શું તમે જાણો છો? તારક મહેતાની ટપ્પુ સેનાના આ ટેણિયાઓ એક એપિસોડના કેટલા કમાય છે?

શું તમે જાણો છો? તારક મહેતાની ટપ્પુ સેનાના આ ટેણિયાઓ એક એપિસોડના કેટલા કમાય છે

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શૉની વાર્તા લેખક તારક મહેતાની નવલકથા દુનિયાને ઊંધા ચશ્મા પર આધારિત છે. આ નવલકથા પરથી અસિતકુમાર મોદીએ તારક મહેતા…. સીરિયલ બનાવી. આમ તો આ હાસ્યકથાના તમામ પાત્રો એ જ છે, જે લેખક તારક મહેતાએ તેમની નવલકથામાં રજૂ કરેલા હતા. પરંતુ અસિતકુમાર મોદીએ શૉને વધુ રસપ્રદ બનાવવા માટે આ શૉમાં બબીતા નામના પાત્રની એન્ટ્રી કરાવી હતી.

image source

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સબ ટીવીનો સૌથી લોકપ્રિય અને કૉમેડી સતત ચર્ચામાં રહે છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના દર્શકોની દિલમાં એલ અલગ છાપ છોડી નાના બાળકથી લઈને વૃદ્ધ લોકોને આ શૉ જોવો ઘણો ગમે છે. આ શૉની ટીઆરપી પણ સતત આસમાને રહી છે. ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકોમાં ઘણો લોકપ્રિય છે.

image source

ત્યારે ખાસ કરીને બાળકોના રોલ નિભાવનારા બાળ કલાકારો લોકોને ભારે પસંદ પડે છે. તેની આગવી શૈલી લોકોનું મન મોહી લે છે અને ખુબ હસાવે છે. ટપ્પુ સેનાના નામથી ઓળખાતી આ ગેંગની શૈતાની હરકતો લોકોને ખુબ મનોરંજન પુરુ પાડે છે. ત્યારે બધાને સવાલ હશે કે આખરે આ લોકોની ફી કેટલી અને દરેક બાળકોને એક શોના કેટલા પૈસા મળતા હશે. તો હવે આ બધા ટેણિયાને લઈ એક રિપોર્ટ સામે આવ્યો છે.

image source

તારક મહેતામાં રાજ ટપ્પુનો રોલ કરી રહ્યો છે. તે સોશિયલ મીડિયા પર પણ ભારે એક્ટિવ રહે છે. મીડિયા રિપોર્ટ અનુસાર રાજને એક એપિસોડના ૨૦ હજાર રૂપિયા મળે છે.ગોલીનો કિરદાર નિભાવનાર કુશ શાહ પણ પ્રખ્યાત છે. મીડિયા રિપોર્ટ અનુસાર કુશ પોતાના રોલ માટે એક એપિસોડના ૧૫ હજાર રુપિયા લે છે. પલક સિદ્ધવાની એટલે કે સોનુનો રોલ કરનારી આ છોકરી એક એપિસોડના ૧૦ હજાર રૂપિયા લેવાની વાત કરવામાં આવી રહી છે.સમય શાહ તારક મહેતામાં ગોગીનો રોલ કરે છે.

image source

તેને એક એપિસોડના ૧૫ હજાર રૂપિયા મળે છે. ટપ્પુ સેનાનો પિંકુ એટલે કે અજહર શેખ પણ ૨૦૦૮થી આ શોમાં કામ કરે છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેને એક એપિસોડના ૧૦ હજાર રૂપિયા આપવામાં આવે છે. સાથે જ કેટલાક દર્શકોને હાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણો બોરિંગ લાગી રહ્યો છે. ત્યારે શૉમાં તારક મહેતાનો રોલ ભજવનારા જાણીતા અને પ્રખ્યાત કવિ શૈલેષ લોઢા ઉર્ફે તારક મહેતાએ આનો જવાબ આપ્યો છે.

image source

જ્યારે એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે શૈલેષ લોઢાએ કહ્યું કે, અહીં કંટાળા જેવું કઈ છે જ નહીં. આ માનવ સ્વભાવ છે. વિચારવાની પ્રક્રિયા સમય સાથે વિકસિત થતી રહે છે. તેથી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવો શૉ, જે ૧૨ વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યો છે. તે એકદમ સામાન્ય વાત છે કે એક જ દર્શક આ સ્તર પર પાત્રો અને સામગ્રી પર જુદા જુદા મંતવ્યો રાખી શકે છે. કોરોના વાઈરસના મહામારી વચ્ચે સ્ટાર્સની સાવચેતી અને સુરક્ષાને જોતા સેટ પર પણ ઘણી વસ્તુઓની કાળજી લેવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત