CBSE બોર્ડની પરીક્ષા લેવાથી 1થી 15 જુલાઈ વચ્ચે, વાંચો પરીક્ષાનું ટાઈમટેબલ

સીબીએસઈ બોર્ડે ધોરણ 12ની પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે. આ પરીક્ષાઓ અગાઉ કોરોનાના કારણે મુલતવી રાખવામાં આવી હતી. આજે જાહેર થયેલી તારીખો અનુસાર ધોરણ 12ની પરીક્ષાઓ 1 જુલાઈથી 15 જુલાઈની વચ્ચે લેવાશે. આ સાથે જ નોર્થ ઈસ્ટમાં ધોરણ 10ની પરીક્ષા 1 જુલાઇથી 15 જુલાઈ દરમિયાન લેવામાં આવશે. માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે આ તારીખો જાહેર કરી છે.

image source

જણાવી દીઈએ કે લોકડાઉનના કારણે સીબીએસઈ બોર્ડે પરીક્ષાઓ માર્ચ માસમાં જ સ્થગિત કરી દીધી હતી. ત્યારબાદ સીબીએસઈ સચિવ અનુરાગ ત્રિપાઠીએ કરી હતી કે દસમા ધોરણની બોર્ડની પરીક્ષાઓ લેવામાં નહીં આવે. પરંતુ 12માં ધોરણના જે પેપરો બાકી રહી ગયા છે તેમાંથી 29 મુખ્ય વિષયોની પરીક્ષાઓ લેવામાં આવશે.

આ મુખ્ય વિષયો એવા છે કે જેના દ્વારા યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાએ પ્રવેશ મળે છે. ઘણી યુનિવર્સિટીઓ મેરિટના આધારે એડમિશન આપે છે જ્યાં આ વિષયોના માર્ક અનિવાર્ય રીતે જોવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સીબીએસઈએ પહેલા જ જણાવી દીધું છે કે દેશમાં ક્યાંય પણ 10માં ધોરણની પરીક્ષાઓ નહીં લેવાય. માત્ર નોર્થ ઈસ્ટ દિલ્હીમાં વિદ્યાર્થીઓ માટે અધુરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

image source

જે પરીક્ષાઓ લેવાઈ ચુકી છે તેની ઉત્તરવહીઓ ચકાસવાનું કામ પણ શરુ થઈ ગયું છે. આ પ્રક્રિયા પુરી થવામાં 50 દિવસનો સમય લાગી શકે છે. ડો. નિશંકે જણાવ્યાનુસરા 29 વિષયોની પરીક્ષા થવાની બાકી છે. પરંતુ જે 173 વિષયની પરીક્ષા થઈ ચુકી હતી તેની 1.5 કરોડ ઉત્તરવહીઓ છે. જેનું મૂલ્યાંકન કરવા ગૃહ મંત્રાલયે અનુમતિ આપી છે.

આ પરીક્ષાઓ માટે સીબીએસઈએ 3000 શાળાને મૂલ્યાંકલ કેન્દ્ર તરીકે ચિન્હિત કરી છે. હવે 300 મૂલ્યાંકન કેન્દ્ર આ ઉત્તરવહીઓ અધ્યાપકોના ઘરે પહોંચાડશે અને મૂલ્યાંકન શરુ કરી કરી દેવામાં આવ્યું છે. કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે બોર્ડે જણાવ્યું છે કે સામાજિક અંતરના જે દિશા-નિર્દેશો છે તેનું પાલન કડકાઈથી કરવામાં આવશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સોશિયલ ડિસ્ટેંસિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.

image source

જાણો ધોરણ 12ની પરીક્ષાની વિગતો… તમામ પેપરનો સમય સવારે 10.30થી બપોરે 1.30 સુધીને રહેશે.

તારીખ – વિષય

1 જુલાઈ 2020 – હોમ સાયન્સ

2 જુલાઈ 2020 – ઈલેક્ટિવ હિંદી, કોર હિંદી

3 જુલાઈ 2020 – ફિઝિક્સ

4 જુલાઈ 2020 – અકાઉન્ટસી

6 જુલાઈ 2020 – કેમેસ્ટ્રી

image source

7 જુલાઈ 2020 – ઈન્ફોરમેટીક્સ પ્રેકટિકલ ( new), કોમ્પ્યુટર સાયન્સ ( new), ઈન્ફોરમેટીક્સ પ્રેકટિકલ (old), કોમ્પ્યુટર સાયન્સ (old), ઈન્ફોરમેશન ટેક

8 જુલાઈ 2020 – ઈંગ્લીશ ઈલેક્ટિવ, ઈંગ્લીશ ઈલેક્ટિવ-સી, ઈંગ્લીશ કોર

9 જુલાઈ 2020 – બિઝનેસ સ્ટડીઝ

10 જુલાઈ 2020 – બાયોટેકનોલોજી

11 જુલાઈ 2020 – જિયોગ્રાફી

13 જુલાઈ 2020 – સોશિયોલોજી

image source

14 જુલાઈ 2020 – પોલિટિકલ સાયન્સ

15 જુલાઈ 2020 – મેથેમેટિક્સ, ઈકોનોમિક્સ, હિસ્ટ્રી, બાયોલોજી

source : daily hunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત