Baba Ka Dhaba: બાબા કા ઢાબાથી રાતોરાત પ્રખ્યાત થયેલા કાંતા પ્રસાદે કર્યો આત્મહત્યાનો પ્રયાસ, હોસ્પિટલમાં દાખલ

રાજધાની દિલ્હીના પ્રખ્યાત બાબા કા ઢાબાના માલિક 80 વર્ષીય કાંતા પ્રસાદને ગુરુવારે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર તેમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં તેમની સારવાર સફદરજંગ હોસ્પિટલમાં ચાલી રહી છે.

તાજેતરમાં એવા અહેવાલ પણ સામે આવ્યા હતા કે નાણાંકીય મુશ્કેલીઓના કારણે તેને પોતાની રેસ્ટોરન્ટ બંધ કરવી પડી હતી અને તે રસ્તા પર આવેલી પોતાની સ્ટોલ પર પાછા ફર્યા હતા.

image source

આ અંગે વધુ જાણકારી આપતાં પોલીસે જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે તેમને પીસીઆર કોલ આવ્યો હતો. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે એક વ્યક્તિએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કોલ આવ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જાણવા મળ્યું કે તે કાંતા પ્રસાદ છે. હાલમાં તેની સારવાર ચાલી રહી છે. તેની પત્નીએ પોલીસને જાણ કરી છે કે છેલ્લા કેટલાક દિવસોથી તે માનસિક તણાવમાં રહેતા હતા.

જાણવા મળતી માહિતી અનુસાર કાંતા પ્રસાદે દારુના નશાની હાલતમાં ઊંઘની દવાઓ ખાલી લીધી હતી. ત્યારબાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે હાલ તેની હાલત સ્થિર છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

મહત્વનું છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં 80 વર્ષીય કાંતા પ્રસાદે દિલ્હીના માલવીયા નગરમાં એક નવી રેસ્ટોરન્ટ શરૂ કરી હતી. તેણે તેનું નામ ‘બાબા કા ઢાબા’ રાખ્યું હતું અને તે તેના સ્ટોલથી થોડી મિનિટોની દૂરી પર જ હતો. સમાચાર એજન્સી અનુસાર બાબાએ કહ્યું હતું કે તેને આ ખાવાપીવાની નવી જગ્યાને 15 ફેબ્રુઆરીએ બંધ કરવી પડી હતી.

image source

તેને ચલાવવામાં એક લાખ રૂપિયા ખર્ચ કરવા પડતા હતા. તેમણે કર્મચારીઓને 36 હજાર રૂપિયા ચુકવવાના હતા, તે જગ્યાનું મહિનાનું ભાડુ 35 હજાર રૂપિયા હતું. ઉપરાંત વીજળી, પાણીના બિલ વગેરે જેવા ખર્ચ પણ થતા હતા. આવક કરતાં ખર્ચ વધુ થતાં તેને બંધ કરવું જરૂરી હતું. કારણ કે તેના કારણે નુકસાન થઈ રહ્યું હતું.

image source

ગત વર્ષે ઓક્ટોબર માસમાં દિલ્હી સ્થિત ફૂડ બ્લોગર ગૌરવ વાસને એક વીડિયો શેર કર્યો હતો, જેમાં વાસને શાંતા પ્રસાદના ફૂડ સ્ટોલ વિશે જણાવ્યું હતું. આ વીડિયોમાં વૃદ્ધ દંપતી રડતું જોવા મળ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી ઘણા લોકો આ વૃદ્ધ કપલની મદદ કરવા આગળ આવ્યા.

image source

આ દરમિયાન તેને દેશભરમાંથી આર્થિક મદદ પણ મળી હતી અને તે રાતોરાત ફેમસ થઈ ગયા જેના કારણે તેના સ્ટોલ પર લોકોની ભીડ પણ થવા લાગી હતી. પરંતુ ફરીથી લોકડાઉનની સ્થિતિ સર્જાતા શાંતા પ્રસાદને તેણે શરુ કરેલું નવું રેસ્ટોરન્ટ બંધ કરવું પડ્યું અને હવે સામે આવ્યું છે કે તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!