જાણો કયા કયા જિલ્લામાં કઈ તારીખે વરસાદ થવાની કરી છે આગાહી

17 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતમાં ઘણા જિલ્લામાં સારો વરસાદ થયો છે. પરંતુ વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રવાસીઓ હજુ પણ મેઘ મહેરથી વંચિત છે. આ વર્ષે સીઝનમાં થતી હોય તેવી મેઘ મહેર થઈ નથી જેના કારણે લોકો પર પાણીની તંગીનું સંકટ તોળાઈ રહ્યું છે તો સાથે જ ખેડૂતો પર પાકને લઈને મુશ્કેલી સર્જાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગના જિલ્લામાં વરસાદ પડ્યો છે પરંતુ દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓછો વરસાદ થયો છે જેના કારણે સૌરાષ્ટ્રમાં ઘણા ભાગોમાં વરસાદની ઘટ સર્જાય છે.

image soucre

વરસાદની કાગડોળે રાહ જોતા દક્ષિણ ગુજરાતવાસીઓને તો વરસાદ થતા રાહત મળી છે પરંતુ સૌરાષ્ટ્રના અનેક વિસ્તાર કોરા રહેવાથી અહીં લોકો ચિંતામાં મુકાયા છે. તેવામાં સૌરાષ્ટ્રવાસીઓને રાહત મળે તેવી આગાહી જાણીતા અંબાલાલ પટેલે કરે છે. મોટા ભાગે વરસાદને લઈને જેની આગાહી સાચી પડે છે તેવા અંબાલાલ તેમની આગાહી માટે જાણીતા છે. ત્યારે તેમણે જણાવ્યું છે કે રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી નથી એટલા માટે વરસાદ અને પાણીની ઘટને લઈને ચિંતા કરવાની જરૂર નથી. આગામી સમયમાં રાજ્યમાં સારો વરસાદ થવાના યોગ સર્જાયા છે.

image soucre

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક વિસ્તારમાં ઊભા પાક માટે વરસાદ થાય તે અત્યંત જરૂરી છે તેવામાં ખેડૂતો હવે મીટ માંડીને આકાશ સામે જોઈ રહ્યા છે. તેવામાં અંબાલાલ પટેલે આગાહી કરી છે કે થરાદ, વાવ, રાધનપુર, પાલનપુર અને કચ્છમાં પણ વરસાદ ખૂબ ઓછો થયો છે જેને લઈ ખેડૂતોના પાકો સુકાઈ જવાની ભીતિ છે. પરંતુ રાજ્યમાં વરસાદના યોગ છે તે નક્કી છે.

image soucre

તેમણે વધુમાં જણાવ્યું હતું કે 25 ઓગસ્ટથી વરસાદ થાય તેવા યોગ સર્જાયા છે. જેમાં નવસારી, સુરત, પંચમહાલ, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં 28 ઓગસ્ટે સામાન્ય વરસાદ થશે. જ્યારે આગામી 30 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થાય તેવા યોગ છે. જો કે તેમણે નક્ષત્રો અંગે કહ્યું હતું કે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં થતો આ વરસાદ ખેતીના પાકો માટે સારો ગણાતો નથી.

image soucre

તેમણે કરેલી આગાહી અનુસાર આગામી 11 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર વચ્ચે પણ વરસાદ થવાના યોગ છે. 11 સપ્ટેમ્બર પછી પણ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સારો વરસાદ પડવાની શક્યતા છે.આ વર્ષે સીઝનનો વરસાદ ઓછો થયો છે પરંતુ સપ્ટેમ્બરની અંતિમ તારીખો સુધી વરસાદના યોગ છે તે બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબ સાગરના ભેજના લીધે થવાની શક્યતા રહેશે.