યાદ: સુશાંતના નિધન બાદ શ્વાનની થઈ આવી હાલત, તસવીર તો જુઓ કેટલી કરુણ છે

સુશાંત સિંહના નિધન બાદ તેના પાલતુ શ્વાનની થઈ કફોડી હાલત

14મી જૂનના રોજ સુશાંત સિંહ રાજપુતે પોતાના મુંબઈ ખાતેના ફ્લેટમાં આત્મહત્યા કરીને પોતાનું જીવન ટુંકાવી દીધું હતું.

image source

અહેવાલ પ્રમાણે તે છેલ્લા છ મહિનાથી ડિપ્રેશનમાં હતો અને તેના કારણે તેણે આ પગલું લીધું છે. તેના મૃત્યુના સમાચારથી તેના પરિવારજનો, તેના મિત્રો અને તેના ફેન્સને ભારે આઘાત લાગ્યો હતો. પણ સૌથી વધારે જો કોઈને દુઃખ થયું હોય તોત તે હતો તેનો પાલતુ ડોગ ફજ. ફજ પોતાના માલિકના આ દુનિયામાંથી વિદાઈ લેવાથી ભારે ઉદાસ રહ્યા કરે છે. હાલ સોશિયલ મિડિયામાં તેના ઘણાબધા વિડિયોઝ તેમજ ફોટા વાયરલ થઈ રહ્યા છે. અને લોકો પણ તેની સ્થિતિ જોઈને દુઃખી થઈ રહ્યા છે.

image source

વાયરલ થયેલા એક વિડિયોઝમાં સુશાંતનો ડોગ તેના માલિકને શોધતો જોવા મળ્યો છે. તે પોતાનો માલિક આમ અચાનક ક્યાં જતો રહ્યો તે શોધવા મથી રહ્યો છે. અને છેવટે તે ન મળતા તે ઉદાસ થઈ જાય છે. સુશાંતના નોકર તેના ફોનમાં સુશાંતની તસ્વીરો બતાવે છે. જેને તે ટગરટગર એકધારુ જોયા કરે છે. અને પછી તેને ચાટવા લાગે છે.

તમે આ વિડિયોમાં સુશાંતના પાલતુ ડોગ ફજની પોતાના માલિકને જોવાની તડપને જોઈ શકો છો. લોકોને ડોગની આવી સ્થિતિ જોઈને ખૂબ દુઃખ થઈ રહ્યું છે. કૂતરા અને માનવ વચ્ચેના સંબંધો બાબતે ઘણું બધું કહેવામાં આવ્યું છે અને ઘણાબધા રિસર્ચ પણ થયા છે. કહેવાય છે કે કૂતરો પોતાના માલિકને પોતાના કરતાં પણ વધારે ચાહતો હોય છે.

image source

એક રિસર્ચ પ્રમાણે તો એવા પણ આંકડા સામે આવ્યા છે કે જે લોકો કૂતરા પાળે છે તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે અને જો તેઓ એકલા રહેતા હોય તો તેમણે કૂતરા પાળવા જોઈએ કારણ કે તે તમારી એકલતા પણ દૂર કરે છે. આપણા જોવામાં આ સિવાય પણ બીજા ઘણા બધા ઉદાહરણો સામે આવ્યા છે જેમાં કૂતરાની પોતાની માલિક પ્રત્યેની વફાદારી અને પ્રેમ જોવા મળ્યા હોય.

સુશાંતની તેના પાલતુ ડોગ સાથેની કેટલીક જૂની વિડિયો પણ હાલ વાયરલ થઈ રહી છે જેમા તે તેની સાથે રમતો જોઈ શકાય છે. હવે જ્યારે સુશાંત આ દુનિયામાં નથી ત્યારે તેને પોતાના માલિકની ખોટ વર્તાઈ રહી છે અને તે આખા ઘરમાં બસ પોતાના માલિકને શોધ્યા કરે છે. ત્યારે તેને શાત્વના આપવા માટે સુશાંતના નોકર તેને મોબાઈલમાં સુશાંતની તસ્વીર બતાવીને શાંત રાખે છે. જ્યારે તે સુશાંતની તસ્વીર જુએ છે ત્યારે તેને ચાટવા લાગે છે.

image source

તમને જણાવી દઈએ કે સુશાંતના મૃત્યુને રવિવારે એક અઠવાડિયું પુર્ણ થશે. બે દિવસ પહેલાં તેના અસ્થિને પટનાના એક ઘાટ ખાતે પરિવારજનોએ વિસર્જીત કર્યા હતા. અને ત્યાં સુશાંતનું શ્રાદ્ધ પણ કરવામાં આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત