રાજસ્થાન: ઝાલોરમાં મુસાફરો ભરેલી બસ 11 KV હાઈટેન્શન લાઈનની ઝપેટમાં આવતા લાગી ભયંકર આગ, 36 દાઝ્યા,6 મુસાફરો જીવતા સળગ્યા

રાજસ્થાન રાજ્યના ઝાલોરમાં શનિવારના દિવસે મોડી રાતના સમયે એક ભયાનક દુર્ઘટનામાં ૬ વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા. આ દુર્ઘટનામાં એક બસ ૧૧ કેવી (૧૧ હજાર વોલ્ટ) હાઈટેન્શન લાઈનની અડફેટમાં આવી જવાના લીધે બસમાં આગ લાગી ગઈ. આ બસ દુર્ઘટનામાં અન્ય ૩૬ વ્યક્તિઓ પણ દાઝી ગયા છે. જેઓ હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ બસમાં મુસાફરી કરી રહેલ બધા જ મુસાફરો જૈન સમાજના શ્રદ્ધાળુઓ છે, આ શ્રદ્ધાળુઓ બસમાં બેસીને નાકોડા જૈન મંદિરમાં દર્શન કરી લીધા પછી બ્યાવર પાછા ફરી રહ્યા હતા.

મૃતક વ્યક્તિઓમાં ડ્રાઈવર- કંડકટર સહિત અન્ય ૩ મહિલાઓ.

image source

આ બસ દુર્ઘટનામાં બ્યાવરના સોનલ, સુરભિ, ચાંદ દેવી, અજમેરના રાજેન્દ્ર, ડ્રાઈવર ધર્મચંદ જૈન અને કંડકટરની મૃત્યુ થઈ ગઈ છે. એટલું જ નહી, જયપુરની નિવાસી પ્રિયંકા, અજમેરની નિવાસી નિશા જૈન, બ્યાવરના શંકુતલા, અનૌસી, ભીલવાડાની શિલ્પા બાફના, બ્યાવરની સુનિતા, જયપુરની સીમા જૈન, રીતિકા અને શિલ્પા દાઝી ગયા છે.

આ બસ દુર્ઘટનાની જાણકારી મળી ગયા બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી અને આગને નિયંત્રણ કરી લેવામાં આવી હતી. દાઝી ગયેલ વ્યક્તિઓની સારવાર માટે તેઓને ઝાલોર જીલ્લાની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે હાલમાં તેઓની સારવાર ચાલી રહી છે. આ બસ દુર્ઘટનામાં ઘણા મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા હોવાના લીધે તેમને રેફર કરાવવામાં આવ્યા છે.

રસ્તો ભૂલી જવાના લીધે મહેશપુરા ગામમાં આવી ગયા.

image source

આ બસ દુર્ઘટનામાં ઝાલોર જીલ્લાથી ૭ કિલોમીટર દુર આવેલ મહેશપુરા ગામમાં શનિવાર રાતના ૧૦:૪૫ વાગે દુર્ઘટના બની. આ બસમાં મુસાફરી કરી રહેલ બધા જૈન શ્રદ્ધાળુઓ અજમેર અને બ્યાવરના રહેવાસી છે. તેઓ બે બસોમાં સવાર થઈને શુક્રવારની રાતના સમયે બ્યાવરથી નીકળી ગયા હતા. આ બંને બસ ઝાલોરના આવેલ માંડોલીમાં આવેલ જૈન મંદિરમાં દર્શન કરવા માટે પહોચી ગયા હતા. આ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા પછી બ્યાવર પાછા ફરતા સમયે રસ્તો ભૂલી જવાના લીધે મહેશપુરા પહોચી ગયા હતા. મહેશપુરા ગામની સાંકડી ગલીઓ માંથી બહાર નીકળતા સમયે ૧૧ કેવી લાઈનની અડફેટમાં આવી જવાના લીધે બસમાં કરંટ પ્રસરી જતા આખી બસમાં આગ લાગી
જાય છે.

તારની ઉંચાઈ જોવા માટે બસની ઉપર ચઢ્યા હતા બસના કંડકટર.

image source

આ બસમાં મુસાફરી કરી રહેલ મુસાફરો દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે, તેઓ યારે નાકોડા બાદ માંડોલીમાં દર્શન કરવા માટે પહોચ્યા હતા. શનિવારની મોડી સાંજના સમયે બધા ઝાલોર શહેર પહોચી ગયા હતા અને ત્યાં જ ભોજન કરી લીધા પછી તેઓ બ્યાવર જવાના હતા. આ બસ ગુગલ મેપની મદદથી બ્યાવરના રસ્તા પર આગળ વધી રહી હતી. પરંતુ ભૂલથી બસ મહેશપુરા ગામ પહોચી જાય છે અને બસ મહેશપુરા ગામની સાંકડી ગલીમાં પહોચી જાય છે અને ત્યાં ૧૧ કેવીની વીજલાઇન ખુબ જ નીચી હતી. બસનો કંડકટર તારને જોવા માટે બસની ઉપર ચઢે છે. કંડકટર ૧૧ કેવીની વિજલાઈનને હટાવવો લાગે છે આખી બસમાં કરંટ પ્રસરી જાય છે અને બસમાં આગ લાગી જાય છે.

ઝાલોરના સાંસદ દેવજી પટેલએ ટ્વીટ કરીને પોતાની સંવેદના વ્યક્ત કરી.

ઝાલોરના મહેશપુરા ગામમાં બસનું તારની ચપેટમાં આવી જવાથી આગ લાગવાના કારણે કેટલાક મુસાફરોની મૃત્યુના અત્યંત દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા. હું આ દુર્ઘટનામાં ઘાયલ મુસાફરોની જલ્દી જ સ્વાસ્થ્ય લાભ થવાની કામના કરતા મૃતકોને પોતાની વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત