અંબાલાલ પટેલે કરી આવનારા હવામાન માટે આગાહી, ગુજરાતમાં આ તારીખે આવી શકે છે વંટોળ સાથે વરસાદ

અંબાલાલ પટેલે કરી આવનારા હવામાન માટે આગાહી – ગુજરાતમાં આવી શકે છે વંટોળ સાથે વરસાદ

image source

માનવજાતી ગમે તેટલી ટેક્નોલોજીનો ઉપયોગ કેમ ન કરી લે પણ તેણે ડગલેને પગલે કુદરત પર જ નિર્ભર રહેવું પડે છે ખાસ કરીને ખેતીનો બધો જ આધાર વરસાદ પર રહેલો છે. જો વરસાદ ઓછો આવે તો પણ પાકને નુકસાન થાય છે અને જો હદ કરતાં વધારે આવે તો પણ નુકસાન થાય છે. હવે ગુજરાતમાં ચોમાસુ બેસવાને વધારે દિવસો બાકી નથી રહ્યા તેવા સમયે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હવામાનને લઈને આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં વંટોળ સાથે પવન ફુંકાશે અને 5મી જૂનથી બીજું એક સમુદ્રિ તોફાન સક્રિય થશે જે 12થી 15મી જૂન સુધી સમુદ્રકિનારાના વિસ્તારોમાં પહોંચશે અને ત્યાં વરસાદ લાવશે. અંબાલાલની ભવિષ્યવાણી પ્રમાણે વરસાદ પહેલાં વંટોળ આવી શકે છે. તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં 27થી 31 મે સુધીમાં વંટોળની આગાહી કરવામાં આવી છે.

image source

અંબાલાલ પટેલ દ્વારા આ પ્રમાણે આગાહી કરવામા આવી છે

– આવનારા મહિના એટલે કે જૂન મહિનાની પહેલી તારીખે અરબ સાગરમાં વાવાઝોડું સક્રિય થઈ શકે છે.

– અને 7 જૂને સમુદ્રી તોફાન સક્રિય બનવાની શક્યતા છે.

– ત્યાર બાદ આ વાવાઝોડાની અસરથી 13થી 15મી જૂન સુધીમાં સમુદ્રના કિનારાના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા છે.

– જો કે તે પહેલાં એટલે કે 8થી 15 જૂન દરમિયાન સમુદ્રકિનારના વિસ્તારોમાં પવન ફૂંકાઈ શકે છે.

image source

મિટિયોરોલોજીકલ ડીપાર્ટમેન્ટ દ્વારા ચોમાસાની આગાહી

મિટિયોરોલોજીકલ ડીપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલી 2020ના ચોમાસાની આગાહી પ્રમાણે આ વખતે ચોમાસુ સંપૂર્ણ સામાન્ય રહેશે. એટલે કે ચોમાસુ 100 ટકા રહેશે. તો વળી ખાનગી સંસ્થા સ્કાઇમેટવેધર દ્વારા પણ જણાવામાં આવ્યું છે કે આ વખે ચોમાસુ સામાન્ય રહેશે.આ આગાહીઓને ધ્યાનમાં રાખીએ તો આ વખતે કોઈ જ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થવાની શક્યતાઓ રહેલી નથી. એટલે ખેડૂતો માટે આ સમાચારને સારા કહી શકાય.

image source

તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે અમ્ફાન વાવાઝોડાએ પશ્ચિમ ભારતના પશ્ચિમ બંગાલ અને ઓડિશામાં ભારે નુકસાન સર્જ્યું છે. અને આ દરમિયાન 72 લોકોના જીવ ગયા છે તો કરોડો રૂપિયાનું નુકસાન પણ રાજ્યોને થયું છે. થોડા સમય પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બન્ને રાજ્યોનો હવાઈદોરો કર્યો હતો. અને રાજ્યોને આર્થિક સહાયની જાહેરાત પણ કરી હતી. એક માહિતી પ્રમાણે 100 વર્ષ બાદ બંગાળે આવા પ્રચંડ વાવાઝોડોના સામનો કરવો પડ્યો છે.

source : vtv 

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત