ATMની બહારથી મળેલા એક કરોડ રૂપિયાને આ યુવકે આ રીતે આપી દીધા પાછા, ખરેખર ઇમાનદારી તો જુઓ આ માણસની…

અમેરિકાના અલ્બુકર્કમાં એક ઓગણીસ વર્ષીય યુવક જોસ નુનેજ રોમાનિજ પ્રશંસાનું પાત્ર બની ગયા છે.

image source

ખરેખરમાં આ યુવક બેંકના એટીએમ માંથી પૈસા કાઢવા માટે ગયા હતા જ્યાં તેમને એટીએમની નજીક પૈસા ભરેલ એક મોટી બેગ જોવા મળી. આ બેગમાં $ ૧૩૫૦૦૦ ડોલર (અંદાજીત એક કરોડ રૂપિયા) ની ધનરાશી મળી. પરંતુ તેણે આ પૈસાને પોતાની પાસે રાખવાને બદલે સીધો જ અલ્બુકર્કની પોલીસને ફોન કરીને તેની સુચના આપી દીધી.

ઓગણીસ વર્ષીય યુવક જોસ નુનેજ રોમાનિજ વધુ જણાવતા કહે છે કે, જોસએ સ્થાનિક પોલીસ વિભાગના બે અધિકારીઓને તે પૈસા ભરેલ બેગ સોપી દીધી. યુવકનું કહેવું છે કે, ‘મેં ક્યારેય પણ ધનરાશી રાખવાનો વિચાર નથી કર્યો, હા જો કે, કેટલાક પ્રકારના વિચારો મારા દિમાગમાં આવી રહ્યા હતા. શું આ કોઈ પ્રકારની ચાલ હતી? શું કોઈ મારો પીછો કરી રહ્યો હોય તેવું લાગતું હતું ? કે કોઈ મારું અપહરણ કરશે?

image source

જોસ નુનેજનું કહેવું છે કે, ‘હું શોકમાં હતો. હું બસ પોતાને જ જોઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો, મારે શું કરવું જોઈએ? પોલીસએ આ બાબત વિષે જણાવતા કહ્યું છે કે, આ પૈસા બેન્કની બહાર એક એટીએમ સબ-કોન્ટ્રાકટર દ્વારા મુકવામાં આવ્યા હતા. જે એટીએમ મશીનમાં પૈસા નાખવા ગયા હતા. અલ્બુકર્ક પોલીસના પ્રવક્તા ડ્રોબીકનું કહેવું છે કે, ‘આ પૈસાથી આ યુવકના જીવનમાં ઘણો ફર્ક આવી શકતો હતો, જો તે બીજા રસ્તા પર ચાલ્યા જતા પરંતુ આ યુવકએ ઈમાનદારીનો રસ્તો પસંદ કર્યો અને સારું કામ કર્યું.’

જોસ નુનેજ જણાવે છે કે, તે સમયે જયારે તેના હાથમાં પૈસાથી ભરેલ બેગ હતી ત્યારે તેમણે પોતાની માતા અને પિતાની શિક્ષાઓને યાદ કરી. યુવકનું કહેવું છે કે, ‘મારા માતા-પિતાએ મને હંમેશા પોતાના દમ પર કામ કરવાનું શીખવાડ્યું અને જણાવ્યું છે કે, ચોરીના પૈસા ક્યારેય પણ આપની પાસે રહેશે નહી.’

image source

જોસ નુનેજના આ નિર્ણયથી આખા શહેરમાં તેમની ખુબ જ પ્રશંસા કરવામાં આવી. પોલીસ પ્રમુખએ આ યુવકને એક તખ્તી ભેટ તરીકે આપી અને પોલીસ વિભાગમાં એક સાર્વજનિક સેવા સહયોગીના રૂપમાં નોકરી કરવા માટે આમંત્રિત કર્યા છે. આ સાથે જ ઓછામાં ઓછા ૩ સ્થાનિક વ્યવસાયોએ જોસ નુનેજને ૫૦૦- ૫૦૦ ડોલરની ધનરાશી ભેટ આપી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત