આ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકો રાજસ્થાના રહેવાશી હતા. આ દુર્ઘટનાની જાણ થતા જ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે પણ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. તેમણે બાસવાડાના મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ઈજાગ્રસ્તો જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી.

આ અકસ્માતના દ્રશ્યો રુંવાડા ઉભા કરી દે તેવા

આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો સુરત જિલ્લા કિમ નજીક બેકાબુ બનેલા ડમ્પરે રસ્તાને કિનારે સુતેલા 20 થી વધુ શ્રમિકોને કચડી નાખ્યા હતા. જેમા 15 લોકોના મોત થયા હતા. એકસાથે 15 મૃતદેહો જોઈને ભલભલા લોકોના શરીરમાંથી કંપારી છૂટી જાય. રસ્તા વચ્ચે પડેલા લાશોના ઢગલાંને જોઈ લોકોના રૂવાડા ઉભા થઈ ગયા હતા. દુર્ઘટના સ્થળે જે રીતે મજૂરોના મૃતદેહો લોહીથી લથબથ પડ્યા હતા તેને જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

image source

આ અકસ્માતના દ્રશ્યો રુંવાડા ઉભા કરી દે તેવા હતા. તમને જણાવી દઈએ કે આ ડમ્પર કીમ નેશનલ હાઇવે પરથી માંડવી તરફ જઈ રહ્યું હતું ત્યારે સામેથી શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે અથડાતા ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને ડમ્પર બેકાબુ બનતા રસ્તાની બાજુમાં મીઠી નિંદર માણી રહેલા લોકો પર ફરી વળ્યુ હતું. આ અંગે મળતી માહિતી પ્રમાણે ચાલક દારૂના નશામાં હોવાની વાત સામે આવી રહી છે. જો કે હાલમાં ચાલક ઈજાગ્રસ્ત હોવાથી તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. પોલીસ તપાસ બાદ વધુ માહિતી સામે આવશે.

બેકાબૂ બનેલા ડમ્પરે ચારથી પાંચ દુકાનના શેડ પણ તોડી નાખ્યા

image source

આ ગોજારા અકસ્માતની ઘટના બની તેનાથી થોડે દૂર આવેલી દુકાનમાં કામ કરતો વિકેશ મહીડા નામનો યુવક ઠંડી હોવાથી દરરોજ દુકાન પાસેની કેબિનમા સૂતો હતો. જોકે સોમવારે થોડી ગરમી લાગતાં કેબિનમાં સૂવાને બદલે અન્ય શ્રમિકો સાથે ફૂટપાથ પર સૂતો. પણ તેને ક્યા ખબર હતી કે તેમનો આ નિર્ણય તેમના મોતનું કારણ બનશે. એજ રાત્રે માતેલા સાંઢની જેમ આવેલા ડમ્પરે 15 લોકના જીવ લઈ લીધા તેમા વિકેશ પણ સામેલ હતો.

image source

તમને જણાવી દઈએ કે બેકાબૂ બનેલા ડમ્પરે ચારથી પાંચ દુકાનના શેડ પણ તોડી નાખ્યા હતા. ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ ફૂટપાથ પર સૂતેલા શ્રમિકોને કચડ્યા બાદ ડમ્પરચાલકે ફૂટપાથ કુદાવી પાછળની તરફ આવેલી દુકાનો સાથે ભટકાવી દીધું હતું, જેને પગલે પાંચેક જેટલી દુકાનોના શેડ તૂટી ગયા હતા. આ દુર્ઘટના બાદ ડ્રાઈવરે હાથ જોડીને માફી માગી હતી. જો કે હાલમાં પોલીસ ડ્રાઈવર અને ક્લિનર સારવાર બાદ પુછપરછ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત