Whatsapp માં આ રીતે થઈ શકે છે સામેની વ્યક્તિને ઓટો રીપ્લાય, જાણો આ ઘાસું ફીચર વિશે

WhatsApp ના ફિચરને લઈને યુઝર હંમેશા ઉત્સાહિત રહે છે. WhatsApp માં એવા ઘણા ફિચર છે જે યુઝરના ઘણા ખરા કામોને સરળ બનાવી દે છે. આજના આ આર્ટિકલમાં અમે આપને આવા જ એક ફીચર વિશે વાત કરવાના છીએ. થોડા સમય પહેલા જ WhatsApp દ્વારા તેનાં એક ફીચર WhatsApp Business ને બહાર પાડ્યું હતું.

image source

તેમાં યુઝરે પોતાની પ્રોફાઈલ બનાવી તેનો સામાન, બિઝનેસ એડ્રેસ, વેબસાઈટ વગેરેની માહિતી આપવાની હોય છે. પરંતુ શું તમે આ એપ પર મળતા ઓટો રીપ્લાય ફીચર વિશે જાણો છો ? જો નહિ તો ચાલો જાણીએ આ ઓટો રીપ્લાય ફીચર વિશે જેના દ્વારા યુઝરના કામ સરળ બની શકે છે.

જાણો આ ફીચર્સ વિશે

WhatsApp Business એપમાં યુઝર્સને away messages નો એક વિકલ્પ આપવામાં આવે છે. તેમાં તમે કોઈ સંદેશો સેટ કરી શકો છો જે ઓટો રીપ્લાય સ્વરૂપે તમને મેસેજ કરનાર યુઝરને પહોંચી જશે. એટલું જ નહીં આ ઓટો રીપ્લાય કયા સમયે મોકલવો, તે પણ તમે પસંદગી મુજબ નક્કી કરી શકો છો. એપમાં તેને away hours ના નામથી ઓળખવામાં આવે છે. આ ફિચર્સનો ઉપયોગ કઈ રીતે કરવો તે પણ સ્ટેપ બાય સ્ટેપ જાણી લઈએ.

image source

આ રહી ફિચર્સનો ઉપયોગ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

1. સૌથી પહેલા WhatsApp Business એપમાં સેટિંગ વિકલ્પમાં જવું, ત્યારબાદ Business setting માં જવું.

  • 2. હવે Away Messages પર ક્લિક કરી Send away message પર ટેપ કરો.
  • 3. મેસેજ પર જાવ અને જે પણ સંદેશો તમે ઓટો રીપ્લાય તરીકે મોકલવા માંગતા હોય તે મેસેજ લખીને OK પર ક્લિક કરવું
  • 4. હવે તમારે એ નક્કી કરવાનું રહેશે કે આ સંદેશ કયા સમયે જે તે યુઝરને મળે. આ માટે તમને 3 વિકલ્પ મળશે.
  • 5. Always send : જો તમે લાંબા સમય સુધી ઉપલબ્ધ ન રહેવાના હોય તો આ વિકલ્પ પસંદ કરો
  • 6. Custom schedule : જો તમે કોઈ નિશ્ચિત સમયે સામે વાળા યુઝરને મેસેજ શેડ્યુલ મોકલવા માંગતા હોય તો આ વિકલ્પ પસંદ કરવો
image source

7. Outside of business hours : આ વિકલ્પ પસંદ કરવાથી તમારો બિઝનેસ બંધ હોવાના સમયે મેસેજ જતો રહેશે. તમે બિઝનેસ પ્રોફાઈલમાં તમારા બિઝનેસ ખુલ્લા રહેવાનો સમય નક્કી કરી શકો છો.

  • 8. હવે તમારે એ નક્કી કરવાનું રહેશે કે આ મેસેજ કયા કયા લોકોને મળે. આ માટે તમને 4 વિકલ્પ મળશે.
  • 9. Everyone : આ વિકલ્પ પસંદ કરવાથી મેસેજ કરનાર બધા લોકોને ઓટો રીપ્લાય થઈ જશે.
  • 10. Everyone not in address book : અહીં અજાણ્યા નંબરો પરથી આવતા મેસેજને ઓટો રીપ્લાય જશે.
  • 11. Everyone except : અહીં પસંદગીના નંબરો છોડીને અન્ય બધાને ઓટો રીપ્લાય થઈ જશે.

12. Only send to : આ વિકલ્પ દ્વારા તમે ફક્ત પસંદ કરેલા નંબરોને જ ઓટો રીપ્લાય જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!