શિયાળામાં સવારના તડકામાં બેસો આટલો સમય, અનેક બીમારીઓમાંથી થઇ જશે છૂ

શિયાળાની ઋતુમાં ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. ત્વચાથી લઈ સ્વાસ્થ્ય સુધીની બાબતોમાં જો બેદરકારી રાખવામાં આવે તો તેની નકારાત્મક અસરો શરીર પર પડવા લાગે છે. આ ઋતુમાં, ખોરાક પર જેટલું ધ્યાન આપવું જરૂરી છે, તેટલું જ જરૂરી છે શરીરને કુદરતી ગરમી મળે એ. શિયાળામાં ઠંડી વધે ત્યારે તમે ઘણા લોકોને તડકામાં બેસેલા જોયા હશે. આમ કરવાનું કારણ ખાસ છે. શિયાળામાં યોગ્ય પ્રમાણ તડકો મેળવવો પણ ખૂબ મહત્વનો છે.

image source

જેમ જેમ ઠંડીનું પ્રમાણ વધે છે તેમ તેમ શરીરમાં પણ ફેરફાર થવા લાગે છે. તેવામાં સનબાથ લેવી જરૂરી થઈ જાય છે. સનબાથ એટલે કે સૂર્ય પ્રકાશ લેવાથી શરીરને માત્ર હૂંફ મળે છે તેવું નથી પરંતુ તેની સાથે સાથે તેનાથી સ્વાસ્થ્યને પણ લાભ છે. તો ચાલો આપણે જાણીએ કે સૂર્યપ્રકાશ લેવાથી શરીરને કયા કયા લાભ થાય છે અને કેટલા સમય માટે સૂર્યપ્રકાશ લેવો જોઈએ અને તેના ફાયદા શું છે.

હાડકા મજબૂત થાય છે

image source

સૂર્યપ્રકાશએ વિટામિન-ડીનો સૌથી મોટો સ્રોત છે અને એવું માનવામાં આવે છે કે શરીર માટે જરૂરી 95% વિડામિન-ડી સૂર્યસ્નાન દ્વારા મેળવી શકાય છે. વિટામિન-ડી હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેવામાં શિયાળામાં તડકો લેવાથી સાંધાનો દુખાવો પણ દૂર થાય છે.

સારી ઊંઘ

image source

જાણીને નવાઈ લાગશે પરંતુ સનબાથ લેવાથી ઊંઘ પર સારી આવે છે. સૂર્યપ્રકાશથી શરીરમાં મેલાટોનિન હોર્મોન ઉત્પન્ન થાય છે, જેનાથી સારી અને ગાઢ ઊંઘ આવે છે. સારી ઊંઘ શરીરનો થાક દૂર કરે છે અને માનસિક તાણ પણ ઘટાડે છે.

કોલેસ્ટરોલ ઘટે છે

image source

તડકામાં બેસવાથી શરીરમાં કોલેસ્ટરોલનું સ્તર પણ ઓછું થાય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત, ત્વચાની સમસ્યાઓ જેમક ફંગલ ઇન્ફેક્શનને દૂર કરવામાં પણ સૂર્યપ્રકાશ અસરકારક છે. તેથી શિયાળાની ઋતુમાં સૂર્યપ્રકાશ લેવો જ જોઇએ.

કેટલો સમય તડકામાં બેસવું

image source

અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણથી ચાર વખત સવારે અથવા સાંજના સમયે લગભગ 20-30 મિનિટ સુધી હળવા તડકામાં બેસવું જોઈએ. તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

image source

પરંતુ તેના માટે ખૂબ કાળજી રાખવી જોઈએ. જો તમે તડકામાં વધુ સમય બેસશો તો તેના કારણ સનબર્નની સમસ્યા થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત