મા કે પછી…ત્રણ માસુમ બાળકોને પહેલા પૂરી દીધા મોટી પેટીમાં, અને પછી ચાંપી…આ ઘટના વાંચતાની સાથે તમે પણ રડી પડશો
ત્રણ માસૂમ બાળકોને મોટી પેટીમાં બંધ કરીને ચાંપી દીધી હતી દીવાસળી

આપણા ગુજરાતમાં માં વિષે એવું કહેવાય છે કે ‘મા તે મા બીજા બધા વગડાના વા’. પરંતુ ઝારખંડમાં જે ચોંકાવનારી ઘટના સામે આવી છે એને સાંભળનાર કોઈ પણ વ્યક્તિ આવું ક્યારેય વિચારી પણ નહી શકે. કારણ કે અહી જે ઘટ્યું છે જે જરાય માન્યામાં આવે એવું નથી. મળતી માહિતી મુજબ અહી એક સ્ત્રીએ નાની અમથી વાત પર એના 3 માસુમ બાળકોને બોક્સમાં બંધ કરીને જીવતા સળગાવી દીધા હતા.
ત્રણેય બાળકોને બોક્સમાં બંધ કર્યા હતા

જો કે આ ઘટના એટલી અસહનીય હતી કે આમ કર્યા પછી એણે પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના ખરેખર ગિરિડીહ વિસ્તારની છે જે ગત મંગળવારે 9 જૂનની સવારે ઘટી હતી. અહી રવીન્દ્ર નામના વ્યક્તિની 35 વર્ષીય પત્ની સોનિયા દેવીએ પોતાના 8 વર્ષ, 2 વર્ષ અને 5 વર્ષની દીકરી એમ ત્રણેય બાળકોને બોક્સમાં બંધ કરીને આગ ચાપી દીધી હતી. આમ કર્યા પછી એ સ્ત્રીએ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.
ઘરમાં દૂધ અંગે કોઈ વિવાદ થયો હતો

મળતી માહિતી મુજબ આ બાબત ઘણી નાની હતી, જેને મહિલાએ બહુ વિકરાળ બનાવી દીધી હતી. મહિલાના ઘરમાં દૂધ અંગે કોઈ વિવાદ થયો હતો, જે પછી એણે આવો ભયાનક નિર્ણય લીધો. જો કે મૃતકના પિતાએ દીકરી અને તેના બાળકોની હત્યા સાસરીવાળાએ કરી હોવાનો દાવો કર્યો છે. આ ઘટના અંગે જાણ થતા પોલીસે તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ હાથ ધરી હતી.
દરવાજો અંદરથી બંધ હતો

ગામના લોકોએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે, રવીન્દ્રના ઘરમાંથી ધુમાડો ઉઠતા અમે લોકોએ જોયો હતો. જો કે અમે લોકો જ્યારે પહોંચ્યા તો દરવાજો અંદરથી બંધ હતો. જો કે આગનું સ્વરૂપ જોતા અમે દરવાજો તોડીને અંદર ગયા ત્યારે 2 બાળકોની લાશ બોક્સમાં હતી અને જ્યારે એક બાળકની લાશ બેડ પર પડી હતી. આ સાથે જ સોનિયા દેવી ગંભીર રીતે દાજેલી સ્થિતિમાં જમીન પર પડી હતી.
રવીન્દ્ર ખેતરમાં કામ કરવા માટે ગયો હતો

આ દરમિયાન સોનિયાના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે- ‘આજે સવારે હું દીકરીને લેવા આવવાની તૈયારીમાં હતો. પરંતુ તે અગાઉ જ મને આ અંગે જાણ થઇ કે તે હવે હયાત નથી.’ આ મામલે પોલીસે જણાવ્યું છે કે- આ બાબતે હજુ સુધી કોઈ પણ લેખિત ફરિયાદ કરવામાં આવી નથી. જે સમયે આ દુર્ઘટના થઈ હતી ત્યારે મહિલાનો પતિ ઘરે ન હતો, રવીન્દ્ર આ સમયે ખેતરમાં કામ કરવા માટે ગયો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત