ગુનેગાર વિકાસ દૂબેની માતાએ કહેલા આ શબ્દો જાણીને તમને પણ આ નારી પર થશે સલામ

ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને પકડવા ગયેલા આંઠ પોલીસ કર્મીઓ એન્કાઉન્ટરમાં શહીદ થઈ ગયા. જ્યારે પાંચ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આઠ પોલીસકર્મીઓના મૃત્યુએ આખાએ ઉત્તર પ્રદેશને ઝકઝોરી મુક્યું છે. તમને જણાવી દઈએ કે કેટલાક દિવસ પહેલાં હિસ્ટ્રીશીટર વિકાસ દુબે વિરુદ્ધ મારી નાખવાના પ્રયાસ બાબતે એક એફઆઈઆર દાખલ કરવામા આવી હતી.

Image Source

આ જ મામલામા પોલીસ વિકાસને પકડવા માટે તેના ગામ બિકરુ જવા રવાના થઈ હતી. પણ ત્યાં પહેલેથી જ બદમાશોને તેની જાણ હોવાથી પોલીસ પર તેમણે હૂમલો કરી દીધો હતો. અને પોલીસના આવતા પહેલાં ગામનો મુખ્યમ માર્ગ જેસીબીથી અવરોધી દેવામાં આવ્યો હતો. જેવી પોલીસ જેસીબી પાસે પોહંચી કે બદમાશોએ તરત જ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું. અને અચાનક ગોળીઓ ચાલવાથી પોલિસકર્મિઓમાં દોડા-દોડી મચી ગઈ હતી અને આ દરમિયાન 8 પોલીસ કર્મચારીઓ માર્યા ગયા.

Image Source

હાલ પોલીસ હિસ્ટ્રીશીટર વિકાસ દૂબેની શોધ કરી રહી છે. અને તેની ખબર આપનાર પર ઇનામની જાહેરાત પણ કરવામાં આવી છે. જ્યારે પોલીસે વિકાસ દૂબેની માતાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે રાજકારણે બધું જ બરબાદ કરી મુક્યું છે. તેમનું કહેવું છે કે પાર્ટીઓ ખેંચતાણ કરી રહી છે. જો કે પોતાના ગુનેગાર દિકરા બાબતે તેમણે કારમું નિવેદન આપ્યું છે.

Image Source

જો કે આ વાત કહેવા માટે આ માતાએ પોતાના હૃદય પર પથ્થર મુકીને જ વાત કહી હશે. વિકાસની માતાએ જણાવ્યું, ‘પોલીસ આવી હતી, તેમણે જણાવ્યું કે વિકાસે આ બધું કર્યું છે. વિકાસને હવે મારી જ નાખો. કેટલાયની આત્મા દુઃખી છે, માટે તેને પણ મારવો જ જોઈ.’

Image Sources

જો કે માતા એવું પણ કહી રહી છે કે તેમનો દીકરો વિકાસ પહેલા આવો નહોતો. તેને પીપીએન કોલેજમાં ભણાવ્યો, એરફોર્સમાં નોકરી પણ મળી ગઈ અને ત્યાર બાદ તે નેવીમાં પણ જોડાયો. જોકે માતાએ એવી પણ ફરિયાદ કરી હતી કે. વિકાસને ગામના લોકોએ તેમજ રાજકારણે બરબાદ કરી મુક્યો છે.

Image Source

પહેલા તે ભારતીય જનતા પાર્ટીમાં પાંચ વર્ષ રહ્યો હતો કારણ કે તે જ પાર્ટીમાં હરિકિશન હતો. ત્યાર બાદ હરિકિશને પાર્ટી બદલી અને તે બહુજન સમાજ પાર્ટીમાં ગયો તો વિકાસ પણ તેની સાથે તે પાર્ટીમાં જોડાયો. આ પાર્ટી સાથે તે પાંચ વર્ષ જોડાયેલો રહ્યો. 8 પોલીસ કર્મીઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે 7 પોલીસકર્મીઓને પણ ગોળી વાગી હતી જેમને હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા.

Image Source

ઘટના સ્થળેથી એકે 47ના ખોખા મળી આવ્યા હોવાની વાત સામે આવી રહી છે. પોલીસ અધિકારી પણ બદમાશો દ્વારા સેમી ઓટોમેટિક વેપનનો ઉપયોગ થવાની સંભાવના જણાવી રહી છે. પ્રદેશના ડીજીપી હિતેશચંદ્ર અવસ્થીએ જણાવ્યું કે ફોરેન્સિક તપાસ બાદ આ વાત પર કંઈક કહી શકાશે. એવું લાગી રહ્યું છે કે ફાયરિંગમાં સોફિસ્ટિકેટેડ વેપનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત