મારા દીકરાના લગ્નની વાત ખોટી, CM વિજય રૂપાણીએ સોશિયલ મીડિયાના વાયરલ મેસેજ પર કરી આ સ્પષ્ટતા

રાજ્યમાં કોરોનાના કેસ ફરી એકવાર લોકોની અને સરકારની ચિંતા વધારે તે રીતે વધી રહ્યા છે. આ વખતનું સંક્રમણ નાના બાળકોને પણ તેની ઝપટમાં લઈ રહ્યું છે. રાજ્યમાં સ્થિતિ થોડા જ દિવસોમાં જે રીતે વણસી છે તેને જોતાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યા હતા કે કોરોનાની વધતી ચેઈનને તોડવા માટે રાજ્યમાં પણ 3થી 4 દિવસનું લોકડાઉન કરવું જરૂરી છે. અથવા તો વીકેન્ડ કર્ફ્યુ કરવું જોઈએ. આ નિર્દેશ બાદ 6 માર્ચે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં અગત્યની બેઠક મળી હતી જેમાં કેટલાક કડક નિર્ણયો લેવામાં આવ્યા.

image source

રાજ્યમાં અગાઉ 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ હતું પરંતુ હવે 20 શહેરોમાં રાત્રી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. આ શહેરોમાં રાત્રે 8 કલાકથી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. આ નિયમ આજથી જ અમલમાં પણ મુકાયો છે જે 30 એપ્રિલ સુધી લાગુ રહેશે.

જો આ નિયમ જાહેર કરતી વખતે મુખ્યમંત્રીએ દિવસના લોકડાઉનની કોઈ જાહેરાત ન કરતાં સોશિયલ મીડિયા પર કેટલાક મીમ્સ વાયરલ થયા હતા. આ મીમ્સ એવા હતા કે જેમાં લખવામાં આવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દીકરાના લગ્ન હોવાથી દિવસમાં કોઈપણ પ્રકારનું લોકડાઉન જાહેર થશે નહીં.

સોશિયલ મીડિયા પર આ પ્રકારની મજાક વાયરલ થતા આ વાત મુખ્યમંત્રીના ધ્યાનમાં પણ આવી હતી. આ વાત બાદ તેમણે ટ્વીટ કરી આ અંગે સ્પષ્ટતા પણ કરી દીધી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, “ મારા દીકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાત પાયા વિહોણી છે. આ પ્રકારનું કોઈ જ આયોજન ના પહેલેથી નિર્ધારિત હતુ કે ના મે મહિનામાં કોઈ આયોજન છે. માત્ર સોશિયલ મીડિયામાં વહેતા થયેલા ફેક ન્યૂઝ છે. અત્યારે મારું અને મારી સરકારનું એક માત્ર આયોજન ગુજરાતમાં કોરોનાના સંક્રમણને અટકાવવાનું છે. “

image source

જણાવી દઈએ કે મુખ્યમંત્રીએ 20 શહેરોમાં રાત્રે 8 કલાકથી કર્ફ્યુની જાહેરાત કરી ત્યારથી સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થયા હતા કે, “ લોકડાઉન નહીં લાગે મારા છોકરાના લગ્ન છે..” આ વાત પર મુખ્યમંત્રીએ જણાવી દીધું છે કે આવું કોઈ આયોજન નથી.

image source

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજયભાઈ અને અંજલીબેનને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. દીકરી રાધિકાના લગ્ન થઈ ચુક્યા છે. તેમની દીકરી અને જમાઈ નીમિત લંડનમાં સીએ છે. જ્યારે તેમનો દીકરો ઋષભ રૂપાણીએ મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેમને અન્ય એક પુત્ર પણ હતો જેનું નામ પુજીત હતું તેનું સાડા ત્રણ વર્ષની ઉંમરે અકસ્માતે અવસાન થયું હતું. તેની યાદમાં રાજકોટમાં પુજીત રૂપાણી ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!