બનાસકાંઠાના આ ગામમાં બની કરુણ ઘટના, દિવાલ ધરાશાયી થતા આટલા લોકોના થયા મોત, જ્યારે 11 લોકો દટાયા કાટમાળમાં

પાલનપુર

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના સેજલપુરા ગામમાં આજે જ એક ખખડી ગયેલ મકાનની દીવાર ધસી પડવાથી ૧૧ વ્યક્તિઓ આ દીવારના કાટમાળ હેઠળ દબાઈ ગયા હતા. આ દીવારની નીચે બે બાળકો અને એક પ્રેગ્નેન્ટ મહિલાની સાથે જ અન્ય ૩ વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા છે. જેના લીધે બનાસકાંઠાના પુરા પંથકમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે.

image source

પાલનપુર તાલુકાના સેજલપુરા ગામમાં આવેલ એક જુના મકાનની દીવાર પડી જતા ૧૧ વ્યક્તિઓ આ દિવાલના કાટમાળની હેઠળ દબાઈ ગયા હતા. તેમાં બે બાળકો અને એક પ્રેગ્નેન્ટ મહિલા સહિત અન્ય ૩ વ્યક્તિઓના મોત થયા છે. જેના લીધે આખા પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ છે.

મોટાભાગના ઘરોને બનાવતા સમયે સુરક્ષાને લગતી રાખવામાં આવતી સાવધાનીઓ જે રાખવામાં આવવી જોઈએ તે રાખવામાં આવી નથી. જેના લીધે જયારે પણ બાંધકામ કરવામાં આવતું હોય ત્યારે ત્યાં અકસ્માત થતા રહે છે. જેના લીધે ઘણા બધા બેગુનાહ મજુર વ્યક્તિઓના મોતના ભોગ બને છે. ત્યારે હાલમાં આવી જ એક દુર્ઘટના પાલનપુર તાલુકાના સેજલપુરા ગામમાં બની છે અહિયાં એક જુના ઘરની જર્જરીત દીવાર ઘસી જવાના લીધે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થઈ જાય છે.

image source

આ આખી ઘટનાની વાત કરીએ તો સેજલપુરા ગામમાં એક નવું કોમ્પ્લેક્ષ બનાવવામાં આવી રહ્યું હતું અને તેમાં પાયા પુરવાનું કામ ૧૧ મજૂરો કરી રહ્યા હતા જેમાં બે નાના બાળકો પણ સામેલ હતા. ત્યારે જ તેની નજીકમાં જ આવેલ એક જૂની દીવાર ઘસી પડે છે અને ૧૧ વ્યક્તિઓ દીવારના કાટમાળમાં દબાઈ જાય છે એકીસાથે ૧૧ વ્યક્તિઓ દટાઈ જવાના લીધે ગામના લોકો એકઠા થઈ ગયા હતા.

પોલીસને આ બનાવની જાણ થતા જ પોલીસ સહિત મામલતદાર કચેરીના કર્મચારીઓ ઘટના સ્થાને આવી ગયા હતા અને જેસીબીની મદદથી દિવારની નીચે દબાઈ ગયેલ લોકોને બહાર કાઢવા આવ્યા યુદ્ધના ધોરણે કાટમાળની નીચેથી કાઢવામાં આવેલ દરેક વ્યક્તિને પાલનપુર તાલુકાની સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરી દેવામાં આવ્યા હતા. જેમાંથી ડોક્ટર્સ દ્વારા તપાસ કરવામાં આવતા બે નાના બાળકો સહિત એક પ્રેગ્નેન્ટ મહિલાની મોત થઈ હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. આ બનાવના લીધે આખા પંથકમાં ભય ફેલાઈ જાય છે.

આ બનાવની ગંભીરતાને સમજતા તાત્કાલિક જ મામલતદાર પોતે ઘટનાસ્થળે આવી ગયા હતા. સિવિલ હોસ્પિટલમાં જે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે તેમના મૃતદેહની પીએમ રીપોર્ટ માટે હોસ્પિટલમાં જ છે તેમજ પાલનપુર પોલીસ દ્વારા આ દુર્ઘટના થવા પાછળનું કારણ જાણવા માટે આ બાબતે તપાસ કરવા માટે પોલીસને સુચના આપી દેવામાં આવી છે. આ બનાવ થવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે ત્યાર બાદ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આવું પાલનપુર મામલતદારએ જણાવ્યું હતું.

સેજલપુરા ગામમાં બનેલ આ ઘટનામાં ત્રણ ગરીબ મજુરોને પોતાના જીવ ગુમાવવા પડ્યા છે. બાંધકામના સમયે જે સેફટી રાખવામાં આવી જોઈએ તે નહી રાખવામાં આવી હોવાના લીધે આ દુર્ઘટના બની છે. આ મામલે સેજલપુરા ગામના સરપંચએ કહ્યું હતું કે અમે આ જર્જરિત થઈ ગયેલ દીવારને દુર કરવા માટે પહેલા જ મૌખિક સુચના આપવામાં આવી હતી અને આ બનાવ થયા પછી તાત્કાલિક ધોરણે ગામમાં જે પણ જર્જરિત ઘરો છે તે બધાને સુચના આપી દેવામાં આવશે અને હવે જોવાનું હેશે કે, આ પૂરી બાબતની તપાસમાં દોષિત વ્યક્તિઓની સામે શું એક્શન લેવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત