કુંડળી દોષ અને જીવનમાં પડતી બીજી મુશ્કેલીઓથી કંટાળી ગયા છો? તો કરો રોટલીના આ 5 ઉપાય

મિત્રો, આપણો દેશ એ ધર્મ અને આધ્યાત્મ પર ચાલતો દેશ છે. આપણા દેશમા જુદી-જુદી સંસ્કૃતિઓના એટલા રીતિરીવાજો અને પરંપરાઓ છે કે, જેની કોઈ સીમા જ નથી. એક ધર્મ અને સંસ્કૃતિ માટે જે પરંપરા શ્રદ્ધાનો વિષય હોય છે તો તેની સાપેક્ષે બીજો ધર્મ અને સંસ્કૃતિ તેને અંધશ્રદ્ધા તરીકે ઓળખાવે છે.

image source

અહી એવી માન્યતા છે કે, જો આપણે કોઈ ભૂખ્યાને ઘરે બોલાવીને જમાડીએ તો આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને આપણા દ્વારા કરવામા આવેલા પાપોનો અંત થઇ જાય છે. આ કારણોસર જ લોકો અમુક સમયના અંતરે ખાણીપીણીની અમુક ચીજવસ્તુઓનુ જરૂરીયાતમંદ લોકોને દાન કરતા હોય છે. આજે આ લેખમા અમે તમને રોટલી સાથે સંકળાયેલ અમુક એવા વિશેષ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે તમારા કુંડલીદોષ સહિત ઘરની અનેકવિધ સમસ્યાઓને દૂર કરી દેશે, તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

image source

દર અમાસના દિવસે ઘરમા ખીર બનાવો. ત્યારબાદ આ ખીરમા રોટલીના નાણા-નાણા ટુકડાઓ ઉમેરો. ત્યારબાદ આ ખીરનુ કાગડાઓને સેવન કરાવડાવો. જો તમે કાગડાઓને આ રીતે ખીરનુ સેવન કરાવડાવો છો તો તમારા પિતૃઓની તમારા પર વિશેષ કૃપા બની રહે છે અને તમારા પિતૃઓ પણ તમારાથી પ્રસન્ન થાય છે. આ ઉપાય અજમાવવાથી તમારા ઘરમા સુખ-શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.

image source

આ સિવાય જો તમે નિયમિત એક ગરીબ કે જરૂરીયાતમંદ વ્યક્તિને ભોજન કરાવડાવો તો તમારા ઘરમા ક્યારેય પણ ધન અને ધાન્યની કમી સર્જાતી નથી અને તમારા ઘરમા સુખ અને સમૃદ્ધિ પણ બની રહે છે.

image source

જો તમારા ઘરમા કોઈ નાનુ બાળક છે અને તે યોગ્ય રીતે ભોજન કરી રહ્યુ નથી, તો એક રોટલીમા ગોળ લઈને ત્યારબાદ આ રોટલીને ૧૧ કે ૨૧ વખત આ બાળકના માથા પરથી ફેરવીને તેને કુતરાને ખવડાવી દો તો તમારા બાળક પર રહેલી કુદ્રષ્ટિ દૂર થઇ જાય છે અને તે ફરીથી યોગ્ય રીતે ભોજન કરવા લાગે છે.

image source

આ ઉપરાંત નિયમિત સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ત્યારબાદ જ્યારે રસોઈઘરમા રસોઈ બનાવવા માટે પ્રવેશો છો ત્યારે રસોઈ બનાવતા સમયે સૌથી પહેલા એક રોટલી બનાવીને તેના ચાર ભાગ કરીને આ રોટલીનો એક ભાગ ગાયને, એક ભાગ કાગડાને, એક ભાગ કુતરાને અને એક ભાગ ચાર રસ્તા પર ફેંકી આવો જેથી, તમારા ઘરમા ક્યારેય પણ વાદ-વિવાદનુ વાતાવરણ સર્જાશે નહિ અને તમારા ઘરની સુખ-સમૃદ્ધિ પણ જળવાઈ રહેશે.

image source

જો તમારા જીવનમા કોઈ કુંડલીદોષ છે તો તમારા ઘરના રસોઈઘરમા બનતી સુથી છેલી રોટલી પર તમે તેલ લગાવીને તે રોટલી કોઈ કાળા કુતરાને ખવડાવી દો જેથી તમને આ દોષથી રાહત મળશે. જો તમને ઘરની આસપાસ કોઈ કાળુ કુતરુ ના મળે તો તમે અન્ય કોઈ કુતરાને પણ આ રોટલી ખવડાવી શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ