સુરતમાં વધુ એક જીવલેણ રોગથી હાહાકાર, 3 વર્ષની બાળકની દફન કરેલી લાશને કાઢવી પડી બહાર અને પછી…

કોરોનાનો કહેર હજુ માંડ શાંત થયો છે, જો કે હજુ પણ કોરોનાનો અંત તો આવ્યો જ નથી. તેવામાં રાજ્ય પર બ્લેક ફંગસનું જોખમ વધ્યું છે. એક પછી એક એમ હજારો કેસ બ્લેક ફંગસના રાજ્યમાં નોંધાઈ ચુક્યા છે. તેવામાં સુરત માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં વધુ એક રોગના કારણે બે દિવસમાં 8 લોકોના મોત નીપજતાં આરોગ્ય વિભાગમાં ભૂકંપ આવી ગયો છે. અધિકારીઓ દોડતા થયા છે અને તંત્ર ચિંતામાં મુકાયું છે.

image source

ઘટનાની મળતી વિગતો એવી છે કે સુરત મહાપાલિકામાં આવતા કઠોર ગામની વિવેકનગર કોલોનીમાં પીવા પાણીની લાઈનમાં દુષિત પાણી ભળી જતા કોલોનીમાં ઝાડા ઉલટીના કેસ વધ્યા હતા. અનેક લોકો આ સમસ્યાની ચપેટમાં આવી ગયા હતા. ત્યારબાદ સોમવારે 2 અને મંગળવારે વધુ 4 લોકોના મોત નીપજતા આરોગ્યની ટીમ દોડતી થઈ હતી.

image source

કઠોર ગામમાં આવેલી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડતા પીવાનું પાણી દૂષિત થયું હતું જેના કારણે પાણીજન્ય ગંભીર રોગચાળો ફેલાયો છે. આ રોગાચાળાના કારણે સોમવારે 2 લોકો મોતને ભેટ્યા અને મંગળવારે વધુ 4 બાળકો તેની ચપેટમાં આવ્યા અને કુલ 6 લોકો 2 દિવસમાં મૃત્યુ પામ્યા.

મંગળવારે સવારે આરોગ્યની ટીમે કઠોર ગામમાં ધામા નાખ્યા હતા અને પાણીજન્ય રોગચાળાના કારણે સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં 75થી વધુ લોકોને સારવાર માટે ખસેડવા પડ્યા હતા. ગરીબ કોલોનીમાં સ્થિતિ વણસતી જણાતા ખુદ ડે કમિશ્નર ઉપાધ્યાપ પણ કઠોર પહોંચ્યા હતા. સ્થિતિ થાળે ન પડે અને પાણીની લાઈનનું સમારકામ ન થાય ત્યાં સુધી અહીં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાનું કામ શરુ કરવામાં આવ્યું હતું.

image source

આ સાથે જ આ રોગચાળાના કારણે જે 3 વર્ષના બાળકનું મોત થયું હતું અને તેને દફન કરી દેવામાં આવ્યું હતું તેની લાશને મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં બહાર કાઢી પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. જેથી બાળકનું પોસ્ટમોર્ટમ કરી અને તેના મોતના કારણ વિશે જાણી શકાય. જણાવી દઈએ કે ઝાડા ઉલટી થયા બાદ બાળકનું મોત થતા તેની લાશને દફન પણ કરી દેવામાં આવી હતી. પરંતુ પોલીસ બંદોબસ્ત વચ્ચે તેને કાઢી પીએમ માટે ખસેડવામાં આવી હતી.

અહીં પ્રદૂષિત પાણી પીધા પછી ત્રણ વર્ષીય બાળક સહિત કુલ 6ના મોત થયા હતા. બે દિવસમાં ટુંકી બીમારી અને સારવારમાં છ લોકોના મોત થતા આરોગ્યની ટીમ મોતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી ચુકી છે. આ સિવાય મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા મૃત્યુ પામેલા લોકોના પરીજનોને 1-1 લાખની આર્થિક સહાય પણ જાહેર કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!