મારુતિએ આ એક ભૂલને કારણે વેગન-આર અને બલેનોને પાછી ખેંચી, ક્યાંક તમારી કાર તો આમાં નથી આવતી ને?

આ એક ભૂલને કારણે મારુતિએ પોતાની લાખો વેગન-આર અને બલેનોને પાછી ખેંચી – ક્યાંક તમારી કાર તો આમાં નથી આવતી ને ?

મારુતિ સુઝિકી ઇન્ડિયા લિમિટેડ એ દેશમાં સૌથી વધારે કારો વેચતી કંપનીઓમાંની એક છે. મારુતિએ તાજેતરમાં એક અત્યંત મહત્ત્વનો નિર્ણય લીધો છે. તેમણે પોતાની સૌથી વધારે વેચાતી વેગન-આર અને બલેનોના લગભગ 1 લાખ 34 હજાર એકમો માર્કેટમાંથી પાછા મંગાવી લીધા છે. આ એકમો 5 નવેમ્બર 2018થી 15 ઓક્ટોબર 2019 સુધીમાં ખરીદાયેલા છે અને તેને પાછા લાવવાનો આદેશ કંપનીએ આપ્યો છે.

image source

શું છે હકીકત

કંપનીના સૂત્રો દ્વારા જણાવ્યા પ્રમાણે આ વાહનોના એન્જિનમાં કોઈક પ્રકારની ખામી હોવાની તેમને સંભાવના જણાઈ રહી છે અને માટે જ વેગઅ-આર અને બલેનોને પાછી મંગાવવામાં આવી રહી છે. અને આ ગાડીઓના ગ્રાહકો માટે એ વાત રાહતની છે કે કંપની તેમની ગાડીઓને નિઃશુલ્ક જ બદલી આપશે. મારુતિની આ યોજના હેઠળ જે તે ડીલરો દ્વારા વાહનોના માલિકનો સપર્ક કરવામાં આવશે અને તેમની પાસેથી ગાડી પાછી લેવામાં આવશે.

image source

શું તમે પણ આ સમય દરમિયાન ખરીદી હતી કાર ? તો તમારું નામ આ રીતે શોધો

મારુતિ કંપનીએ ગ્રાહકો માટે પોતાની વેબસાઈટ marutisuzuki.com પર તેની માહિતી પણ આપી છે. અને ગ્રાહકોની કાર આ યાદીમાં સમાવિષ્ટ છે કે નહીં તેઓ પણ તેઓ આ વેબસાઇટ પર તપાસી શકે છે. તેના માટે તમારે મારુતિની વેબસાઇટ પર જવાનું છે અને ત્યાં તમારે ‘Important Customer Info’ પર ક્લિક કરવાનું છે. અહીં ક્લિક કરતા તમને વેગન-આર રિકોલ જેવું એક ટેબ ખુલશે જ્યાં તમારે ક્લિક કરવાની રહે છે. તેના પર ક્લિક કરવાથી એક પેજ ખુલશે અને ત્યાં ‘click here’ નો વિકલ્પ જોવા મળશે. ત્યાં ક્લિક કર્યા બાદ તમારા સ્ક્રીન પર એક બોક્સ ખુલશે, જેમાં તમે તમારી કારનો ચેસિસર નંબર દાખલ કરવાનું કહેવામાં આવશે. તેમ કરવાથી તમને તમારી કાર તે યાદીમાં છે કે નહીં તેની જાણકારી મળી જશે.

image source

ઘણીવાર એવું બનતું હોય છે કે વસ્તુઓના પ્રોડક્શનમાં ખામી સર્જાવાથી આખીને આખી બેચ પાછી બોલાવવી પડતી હોય છે. મોટે ભાગે તો ગ્રાહકોને આ વિષેની કોઈ જ જાણકારી નથી હોતી. અને જો કોઈ ખામી સર્જાય તો ગ્રાહક જાતે જ તેનું રીપેરિંગ કરાવી લેતો હોય છે. પણ આ વખતે કંપનીએ પોતે જ પોતાની ભૂલ સ્વિકારી લીધી છે અને ગ્રાહકો પરેશાન ન થાય તે હેતુથી લાખો ગાડીઓ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે.

image source

તમને જણાવી દઈએ કે મારુતિની બલેનો તેમજ વેગન-આર દેશની માનિતી કાર્સ છે. સામાન્ય સંજોગોમાં મારુતી દર મહિને 9-10 હજાર બલેનો કાર્સ વેચે છે પણ હાલ કોરોનાની મહામારીના કારણે વેચાણ અટકી ગયું છે. તેવી જ રીતે વેગન-આરના સરેરાશ વેચાણની વાત કરીએ તો. તે પણ કંપની મહિનાના શરેરાશ 9-10 હજાર એકમ વેચે છે.

image source

જો કોરોનાની મહામારી ન આવી હોત તો હાલ તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે અને સામાન્ય સંજોગોમાં ભારતીય લોકો આ સમય દરમિયાન નવી કાર લેવાનું આયોજન કરતા હોય છે. ભારતમાં સૌથી વધારે વાહનો સામાન્ય રીતે દશેરાના દિવસે વેચાતા હોય છે. આ ઉપરાંત અન્ય તહેવારોમાં પણ લોકો વાહનોની ખરીદી કરવાનું પસંદ કરતા હોય છે. પણ હાલ બધે જ મંદી ચાલી રહી છે. અને વાહનોનું વેચાણ લગભગ સાવજ નહિંવત થઈ ગયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત