રૂંવાડા ઉભા કરી નાંખે એવો વીડિયો, બાળકો ભણતા હતા અને ભયંકર વીજળી ત્રાટકી, પળવારમાં ઝાડ ભડકે બળી ગયું

ઘણી વખત કોઈક ઘટનાનાં વીડિયો ખૂબ વાયરલ થઈ જતાં હોય છે. તેમાંથી કેટલાક વીડિયો રમૂજી હોય છે તો કેટલાક આઘાતજનક હોય છે. કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોવામાં ખૂબ જ ડરાવનારો છે.

હાલમાં જેટલાં પણ લોકો આ વીડિયોને જોવે છે તેમનાં રૂવાડા ઉભાં થઈ જાય છે કારણ કે વીડિયોમાં જોઈ શકાય છે કે બાળકોની સામે ‘મોત’ની વીજળી પડી આ જોઈને લોકો દંગ રહી ગયા. જો કે સારા સમાચાર એ હતા કે દુર્ઘટનાંમાં કોઈ જાન હાની બની ન હતી.

મળતી માહિતી મુજબ કોઈ વ્યક્તિનો જીવ આ ઘટનામાં ગયો ન હતો. પરંતુ હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના વિશે વિગતે વાત કરવામાં આવે તો અમેરિકાની વિસ્કોન્સિન હાઇ સ્કૂલમાં બાળકો ભણતા હતા ત્યારે આકાશમાંથી અચાનક જ એક ઝાડ ઉપર વીજળી પડી હતી. આ દૃશ્ય જોઈને બધાને દંગ રહી ગયાં હતાં. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સમયે બધા બાળકો બહાર બેસીને અભ્યાસ કરતા હતા.

image source

આ બાળકો એક્ટ એસ્પાયરની કસોટી આપી રહ્યા હતા. આ સમયે વીજળી ત્યાથી નજીકમાં જ આવેલાં એક ઝાડ પર અચાનક જ પડી અને તેને જોતા તે ઝાડ બળીને રાખ થઈ ગયું હતું. તે જ સમયે સમગ્ર ઘટના સ્કૂલની બહાર લગાડાવામાં આવેલાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી તેનો જ વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ ઘટના કેટલી વિનાશકારી હતી.

વીડિયોને જોનારા કહી રહ્યાં કે અહી કોઈ બાળકો હાજર ન હતાં તે સારી વાત છે કારણ કે આ વીજળીની તીવ્રતા એટલી વધારે દેખાઈ રહી છે કે જે કોઈ જપેટમાં આવ્યું હોત તેનું સીધું મોત જ થાત. વીડિયોમાં આ વીજળી પડવાથી જે ઝાડ સળગી રહ્યું હતું તે જોઈને તેનો અંદાજ લાગાડી શક્યા છે.

મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર આ વીડિયોને ‘યુએસ નેશનલ વેધર સર્વિસ ગ્રીન બેય વિસ્કોન્સિન’ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પર હજારો વ્યુ મળી રહ્યાં છે અને દોઢ હજારથી પણ વધુ લોકોએ લાઈક કરી છે. લગભગ 400 લોકોએ આ વીડિયો પર ટિપ્પણી કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!