વડોદરામાં પ્રકૃતિ પ્રેમીઓનું અનોખું પુણ્યકાર્ય, વૃક્ષને બચાવવા જીવ મુક્યો જોખમમાં

વૃક્ષો છે તો જીવન છે. આ વાત આપણે સૌ જાણીએ છીએ પરંતુ વૃક્ષનું જતન કરવાની વાત આવે કે પછી વૃક્ષ વાવવાની વાત આવે ત્યાર આપણે વધારે વિચાર કરતા નથી.

image source

છેલ્લા કેટલાક વર્ષમાં જે ફેશન શરુ થઈ છે તેમાં લોકો વૃક્ષના રોપનું વિતરણ કરવું, જન્મદિવસે વૃક્ષો વાવવા જેવા કાર્યો કરે છે. પરંતુ વૃક્ષ વાવી દીધા બાદ તેનું જતન કરવાનું લોકો ચુકી જાય છે.

છોડ ઊગી જાય, મોટું વૃક્ષ બને અને આ વૃક્ષ પણ 100 વર્ષનું થાય પછી પણ અડીખમ રહે તેવી ચિંતા તો ભાગ્યે જ કોઈ કરતું હોય છે. પરંતુ વડોદરાના એવા પ્રકૃતિ પ્રેમીઓ પણ છે જે આવું જ એક સરાહનીય કામ કરી ચુક્યા છે. જેઓ તેમના આ કામના કારણે સતત ચર્ચામાં પણ છે.

આપણે સૌ જાણીએ છીએ કે કોરોના વાયરસના કેસ વડોદરામાં સતત વધી રહ્યા છે. તેવામાં અહીં લોકો કામ વિના બહાર નીકળવાનું પણ ટાળે છે. આવા સમયમાં આ પ્રકૃતિ પ્રેમીએ જીવને જોખમમાં મુકી એક વૃક્ષની સર્જરી કરી છે. તો ચાલો તમને જણાવીએ આ વૃક્ષની સર્જરીની રસપ્રદ વાત.

image source

વડોદરામાં આશરે 100 વર્ષથી એક વૃક્ષ અડીખમ છે. આ વૃક્ષ મુખ્યત્વે આફ્રિકામાં જોવા મળે છે. આ વૃક્ષ બાઓબાબ પ્રજાતિનું છે. આ વૃક્ષની અન્ય 9 પ્રજાતિ પણ જોવા મળે છે. પરંતુ આ ઝાડ ગુજરાતમાં ફક્ત વડોદરામાં એકમાત્ર છે. આ સિવાય એક ઝાડ મધ્ય પ્રદેશમાં છે. જો કે વડોદરામાં છે તે વૃક્ષમાંથી થોડો ભાગ જર્જરીત થયો અને તુટી ગયો હતો. તેના કારણે અહીંથી ઝાડ સડવાનું શરુ થયું હતું.

જો આ વૃક્ષને સમયસર સારવાર આપવામાં ન આવે તે વૃક્ષ નેસ્તોનાબૂદ થઈ જાય તેમ હતું. તેથી કોમ્યુનિટી સેન્ટરના ડિરેક્ટર ડો જીતેન્દ્ર ગવાલીએ વૃક્ષની સર્જરી કરવાનું નક્કી કર્યું. તેમણે જણાવ્યાનુસાર વૃક્ષને બચાવવા માટે તેમણે ફળદ્રુપ માટી, લીમડાનું તેલ અને પાણી ઉમેરી એક મિશ્રણ તૈયાર કર્યું. આ મિશ્રણને તેમણે વૃક્ષના સડતા ભાગ પર લગાડ્યો.

image source

તેમના જણાવ્યાનુસાર આ વસ્તુઓનું મિશ્રણ સડતા વૃક્ષ માટે મલમનું કામ કરશે. હાલ રાજ્યમાં તાપમાન પણ વધતું જાય છે તેવામાં વર્ષો જૂના આ પ્રજાતિના વૃક્ષને બચાવવા માટે તેમણે લોકડાઉન અને કોરોનાના ભય વચ્ચે બહાર નીકળવાનું પસંદ કર્યું હતું.

source : iamgujarat

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત