લોકડાઉનમાં શ્રમિકોને જીવન જરૂરીયાતની વસ્તુઓ નહીં આ વસ્તુ આપી અને પહોંચી ગયા જેલ

કોરોના વાયરસના ચેપને ફેલાતો રોકવા માટે દેશભરમાં લોકડાઉનનો બીજો તબક્કો શરુ થયો છે.

image source

લોકડાઉનમાં જે લોકો ફ્રી ઘરે બેઠા છે તેઓ ટિકટોકના વીડિયો બનાવી જોરદાર રીતે શેર કરી રહ્યા છે. જો કે ક્યારેક આ વીડિયો તેમને જેલભેગા પણ કરી દે છે. આ વાતનું ઉદાહરણ તાજેતરમાં જ હૈદરાબાદમાં જોવા મળ્યું છે. હૈદરાબાદની એક વ્યક્તિએ કેટલાક લોકોને દારૂનું વિતરણ કરતી વખતે ટિકટોક વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

આ વ્યક્તિએ વિચાર્યું એમ હતું કે આ વીડિયોથી તે ચમકી જશે અને ચર્ચામાં આવશે. પરંતુ થયું કંઈક ઊંધું અને તે પહોંચી ગયો જેલ.

આ ઘટનાની વિગતો અનુસાર લોકડાઉન દરમિયાન હૈદરાબાદમાં એક 29 વર્ષીય યુવકએ કેટલાક મજૂરોને દારૂનું વિતરણ કર્યુ અને ટિકટોકમાં વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયો પંજાબી ભાષામાં હતો. આ વીડિયો પણ જોરદાર વાયરલ થયો અને પોલીસના ધ્યાનમાં આવી ગયો.

પોલીસએ યુવકને શોધી કાઢ્યો અને તેની ધરપકડ કરી લીધી. તેના પર લોકડાઉન દરમિયાન શ્રમિકોમાં દારુનું વિતરણ કર્યાનો ગુનો નોંધ્યો છે. જો કે આરોપીએ કહ્યું હતું કે આ શ્રમિકોને નશો કરવાની લત છે અને થોડા દિવસો પહેલા તાડીનો નશો કરતાં આ લોકોમાંથી એક મહિલાને તાડી ન મળતા તે બેભાન થઈ ગઈ હતી. એટલા માટે તેણે લોકોને દારુ આપ્યો હતો.