હવે માણસના પરસેવામાંથી બનશે કંઇક ‘આવું’, આ વિશે જાણીને તમને પણ થશે આશ્વર્ય

જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે આજકાલ મોંઘવારી ચસરે બાજુએ વધી રહી છે. મોંઘવારીને કાબુમાં રાખવી જો સરકારના હાથની વાત ન હોય તો આપણે સામાન્ય લોકો શું કરી શકવાના ? જો કે ફળદ્રુપ મગજ ધરાવતા સમજુ લોકો મોંઘવારીને પોતાના ખર્ચાઓ પર કાપ મૂકીને કાબુમાં રાખવાનો પ્રયત્ન કરે છે. અને ઘણા અંશે તેઓ સફળ પણ થાય છે. એ ઉપરાંત બધા ઘરોમાં જે કોમન ખર્ચ જેમ કે વીજળી બિલ, પાણી બિલ, પેટ્રોલ વગેરેને કાબુમાં રાખીને મર્યાદિત ખર્ચમાં ફેરવી શકાય છે. વીજળીના ઘર બેઠા જ ઉત્પાદન કરવા માટે હવે સરકારને પણ અક્કલ આવી છે અને તે હવે નાગરિકોને પોતાના ઘરે સોલર પેનલ નાખવા સબસીડી પણ આપી રહી છે.

image source

તાજેતરમાં જ વૈજ્ઞાનિકોએ પરસેવામાંથી ઇલેક્ટ્રિક પાવર ઉત્પાદન કરવાની શોધ કરી છે. Joule માં છપાયેલા એક અહેવાલ અનુસાર એન્જીનીયર્સને પહેલાથી માણસના પરસેવામાંથી વીજળી બનાવી શકાય તે બાબતે જાણ હતી અને આ માટે તેઓએ એક ડિવાઇસ પણ બનાવી હતી. પરંતુ તેને હજુ માણસના પ્રાકૃતિક પરસેવાથી ટેસ્ટિંગ કરવામાં નહોતું આવ્યું. પરંતુ હવે નવી ડિવાઇસની શોધે સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા છે કારણ કે આ નવા ડિવાઇસમાં માણસના વધુ પરસેવાની જરૂર જ નથી પડતી. અને આ ડિવાઇસમાં માણસના પ્રાકૃતિક પરસેવાનું સફળ પરીક્ષણ પણ કરી લેવામાં આવ્યું છે.

ડિવાઇસને માત્ર નજીવી એનર્જીની જ જરૂર

કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં નેનો એન્જીનીયરીંગના પ્રોફેસર એવા જોસેફ વાંગના જણાવ્યા મુજબ, તેઓ દૈનિક એક્ટીવીટીના ધોરણે એવી ડિવાઇસ બનાવવા માંગતા હતા જેમાં લગભગ નહી જેવી જ એનર્જીનું રોકાણ કરવાની જરૂર પડે અને આ ડિવાઇસ એવી જ છે.

image source

વીજળી બનાવવા માટે કરવું પડશે ફક્ત આ કામ

પ્રોફેસર જોસેફ વાંગએ વધુમાં જણાવ્યું હતું કે, આ ડિવાઇસને તમે આંગળીમાં પહેરીને ભૂલી જાવ, આ ડિવાઇસ પહેરીને તમે ઊંઘી શકો છો, ટાઈપિંગ કરી શકો છો અને અન્ય કામો પણ કરી શકો છો અને તેમ છતાં આ ડિવાઇસ વીજળી ઉતપન્ન કરશે. આ રીતે તમે આ ડિવાઇસને કઈં પણ કર્યા વિના પાવર પેદા કરતું ડિવાઇસ પણ કહી શકો છો.

ડિવાઇસ પરસેવામાં ઉપલબ્ધ આ ચીજ નો કરે છે ઉપયોગ

ઉલ્લેખનીય છે કે આ ડિવાઇસ પરસેવામાં ઉપલબ્ધ Lactate એટલે કે લેકટેટનો ઉપયોગ કરીને વીજળી ઉતપન્ન કરે છે. ઓક્સીડાઈઝડ થયા બાદ લેકટેટ, ઉર્જા પેદા કરે છે.

image source

અનોખી ડિવાઇસ આ રીતે કરે છે કામ

નોંધનીય છે કે ડિવાઇસમાં એનર્જી સ્ટોર કરવા માટે એક નાની બેટરી લગાવવામાં આવી છે. જેમાં એનોડ Lactate Oxidase અને કેથોડ પ્લેટિનમ થી બનેલ છે. પરસેવાની સપ્લાય થવાથી ઇલેક્ટ્રોન સ્તર સર્કિટમાં ફળો કરે છે અને આ રીતે વીજળી ઉતપન્ન થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!