કાલથી SBI વેચશે દેશમાં સસ્તા મકાન, જો તમે લેવાનું પ્લાનિંગ કરતા હોવ તો જલદી વાંચી લો, થશે જોરદાર ફાયદો

કોરોનાકાળમાં હોમ લોનની સરેરાશ રકમ એક વર્ષમાં 10.87 ટકા જેટલી વધી છે. બેન્કબજાર ડોટ કોમની મનીમૂડ-2021ના રિપોર્ટ અનુસાર વર્ષ 2019માં સરેરાશ હોમલોન રકમ 23.82 લાખ રૂપિયા હતી જે 2020માં વધીને 26.41 લાખ રૂપિયા પર આવી  ગઈ છે. મહિલાઓ પણ આ બાબતે પાછળ નથી. તેમની સરેરાશ લોન રકમ  25.55 લાખ રૂપિયાથી વધીને 31.20 લાખ રૂપિયા થઇ ગઈ છે. પુરુષોની સરખામણીએ મહિલાઓ દ્વારા મોટી સંખ્યામાં હોમ લેવાનું વલણ 2020માં પણ યથાવત રહ્યું છે.જાણકારો અનુસાર હોમ લોનનાં વ્યાજદરોમાં ઘટાડા ઉપરાંત સરકારે અમુક સર્કલોમાં પ્રોપર્ટીના રજીસ્ટ્રેશનમાં પણ ઘટાડો કર્યો છે. આ સાથે જ કોરોના કાળમાં પ્રોપર્ટીના ભાવમાં પણ ઘટાડો થયો છે. આ કારણે લોકોનો રસ પ્રોપર્ટીમાં વધ્યો છે. રિપોર્ટ અનુસાર કોરોનાકાળમાં લોકોએ ઓનલાઇન રીતે પણ લોન લેવા ધસારો કર્યો છે. ડિજિટલ કેવાયસીના માધ્યમથી લોન લેવાનું પ્રમાણ 80 ટકા સુધી વધ્યું છે. આ ઉપરાંત નોન મેટ્રોસીટીના લોકોએ મેટ્રોસીટીની સરખામણીએ વધુ લોન લીધી છે. નોન મેટ્રો સીટીમાં લોન લેવાનું સરેરાશ પ્રમાણ 2.06 લાખ રૂપિયા જ્યારે મેટ્રોસીટીમાં સરેરાશ 1.84 લાખ રૂપિયા હતું. ક્રેડિટ કાર્ડ સેગમેન્ટમાં નોન મેટ્રો સીટીમાં 20 ટકાથી વધુની વૃદ્ધિ થઇ છે. આ વધારો મેટ્રોસીટીની સરખામણીએ વધુ છે. રિપોર્ટ અનુસાર પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ માટે અરજીઓમાં 115 ટકાનો વધારો થયો છે.

image source

સસ્તુ ઘર ખરીદવાનું વિચારો છો તો તમારા માટે ખુબ સારી તક છે. દેશની સૌથી મોટી સરકારી બેઁક સ્ટેટ બેઁક ઓફ ઇન્ડિયા સસ્તામાં પ્રોપર્ટીની નીલામી કરવા જઇ રહી છે. આ નીલામી આવતીકાલ એટલે કે 30 ડિસેમ્બરથી શરૂ થશે.

ડોક્યુમેન્ટ કરી લો તૈયાર

image source

જો તમારો પ્લાન પણ ઘર ખરીદવાનો છે તો ડૉક્યુમેન્ટ તૈયાર કરી લો. તમને જણાવી દઇએ કે આ નીલામીમાં કોમર્શિયલ અને રેસિડેન્સ બંને પ્રકારની પ્રોપર્ટી છે. આ તે પ્રોપર્ટી છે જે ડિફોલ્ટની લિસ્ટમાં આવી ચૂકી છે.

ડિફોલ્ટ પ્રોપર્ટીની થાય છે નિલામી

image source

મહત્વનું છે કે, પ્રોપર્ટીના માલિકે પોતાની લોન ન ચુકાવી હોય અને કોઇ કારણવશ તે લોન આપી શકવાના નથી તો બેઁક તો પ્રોપર્ટીને પોતાના કબ્જામાં લઇ લે છે.  SBI  સમયાંતરે આ પ્રકારની પ્રોપર્ટીની નીલામી કરતી રહે છે. આ પ્રોપર્ટી વેચીને તે લોનની રકમ વસૂલ કરી લે છે.

SBIએ કર્યુ ટ્વિટ

સ્ટેટ બેઁક ઓફ ઇન્ડિયાએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. બેઁકે ટ્વિટમાં લખ્યું છે કે શું તમે પણ ઇનવેસ્ટમેન્ટ માટે પ્રોપર્ટી સર્ચ કરી રહ્યાં છો તો એસબીઆઇના ઇ- ઓક્શનમાં રજીસ્ટ્રેશન કરાવી શકો છો. વધુ માહિતી માટે એક લિંક છે તેના પર વિઝિટ કરો.

નિલામી માટે જવાના છો તો આ બાબતોનું રાખો ધ્યાન

image source

 એસબીઆઇએ આ ઇ-નિલામીના માધ્યમથી આ ડિફોલ્ટરોની બંધક સંપત્તિને રાખી છે અને પોતાના સોશ્યલ મિડીયા હેન્ડલ પર તેનું વિજ્ઞાપન પણ અપાયુ છે.

 બોલી મૂલ્ય વાસ્તવિક બજાર મૂલ્યથી ઓછુ હશે. મેગા ઇ નિલામી દરમિયાન વ્યક્તિઓ પાસે આવાસીય, વાણિજ્ય અને ઔદ્યોગિક સંપત્તિની બોલી લગાવવાનો અવસર રહેશે.

image source

 તે સિવાય પ્રોપર્ટી માટે ઇએમડી જોઇશે.

 KYCથી રિલેટેડ દરેક ડૉક્યુમેન્ટને શાખામાં જમા કરાવવા પડશે.

 બોલીદાતા ઇએમડી જમા અને કેવાયસી દસ્તાવેજો સંબંધિત શાખામાં જમા કરાવી દેશે અને તે બાદ રજીસ્ટર્ડ લોગ-ઇન આઇડી દ્વારા મોકલી દેવામાં આવશે.

આ દિવસમાં થશે નિલામી

image source

આગળના 7 દિવસોમાં 758 રેસિડેન્શીયલ અને 98 કોમર્શિયલ

આગળના 30 દિવસોમાં 3032 રેસિડેન્શીયલ અને 410 ઇન્ડસ્ટ્રીયલ

વધુ જાણકારી માટે વિઝિટ કરો આ વૅબસાઇટ

 bankeauctions.com/Sbi;

image source

 sbi.auctiontiger.net/EPROC/;

 ibapi.in; and

 mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત