કોરોના વેક્સિન લગાવ્યા પછી આ કામ કરવાથી થાય છે નુકસાન, જાણો અને ટાળજો તમે પણ

દેશભરમાં 16 જાન્યુઆરીથી વેક્સીનેશનની પ્રક્રિયા શરૂ થઈ છે જેનો લાભ અનેક લોકો લઈ રહ્યા છે. આ લડાઈમાં જીત મેળવવા માટે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવાનું જરૂરી બને છે. આ મહાઅભિયાનની પીએમ મોદીએ શરૂઆત કરી અને પછી દેશમાં વેક્સિન આપવાનું શરૂ કરાયું હતું.

વેક્સિન લીધા બાદ પણ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી

image source

વેક્સિનના 2 ડોઝ લીધા બાદ પણ માસ્ક, સામાજિક દૂરી અને હાથની સફાઈ રાખવી જરૂરી છે. મળતી માહિતી અનુસાર વેક્સિન સુરક્ષા આપે છે પણ એન્ટી બોડી તૈયાર કરવામાં 20-40 દિવસનો સમય લાગી શકે છે. એવામાં માસ્ક ન લગાવવું અને સાથે સામાજિક દૂરી બનાવી રાખવી પણ જરૂરી રહે છે. વેક્સિન લીધા બાદ એવું ન વિચારવું કે તેની તરત અર થવા લાગશે. વેક્સિન લગાવ્યા બાદ બેદરકારી રાખવાથી તમે સંક્રમિત થઈ શકો છો. માટે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું આવશ્યક બને છે.

વેક્સિન લગાવ્યાના અડધો કલાક સુધી કરો આરામ

image source

વેક્સિન લગાવ્યાના અડધો કલાક સુધી આરામ જરૂરી છે. કેમકે એ જોવું જરૂરી છે કે વેક્સિનની શરીર પર વિપરિત અસર તો નથી થઈ રહી ને. સરકાર દરેક વેક્સિન સેન્ટરમાં ઓબ્જર્વેશનનો રૂમ તૈયાર કરી ચૂકી છે. અહીં આરામ માટે બેડની વ્યવસ્થા કરાઈ છે. અહીં ઓક્સીજનના સિલિન્ડર પણ હશે. જેથી જરૂર પડે ત્યારે ઓક્સીજન થેરાપી આપી શકાય. ઓબ્જર્વેશન રૂમને માટે અલગથી મેડિકલ ટીમ તૈનાત રહેશે.

આવું હશે કોરોના વેક્સિન સેન્ટરના પ્રોટોકોલ

1

image source

વેક્સીન સેન્ટરના મુખ્ય દ્વાર પર શરીરનું તાપમાન લેવાશે, હાથ સેનેટાઈઝ કરાવાશે અને માસ્ક પણ અપાશે.

2

વેક્સિન પહેલાં કાઉન્સેલિંગ કરાશે જેમાં વેક્સિનના લાભની જાણકારી અપાશે. વેક્સિન લીધા બાદ ક્યારે વેક્સિન લેવાની છે તેની જાણકારી પણ અપાશે. આ પછી જો કોઈ સમસ્યા હશે તો તમને તરત હોસ્પિટલ લઈ જવામાં આવશે.

3

image source

કમ્પ્યુટર સેક્શનમાં જઈને સ્વાસ્થ્યકર્મીના નામની જાહેરાત કરાશે. આધાર કાર્ડ નંબરને નોંધવામાં આવશે અને એક લિસ્ટ તૈયાર કરાશે.

4

image source

વેક્સિન સેન્ટરમાં વેક્સિન આપતાં પહેલાં કહેવાશે કે તમને કોરોનાની વિરુદ્ધની રસી આપવામાં આવી રહી છે. આ પછી તમારે અડધો કલાક ઓર્બ્જવેશન રૂમમાં આરામ કરવાનો રહેશે.

5

image source

ઓર્બ્જવેશન રૂમમાં બેડ પર અડધો કલાક સૂવાનું રહે છે. જો કોઈ સમસ્યા રહે છે તો તરત ત્યાંના સ્વાસ્થ્યકર્મીને બતાવવાનું રહે છે. આ સ્વાસ્થ્ય કર્મીઓ તમને ઘરે જવાના બદલે સમસ્યા હશે તો ડોક્ટરને મળવાની સૂચના આપશે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત