આ કારણે મણિકર્ણિકા ઘાટ પર 9 ડિગ્રી ઝુકેલું છે રત્નેશ્વર મહાદેવ મંદિર, જાણો તેની પાછળનું રહસ્ય

દરેક મંદિરની સાથે તેની ખાસ વાતો અને તેનો ઇતિહાસ પણ સંકળાયેલો હોય છે. આવું જ કંઈક રત્નેશ્વર મહાદેવના મંદિર સાથે પણ જોવા મળે છે. યૂપીમાં વારાણસીના ઘાટ પર આવેલું અને બનારસના મણિકર્ણિકા ઘાટની નજીક રત્નેશ્વર મહાદેવ મંદિર પોતાની ખાસિયતને લઈને ચર્ચામાં છે. આ મંદિર વર્ષમાં આઠથી નવ મહિના સુધી ગંગામાં રહે છે. તેના ગર્ભગૃહ જ નહીં પણ શિખર સુધી ગંગાનો અભિષેક કરે છે. એટલું જ નહીં આ મંદિર ફોટો ગ્રાફીને લઈને પણ ચર્ચામાં રહે છે.

આવી પણ છે મંદિરની ખાસિયત

image source

આ સાથે મંદિરની એક અન્ય ખાસિયત પણ છે. તે એ કે તે પીસાની મીનારની જેમ એક તરફ 9 ડિગ્રી સુધી ઝૂકેલું છે. મળતી માહિતી અનુસાર પીસાની મિનાર ફક્ત 4 ડિગ્રી કોણની તરફ ઝૂકેલી રહે છે. આ સાથે એક તરફ ઝૂકેલું રહેવાની અન્ય માન્યતા છે કે ઈંન્દોરની અહિલ્યા બાઈની દાસી રત્નાને માટે આ મંદિરને બનાવવામાં આવ્યું હતું પણ અહિલ્યા બાઈએ તેને પોતાના નામે નામકરણ કરાવી લીધું અને દાસીને શ્રાપ પણ આપ્યો.

મંદિરમાં પૂજા કરવાથી થાય છે અનિષ્ટની શરૂઆત

image source

મળતી માહિતી અનુસાર મંદિરને લઈને અનેક વૈજ્ઞાનિક અને શોધકર્તાઓ રિસર્ચ કરી રહ્યા છે. આ મંદિરની અન્ય ખાસિયત છે કે અહીં કોઈ પૂજા થતી નથી અને ન તો ઘંટનો અવાજ આવે છે. શ્રાવણના મહિનામાં પણ આ મંદિરમાં ન તો બોલ બમના નાદ ગૂંજે છે અને ન ઘંટ ઘડિયાળનો અવાજ આવે છે.

image source

મહાશ્મશાનની પાસે બનેલું આ મંદિર લગભગ 300 વર્ષ જૂનું છે. આ દુર્લભ મંદિર આજે પણ લોકો માટે આશ્ચર્ય બની રહ્યું છે. સ્થાનિકો માને છે કે આ મંદિરમાં કોઈ ભૂલથી પણ પૂજા કરે છે તો ઘરમાં અનિષ્ટની શરૂઆત થઈ જાય છે. માટે કોઈ અહીં પૂજા કરતું નથી.

image source

ભારતના પીએમ મોદી પણ ટ્વિટની પછી આ મંદિર ફરી એક વાર ચર્ચામાં આવ્યું હતું. નાગર શૈલીમાં બનેલા આ મંદિરની સ્થાપના અને વર્ષોથી એક તરફ ઝૂકેલા હોવાને લઈને દરેક વ્યક્તિ આ રત્નેશ્વર મંદિર તરફ આકર્ષિત થાય છે.
સદીઓથી એક જગ્યા પર બની ચૂકેલા આ મંદિરને લઈને અનેક વાર્તાઓ પણ છે. કેટલાક લોકો એમ પણ માને છે કે આ મંદિરનું નિર્માણ 19મી સદીમાં કરાયું હતું. કેટલાક લોકો તો તને 15મી સદીમાં તેની સ્થાપના થઈ હોવાનું માને છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ