અનુપમાને મળી રિકોર્ડ તોડ ટીઆરપી તો તારક મહેતાને થયું ભારે નુકસાન, જુઓ ટોપ 10 સિરિયલનું લિસ્ટ

બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) એ નવીનતમ TRP રેટિંગ્સ બહાર પાડી છે. આ લિસ્ટમાં દસ સિરિયલો વિશે જણાવવામાં આવ્યું છે, જેણે છેલ્લા અઠવાડિયામાં દર્શકોના દિલ જીતી લીધા છે. છેલ્લા ઘણા અઠવાડિયાની જેમ આ વખતે પણ સ્ટાર પ્લસના શો ‘અનુપમા’એ ટીઆરપીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

અનુપમા

આ સમયે સીરિયલ ‘અનુપમા’માં ઘણો ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે. એક તરફ વનરાજ પોતાના સ્વાર્થ માટે માલવિકાને ખોટા પ્રેમની જાળમાં ફસાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. બીજી તરફ કાવ્યા પણ પાછી ફરી છે. આવી સ્થિતિમાં સીરિયલમાં બતાવવામાં આવી રહેલા આ નવા ટ્વિસ્ટને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે. શોની ટીઆરપી સતત વધી રહી છે અને હવે તે 3.9 મિલિયન વ્યુઅરશિપ ઇમ્પ્રેશન પર પહોંચી ગઈ

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

image soucre

સ્ટાર પ્લસની લોકપ્રિય સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’એ પણ ટોપ 2માં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ શોએ 3.0 મિલિયન દર્શકોની છાપ મેળવી છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સિરિયલમાં એક પછી એક ટ્વિસ્ટ અને ટર્ન આવી રહ્યા છે. અક્ષરા અને અભિમન્યુના લગ્નનો ડ્રામા છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહ્યો છે.

ગુમ હે કિસી કે પ્યાર મેં

image soucre

ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ સિરિયલ આ વખતે ટીઆરપી ચાર્ટમાં ત્રીજા નંબર પર છે. સીરિયલની વાર્તામાં વિરાટ તેની બરબાદી તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. ચાહકો ઈચ્છે છે કે વિરાટ જલ્દીથી જલ્દી આ મુશ્કેલીમાંથી બહાર આવે. આ શોએ 3.0 મિલિયન દર્શકોની છાપ મેળવી છે.

યે હે ચાહતે

image soucre

અકબર કાઝી અને શરગુન કૌર સ્ટારર સિરિયલ ‘યે હૈ ચાહતેં’ ટીઆરપી લિસ્ટમાં ટોપ ચારમાં ફરી છે. એકતા કપૂરની આ સિરિયલે તેના રેટિંગમાં ઘણો સુધારો કર્યો છે.

ઇમલી

image soucre

ઇમલી ટોપ 5 સિરિયલોની યાદીમાં પાંચમા નંબરે પહોંચી ગઈ છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી શોના રેટિંગમાં ઘટાડો થઈ રહ્યો છે. ઇમલીને 2.8 ઇમ્પ્રેશન મળી. ‘ઇમલી’ની વાર્તામાં એક જ ટ્રેકને ઘણા સમયથી ઉપર અને નીચે ધકેલવામાં આવી રહ્યો છે.

આ રહી બાકીની સિરિયલોની યાદી

  • 6 કુમકુમ ભાગ્ય
  • 7 કુંડળી ભાગ્ય
  • 8 ઉદારિયા
  • 9 સાથ નિભાના સાથિયા

    image soucre
  • 10 તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા