રાહ જોયા વગર…જલ્દી કરો.. તહેવાર પર આ બે સ્કૂટર પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો તેના ફિચર્સ અને કિંમત

અત્યારે તહેવારની સીઝન ચાલી રહી છે. એવામાં દરેક કંપની કોઈને કોઈ ઓફર આપી રહી છે. જેમા મોબાઈલથી લઈને બાઈક પર સારી ઓફર મળી રહી છે. વાત કરીએ સ્કૂટરની તો ઈટાલિયન કંપની પિયાજિયોએ (Piaggio) તેના વેસ્પા (Vespa)અને એપ્રિલિયા (Aprilia)રેન્જ સ્કૂટર્સની ખરીદી પર 10,000 રૂપિયા સુધીના લાભોની જાહેરાત કરી છે. આ કંપનીની ફેસ્ટિવ સેલ્સ ઓફરનો એક ભાગ છે. પિયાજિયોએ નિવેદનમાં જણાવ્યું છે કે આ ઓફર મફત વીમા, ઓનલાઇન બુકિંગ બેનિફિટ્સ અને કોમ્પલિમેન્ટરી એક્સેસરીઝના રૂપમાં આપવામાં આવી રહી છે. આ ઓફરનો લાઊ તમે 16 નવેમ્બર સુધી મેળવી શકો છો.

લાભ ભારતના કોઈપણ ડીલરશીપથી મેળવી શકાય છે

image source

આ અંગે કંપનીએ કહ્યું છે કે લાભ ભારતના કોઈપણ ડીલરશીપથી મેળવી શકાય છે. 10,000 રૂપિયા સુધીના ફાયદાઓમાં 7000 રૂપિયા સુધીના વીમા લાભો, 4000 રૂપિયા સુધીના કોમ્પ્લિમેન્ટરી એક્સેસરીઝ અને 2000 રૂપિયા સુધીના ઇ-કોમર્સ બુકિંગ લાભો શામેલ છે.

ગ્રાહકો માટે અનોખી ફેસ્ટિવ ઓફર્સ

image source

એક નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ વખતે દશેરા અને દિવાળી પર, ગ્રાહકો સ્કૂટર ખરીદ્યા બાદ પહેલાં વર્ષ માટે મફત સર્વિસ અને 5 વર્ષની વોરંટીનો લાભ લઈ શકે છે, જેમાં 2 વર્ષની ફ્રી રોડસાઈડ આસિસ્ટન્ટનો પણ સમાવેશ થાય છે. Piaggio ઈન્ડિયાના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર ડિએગો ગ્રાફીના જણાવ્યા મુજબ, અમે આ દશેરા અને દિવાળી પર વેસ્પા અને એપ્રિલિયા રેન્જ સ્કૂટર્સ પર એમના ગ્રાહકો માટે અનોખી ફેસ્ટિવ ઓફર્સ લઈને આવ્યા છીએ. અમારી ઓફરનો હેતુ ગ્રાહકોને મુશ્કેલી વિનાની ખરીદી અને માલિકીનો અનુભવ પ્રદાન કરવાનો છે.

વેસ્પા અને એપ્રિલિયા સ્કૂટર રેંજ

image source

ભારતમાં વેસ્પા સ્કૂટર રેંજમાં Urban Club, Notte, ZX, SXL 150, VXL 150, Vespa SXL, Vespa VXL, Elegante 150, Racing 60s સ્કૂટર ઉપલબ્ધ છે. તો, એપ્રિલિયા સ્કૂટર રેન્જમાં SR 150 Race, SR 160, Storm 125, SR 125નું વેચાણ થાય છે.

Heroના સ્કૂટર પર મળી રહ્યું છે 14,390નું ડિસ્કાઉન્ટ

image source

ભારતની લગભગ તમામ ઓટોમોબાઈલ બ્રાન્ડ્સ આ મહિને તેમના ઉત્પાદનો પર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપી રહી છે. હવે હિરો પણ આ લિસ્ટમાં જોડાઈ છે. કંપની તેના ઇલેક્ટ્રિક સ્કૂટર હીરો ઓપ્ટિમા HX સિટી સ્પીડ પર 14,390નું મોટું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સ્કૂટરની અસલ કિંમત 57,560 છે. આ એક અસ્થાયી ઓફર છે જે સ્ટોક પૂર્ણ થાય ત્યાં સુધી માન્ય રહેશે. હાલમાં, કંપની હીરો ઓપ્ટિમા પર જ મહત્તમ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સાથે કંપનીના પસંદ કરેલા ઇલેક્ટ્રિક સ્કૂટર્સ પર 6000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જેની જાણકારી તમે તમારા નજીકના હીરો ડીલરશીપથી મેળવી શકો છો.

સ્કૂટરના ફીચર્સ

image source

હીરોના આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 550W મોટરવાળી 30Ah લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે. આ સ્કૂટરની રેન્જ સિંગલ ચાર્જમાં 82 કિમી છે. સ્કૂટરની મહત્તમ ગતિ કલાકના આશરે 42 કિ.મી. છે. સ્કૂટરને સંપૂર્ણ ચાર્જ કરવામાં 4,5 કલાક લાગે છે. સ્કૂટરમાં ડિજિટલ સ્પીડોમીટર છે. આ સિવાય સ્કૂટરમાં એન્ટી થેફ્ચ એલાર્મ સાથે રિમોટ ક્લોક પણ આપવામાં આવી છે. આ સ્કૂટરમાં કોમ્બી-બ્રેકિંગ સિસ્ટમ, એલઇડી લાઇટિંગ અને ચાર્જિંગ માટે યુએસબી પોર્ટ પણ આપવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત