કોરોનાની ભવિષ્યવાણી કરનારે 2021 વિશે કહી વાત, આવશે બીજી જીવલેણ ગંભીર બિમારી, જાણીને હાજા ગગડી જશો

આમ જોવા જઈએ તો આ વર્ષમાં કોઈ ઘટના સારી બની જ નથી. એક તરફ કોરોના આવ્યો તો બીજી તરફ ઘણા સારા સારા લોકોએ આ દુનિયાને અલવિદા કહી દીધું. ત્યારે હવે 2021ને લઈને પણ એક મોટી આગાહી કરવામાં આવી રહી છે જે તમારે ખાસ જાણવી જોઈએ.

image source

ઉલ્લેખનીય છે કે, 2020નું વર્ષ કોરોનાના કારણે સંપૂર્ણ રીતે ખરાબ રહ્યું છે ત્યારે લોકોને આવનારા વર્ષ 2021ને લઈને અનેક આશાઓ છે. આ સાથે જ 2 વર્ષ પહેલાં કોરોનાની ભવિષ્યવાણી કરનારા મનોવૈજ્ઞાનિકે 2021ને લઈને પણ હાલમાં ભવિષ્યવાણી કરી છે.

image source

આ મનોવૈજ્ઞાનિકે ધડાકો કરતાં કહ્યું કે દુનિયા આવનારા વર્ષે પિગ ફ્લૂનો સામનો કરશે. જો વધારે વિગતે વાત કરીએ તો 35 વર્ષના નિકોલસ ઓજુલાનું કહેવું છે કે કોરોના વાયરસની સાથે દુનિયાએ નવા વર્ષે રાહત મળશે તેવી આશા સેવી છે. પરંતુ જ્યારે લોકો કોરોના મહામારીથી કાબૂ મેળવવાની સ્થિતિમાં હશે ત્યારે તેમનામાં ભય કાયમ રહેશે. આ બીમારીને સમાપ્ત થવામાં 2022નો સમય લાગી શકે છે.

image source

આ સમયે એક અન્ય નવી બીમારીનો ભય લોકોને સતાવી શકે છે. નિકોલસ ઓજુલાએ ભવિષ્યવાણીમાં એક અન્ય મોટા સંકટની વાત કરી છે. જેના કારણે હવે ચારે તરફ હાહાકાર મચી ગયો છે. લોકોમાં એક ભય છે કે ખરેખર હવે આવું જ જીવન જીવવાનું છે કે સારા દિવસો આવશે.

image source

નિકોલસ ઓજુલાએ કહ્યું કે વૈશ્વિક મહામારી કોરોના સામે લડી રહેલી દુનિયા આવનારા વર્ષે પિગ ફ્લૂનો સામનો કરશે. તેમનું કહેવું છે કે આ બીમારી સૂઅરથી ફેલાય છે. તે અન્ય વાયરસ જેવી બીમારી નથી. પણ તેમ છતાં દુનિયા આ બીમારીથી હેરાન થઈ શકે છે. ભારતમાં હાલમાં એક દિવસમાં કોરોનાના 37 હજાર 410 નવા કેસ આવ્યા છે અને ગુજરાતમાં સ્થિતિ ઘણી ખરાબ છે. આ કારણે અહીના 4 મોટા રાજ્યોમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવાની ફરજ પડી છે. દેશમાં એક દિવસમાં કોરોનાથી રિકવર દર્દીની સંખ્યા 42 હજાર 131 પહોંચી છે. તો એક દિવસમાં ભારતમાં કોરોનાથી 481 દર્દીના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 1 લાખ 34 હજાર 254ના મૃત્યુ થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 4 લાખ 37 હજાર 815 છે તો ભારતમાં કોરોનાના કુલ કેસ 91 લાખ 77 હજાર 722 થયા છે.

image source

ઉલ્લેખનીય છે કે, દુનિયાના મોટાભાગના દેશો મહિનાઓ પછી પણ કોરોના સામે ઝઝૂમી રહ્યા છે. ત્યારે એક સંશોધનમાં એવુ તારણ નિકળ્યું છે કે, જો 70 ટકા લોકોએ સતત માસ્ક પહેરી રાખ્યો હોત તો કોરાના બેકાબૂ ના બન્યો હોત. રોજ હજારો લોકોના મોત થઈ રહ્યા છે. સિંગાપુરની જર્નલમાં પ્રકાશિત થયેલા આ સંશોધનમાં જણાવાયા પ્રમાણે માસ્ક સતત પહેરી રાખવાથી આ મહામારીને કાબૂમાં રાખી શકાઈ હોત.

image source

આ સંશોધનમાં માસ્ક બનાવવા માટે વપરાતું મટિરિયલ અને લોકો દ્વારા કેટલા સમય માટે માસ્ક પહેરી રાખવામાં આવે છે તે બાબતોને ગણતરીમાં લેવામાં આવી હતી. જેમાં એવો પણ દાવો કરાયો છે કે, માસ્કના વિકલ્પ રુપે સાદુ કપડુ પણ જો સતત મોઢા પર ઢાંકી રાખવામાં આવે તો પણ કોરોનાના સંક્રમણને ફેલાતું અટકાવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત