વલસાડના ટિકટોક સ્ટારની ખુલી ગઈ કિસ્મત, આ TV શોમાં મળી મોટી તક, જે કરતો હતો ગાડીઓ ધોવાનું કામ

ટીવીના મોસ્ટ પોપ્યુલર શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરના લાખો ચાહકો છે. આ શો ધીરેધીરે ફરીથી લોકપ્રિય થવા લાગ્યો છે. શોમાં તાજેતરમાં જ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી માટેનો એપિસોડ યોજાયો હતો. જેમાં વાઈલ્ડ કાર્ડ તરીકે શોમાં એન્ટ્રી કરી છે એક ગુજરાતી ડાન્સરે.

image source

ટીવીના મોસ્ટ પોપ્યુલર શોમાં એન્ટ્રી કરી ગુજરાતનું ગૌરવ વલસાડના વતનીએ વધારી છે. વલસાડના આ યુવકનું નામ છે અરમાન રાઠોડ. ખાસ વાત તો એ છે કે અરમાન કાર સાફ કરવાનું કામ કરતો હતો અને તેમાંથી તેણે વાઈલ્ડ કાર્ડ એપિસોડમાં ભાગ લીધો અને તેને શોમાં એન્ટ્રી પણ મળી ગઈ. અરમાન 29 વર્ષનો છે અને ડાન્સ તેનું પેશન છે.

 

View this post on Instagram

 

A post shared by Arman Rathod 🕺🏽💃🏼 (@armanrathod) on

અરમાને લોકડાઉનમાં તેના મિત્રો સાથે ટિકટોક પર પોતાના ડાન્સના વીડિયો મુકવાનું શરુ કર્યું હતું. જો કે તેના મૂવ્ય જોઈ લોકો તેના ફેન થઈ ગયા છે. જોતજોતામાં તેના વીડિયો ઇન્ટરનેટ ઉપર વાયરલ થઈ ગયા હતા. તે છેલ્લા 15 વર્ષથી ડાન્સમાં આગળ વધવા ઈચ્છતો હતો. જે ઈચ્છા હવે તેની પુરી થઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Arman Rathod 🕺🏽💃🏼 (@armanrathod) on

ઉલ્લેખનીય છે કે ગત જૂન મહિનામાં પ્રખ્યાત ડાન્સ ગુરુ ટેરેન્સએ તેના ટેરેન્સ લુઇસ પ્રોફેશનલ ટ્રેઈનીંગ ઇન્સ્ટીટયુટમાં તેને 1 વર્ષના ડીપ્લોમા કોર્સ માટે 3 લાખ રૂપિયાની સ્કોલરશિપ આપી હતી. ત્યારબાદ તેને વધુ એક તક મળી છે કે તેને ટીવી શોમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે જોડાવાની તક મળી છે. હવે તે આ શોમાં ટોપ 11 ડાન્સરમાં આવવાનો પ્રયત્ન કરશે.

 

View this post on Instagram

 

A post shared by Arman Rathod 🕺🏽💃🏼 (@armanrathod) on

મહત્વપૂર્ણ છે કે આ શોનું શૂટિંગ હાલ પોસ્ટપોન કરવામાં આવ્યું છે. કારણ કે શોની સ્ટાર જજ મલાઈકા અરોરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મલાઈકાને કોરોના આવતાં સેટ પર અન્ય લોકોના ટેસ્ટ થશે. હાલ શોનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત