કુદરતે આવો પ્રકોપ ક્યારેય નથી બતાવ્યો, વીજળી પડતાં લાશોનો થઈ ગયો ઢગલો, આખી રાત ચાલ્યું ઓપરેશન

જયપુરમાં ચોમાસાનો પહેલો વરસાદ કાળ સાબિત થયો. રવિવારે સાંજે સાત વાગ્યે અહીં મુશળધાર વરસાદ સાથે વીજળી પડી હતી. વીજળી પાડવાના કારણે અહીં 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં. 10થી વધુ લોકો બળી ગયા હતા. આમેર કિલ્લાની સામે 500 મીટરની ઉંચાઇ પર બાંધવામાં આવેલા વોચ ટાવર પર વીજળી પડી હતી. લોકો વરસાદની મજા માણવા અહીં આવ્યા હતા. અકસ્માત બાદ ઘાયલ લોકો પણ આશરે અડધો કલાક સુધી લાશોની વચ્ચે જ બેભાન હાલતમાં પડ્યા હતા અને જેમાંથી કેટલાકને બચાવ ટીમે સ્થળ પર સી.પી.આર. આપીને બચાવી લીધા હતા.

મળતી માહિતી મુજબ ઘાયલ લોકોમાંથી એક વ્યક્તિએ પોલીસને ફોન કરીને આ વિશે જાણ કરી હતી અને તે પછી બચાવ ટીમ સ્થળ પર પહોંચી હતી. આમેર એસીપી સૌરભ તિવારી પણ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એસડીઆરએફની ટીમને ત્યાં પણ બોલાવવામાં આવી હતી. સ્થાનિક લોકો પણ અહીં મદદ માટે જોડાયા હતા. આ દુર્ઘટનાના એક કલાક બાદ રાત્રે 8 વાગ્યે મોબાઈલ ફ્લેશના પ્રકાશની મદદથી અહીં બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઝુંબેશમાં એસડીઆરએફની ટીમ અને ત્યાં હાજર લોકો ઘણી મહેનત કરી ફસાયેલા લોકોને બચાવાના પ્રયત્ન કર્યા હતા.

image source

બચાવ ટીમ ડુંગર પર પહોંચી ત્યાં સુધીમાં તો ઘણું અંધારું પણ થઈ ગયું હતું. મોબાઈલની ફ્લેશ લાઈટની લાઈટ મદદથી રાત્રે આઠ વાગ્યે બચાવ કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન ડ્રેગન ટોર્ચ પણ મંગાવવામાં આવી હતી. આને લીધે અંધારાવાળી ટેકરીઓ પર લોકોને શોધવાનું થોડું સરળ બન્યું હતું. રાતોરાત શરૂ કરવામાં આવેલા આ ઓપરેશનમાં એક પણ ઇજાગ્રસ્ત આ પહાડો પર જોવા મળ્યો નહી. આ બચાવ કામગીરી સોમવારે સવારે 7 વાગ્યે સમાપ્ત થઈ હતી.

આ પછી જયપુર પોલીસ કમિશનરેટના જવાનોએ ડ્રોન કેમેરાથી દરેક ખૂણામાં શોધ શરૂ કરી હતી. આ દરમિયાન એસડીઆરએફની બે બટાલિયનમાં હાજર જવાનો પણ અંતિમ સર્ચ ઓપરેશનમાં સામેલ થયા હતા. મૃતદેહો અને ઘાયલોને ડુંગર નીચે લાવવાનું શરૂ થાય તે પહેલાં જ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલ અને મૃતદેહોને 10થી 12 એમ્બ્યુલન્સ દ્વારા એસએમએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

image source

સિવિલ ડિફેન્સના 23-23 જવાનોની ત્રણ ટીમો બનાવીને આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સિવિલ ડિફેન્સના નિયંત્રક જગદીશ રાવતે જણાવ્યું હતું કે આમેંરમાં સાંજે 7.29 વાગ્યે વીજળી પડવાની ઘટના સામે આવી છે. આ પછી મહેલમાં પોસ્ટ કરાયેલા સિવિલ ડિફેન્સના કર્મચારીઓ, બબલુ સૈન, શાહબાઝ, હંસરાજ અને ગૌરીશંકર ઉપર ગયા. લગભગ અડધો કલાકના ચઢાણને પૂર્ણ કર્યા બાદ સિવિલ ડિફેન્સના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યારે તેણે જોયું કે કાટમાળની વચ્ચે ઘણા લોકો બેભાન અવસ્થામાં પડેલા હતા ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા.

ત્યારે કલેક્ટર કન્ટ્રોલ રૂમમાં જણાવાયું હતું કે અકસ્માત મોટો છે. અહીં ઘણી જાનહાનિ થઇ છે. આ પછી જગદીશ પ્રસાદ રાવત ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી તેજ કરી હતી. જાણવા મળ્યું છે કે આ લોકોનાં બચાવ માટે 23-23 સૈનિકોની ત્રણ ટીમો બનાવવામાં આવી હતી જેમાં પ્રથમ ટીમે બેભાન લોકોને સીપીઆર (કૃત્રિમ શ્વસન) આપવાનું શરૂ કર્યું. કોણ જીવિત છે અને કોણે અહીં પોતાનો જીવ ગુમાવ્યો છે તે શોધવાનું શરૂ કર્યું. તેવી જ રીતે અન્ય ટીમે ઇજાગ્રસ્તોને સ્થાનિક લોકોની મદદથી એમ્બ્યુલન્સમાં સ્ટ્રેચર્સ અને ખભા પર બેસાડીને લાવવાનું શરૂ કર્યું. સ્થળ પર 108 એમ્બ્યુલન્સના 10 વાહનોને બોલાવાયા હતા.

image source

આ બચાવ શોધ કામગીરી સોમવારે સવારે 7 વાગ્યા સુધી 500 મીટરની ઉંચાઇએ ચાલી રહી હતી. પાણી પડયુ હોવાના કારણે તે ખડકો લપસી જવાઈ તેવી થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં અહીં બચાવ કામગીરી ચલાવવી સરળ નહોતી. આ પછી મોડી રાત સુધીમાં 27 લોકોને ડુંગર પરથી નીચે લાવવામાં આવ્યા હતા જેમાં એક છોકરો અને બે છોકરીઓ સહિત 11 લોકોએ જીવ ગુમાવ્યો હતો. બાકીના લોકો ઘાયલ થયા હતા જેને એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ દરમિયાન પોલીસ કમિશનર આનંદ શ્રીવાસ્તવ અને કલેક્ટર અંતર નેહરા સહીત પોલીસ અને વહીવટી અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર રહ્યા હતા. આ પછી રાત્રે 1 વાગ્યે વોચ ટાવરની આસપાસ બચાવ અને શોધ કામ બંધ કરાયું હતું.

નાગરિક સંરક્ષણના નેતા મહેન્દ્ર સેવાદા અને બાકીની ટીમો નીચે ઉતરીને હંડીપુરા તરફ પહોંચી હતી. ત્યાંથી ટેકરી પરના વોચ ટાવરના પાછળના ભાગમાં સર્ચ ઓપરેશન ચાલુ હતું. આ ઓપરેશન સવારના સાત વાગ્યા સુધી ચાલુ રહ્યું હતું પરંતુ આ કામગીરીમાં કોઈને ઈજા પહોંચેલી કે કોઈ પણ મૃતદેહ દેખાયો નથી. આ વીજળી આમેરના માવતેની સામેની ટેકરી પર બાંધવામાં આવેલા વોચ ટાવર (છત્રીસ) પર પડી હતી અને આ પાછળનું કારણ કહેવામાં આવે છે કે ઉચ્ચ ઉંચાઇવાળી આવી જગ્યાઓ પર વીજળી પડવાનું વધારે જોખમ હોય છે.

image source

આ અંગે સિવિલ ડિફેન્સ કર્મચારી મહેન્દ્ર સેવાડા, બાબુલ સૈન, અશોક ગુર્જર અને અન્યોએ જણાવ્યું હતું કે અકસ્માત બાદ ભારે વરસાદને કારણે ડુંગર પરના ખડકો પરથી લપસી જવાતું હતું. અહીંથી 27 લોકોને બચાવવા અને તેમને નીચે લાવવાનું કામ એ એક ખૂબ જ પડકારજનક હતું. સીડીઓ પણ લપસણી થઇ ગઇ હતી. તેની ઉંચાઈ લગભગ દોઢ ફૂટની હતી. આવી સ્થિતિમાં ટીમના સાથીઓએ એકબીજાને સહારો અને હિંમત આપતાં રહ્યાં અને ઘાયલ અને મૃતકોને નીચે લાવ્યા હતા. જયપુરની સિવિલ ડિફેન્સની ટીમના રાતોરાત ઓપરેશનને કારણે જ ઘણા લોકોને સમયસર સારવાર મળી અને તેમનો જીવ બચી ગયો હતો.

તે સમયે તેમના માટે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે કોઈ પણ રીતે અને કેવી રીતે આ બચેલા લોકોનો જીવ બચાવવો. મળતી માહિતી મુજબ અચાનક ત્યાં પડેલા કેટલાક લોકોનો શ્વાસ ચાલી રહ્યો છે તેવું લાગ્યું. તેઓ કહે છે મેં આ પછી અમે મૃતદેહો પાસે ગયા અને ધબકારા સાંભળીને જે લોકો બેભાન હતા તેમને સી.પી.આર. આપવાનું શરૂ કર્યું અને ઈજાગ્રસ્તોને અલગ પાડવાનું શરૂ કર્યું. ત્યાં સુધીમાં એમ્બ્યુલન્સ નીચે આવી ગઈ હતી. સ્થાનિક લોકો પણ મદદ માટે આગળ આવ્યા હતા. આ વીશે સિવિલ ડિફેન્સના સ્વયંસેવક બબલુ સાને જણાવ્યું હતું કે તે સાંજે લગભગ 7.40નો સમય થઈ રહ્યો હતો.

image source

આગળ વાત કરતા તેઓ કહે છે કે કલેક્ટર કન્ટ્રોલ રૂમના વાયરલેસ સેટ પર એક સંદેશ આવ્યો હતો કે આમેરના વોચ ટાવરમાં વીજળી પડવાથી આઠ લોકોનાં મોત નીપજ્યાં છે. ટીમ વહેલી તકે ત્યાં પહોંચે, ઓવર. આ પછી સિવિલ ડિફેન્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના ડેપ્યુટી કંટ્રોલર જગદીશ રાવતે તરત અમને મોબાઈલ પર જાણ કરી અને શક્ય તેટલી વહેલી તકે સ્થળ પર પહોંચવા જણાવ્યું હતું. આ સાથે જ જગદીશ રાવત 30 સ્વયંસેવકોની ટીમ સાથે સ્થળ પર જવા રવાના થયા હતા. સ્વયંસેવકો 15-20 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી.

બબલુ કહે છે કે ઘણા મૃતદેહો પડેલા હતા તો ઘણાં લોકો ત્યાં ઘાયલ થયા હતા. જ્યારે મેં ડ્રેગન લાઇટ્સ દ્વારા જોયું તો છત્રીની આસપાસની ટેકરી પર એક પછી એક લોહીથી લથબથ મૃતદેહો અને ઘાયલો મળી આવ્યા દેખાઈ રહ્યા હતા. આ બધું જોઈને ટીમનો પણ પરસેવો છૂટી ગયો હતો. પરંતુ સવાલ હતો હવે જીવ બચાવાનો અને તેમાં પણ ત્યાં પડેલા અમૂકના શ્વાસ ચાલતા જોઈને તેને સી.પી.આર. આપવાનું શરૂ કર્યું અને ઈજાગ્રસ્તોને બચાવ્યા. ત્રણ ભાગમાં વહેંચાયેલી આ ટીમેમાંથી પહેલી ટીમે ઈજાગ્રસ્તોને સીપીઆર આપવાનું શરૂ કર્યું અને બીજી ટીમે ઈજાગ્રસ્તોને ડ્રેસિંગ શરૂ કરી દીધા. ત્રીજી ટીમે ઘાયલો અને મૃતકોને અલગ કરવાનું શરૂ કર્યું.

શહેરની 12 એમ્બ્યુલન્સની મદદ દ્વારા ઇજાગ્રસ્ત અને મૃતકોને ડુંગરની ટોચ પરથી સ્ટ્રેચર પર નીચે ખૂબ મુશ્કેલીથી લાવવામાં આવ્યા.આ રાત્રે 10 વાગ્યા સુધી એક પછી એક 27 લોકોને સ્ટ્રેચર્સ પર નીચે લાવવામાં આવ્યા હતા. મૃતકોમાંના ઘણા લોકો પણ તેમની વચ્ચે હતા. આ પછી ફરીથી છત્રની આજુબાજુની ટેકરી પર ડ્રેગન લાઇટથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સિવિલ ડિફેન્સના રાહુલ, મહેન્દ્ર કુમાર, યુનુસ ખાન, રાજેશ કુમારે જણાવ્યું હતું કે લોકો ફોટોગ્રાફી માટે વોચ ટાવર ઉપર ચઢ્યા હતા અને તે દરમિયાન આ અકસ્માત થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!